Atmadharma magazine - Ank 126
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૩ :
પછી લગ્ન માટે અહીં આવેલા ત્યારે વૈરાગ્ય થતાં ભગવાન દીક્ષિત થયા. અહીંના સહેસાવનમાં
જ ભગવાને દીક્ષા લીધી હતી, ને પછી આનંદનિધાન આત્માની રમણતાથી કેળવજ્ઞાન પણ
અહીં જ પામ્યા હતા તથા મોક્ષ પણ આ ગિરનારજીની પાંચમી ટૂંકેથી પધાર્યા હતા. ભગવાનને
જે દશા પ્રગટી તે તો ભાવમંગળ છે, તે ભાવના નિમિત્તરૂપ આ ક્ષેત્ર છે તે પણ સ્થાપના નિક્ષેપે
મંગળરૂપ છે; અને તીર્થંકર ભગવાનનો આત્મા પોતે દ્રવ્યમંગળ છે; તીર્થંકર થનાર આત્મા
અનાદિ–અનંત મંગળરૂપ છે. ભગવાને પોતાના આત્મામાં જેવો ભાવ પ્રગટ કર્યો તેવા ભાવને
જે ઓળખે, તેને આ ક્ષેત્ર જોતાં તેવા ભાવનું સ્મરણ થાય છે. જેવા ભાવથી ભગવાને મુનિપણું,
કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટ કરી તેવા ભાવને ઓળખીને ભગવાનની જેમ પોતાના
આત્મામાં પણ તેવો ભાવ પ્રગટ કરવો તે અપૂર્વ મંગળ છે ને તે પરમાર્થ યાત્રા છે...”
–ઈત્યાદિ અપૂર્વ માંગળિક સંભળાવ્યા બાદ પૂ. ગુરુદેવ જુનાગઢ શહેરના જિનમંદિરે
નેમપ્રભુના દર્શન કરવા પધાર્યા હતાં.
બપોરે પૂ. ગુરુદેવના પ્રવચનમાં દોઢથી બે હજાર માણસોની સભા થઈ હતી અને પૂ.
ગુરુદેવે સુંદર શૈલીથી અદ્ભુત પ્રવચન કર્યું હતું, તે પ્રવચનમાં નેમિનાથ ભગવાનના અંતરંગ
આત્મિક જીવનની પણ સંકલના કરી દીધી હતી. પ્રવચન પછી જિનમંદિરેથી ભગવાનને મંડપમાં
બિરાજમાન કરીને ત્યાં ભક્તિ કરવામાં આવી હતી. તેમાં–
“મૈં તેરે ઢિગ આયારે... નેમ! તેરે ઢિગ
આયા... ગઢ ગિરનારે આયા...”
–ઈત્યાદિ સ્તવનો ગવડાવીને પૂ. બેનશ્રી બેનજીએ ઉમંગભરી ભક્તિ કરાવી હતી.
સાંજે પૂ. ગુરુદેવ જુનાગઢ શહેરમાંથી ગિરનારજીની તળેટીમાં પધાર્યા હતાં. તળેટી
લગભગ ત્રણ માઈલ દૂર છે. ગિરનારજીને ભેટવા માટે તળેટીમાં પૂ. ગુરુદેવની સાથે સાથે
અનેક ભક્તજનો પણ ઉલટભેર ગાતાંગાતાં જતા હતા... તે વખતે ઝટઝટ દોડીને ભગવાનના
પવિત્ર ધામને ભેટીએ એવી ઉત્કટ ભાવનાથી ભક્તોના પગ ખૂબ જ ઝડપથી ઉપડતા હતા, –
જાણે કે પૂ. ગુરુદેવ બધાયને દોડાવીને ભગવાનનો ભેટો કરાવતા હોય!
તળેટીમાં દિગંબર જૈન ધર્મશાળામાં પૂ. ગુરુદેવ રહ્યા હતા, અને રાત્રિચર્ચા પણ ત્યાં જ
રાખવામાં આવી હતી. આજે આખી ધર્મશાળા યાત્રાળુ સંઘથી ઉભરાઈ ગઈ હતી... ને સવારમાં
ભગવાનને ભેટવાની તાલાવેલીને લીધે જાણે બધાની ઊંઘ પણ ઊડી ગઈ હતી.
પહેલી ટૂંકની તથા સહેસાવનની જાત્રા
(મહા સુદ ૧૧)
મહા સુદ ૧૧ ની સવારમાં, તળેટીના જિનમંદિરમાં દર્શન કરીને, નેમિનાથ પ્રભુના જય
જયકાર ગજાવતા, સંઘના મોટા સમુદાય સહિત પરમ પૂજ્ય બાલ બ્રહ્મચારી કહાન ગુરુદેવે
ગિરનારજી તીર્થની યાત્રા શરૂ કરી. રસ્તામાં પગલે–પગલે નેમિનાથ પ્રભુના વૈરાગ્ય ભર્યાં
સ્મરણો જાગતા હતા. સંઘમાં લગભગ હજારેક માણસો થયા હતા, જેમાં સો ઉપરાંત ડોળીઓ
હતી. પૂ. ગુરુદેવની સાથે ગિરનારની જાત્રા કરવામાં ભક્તજનોને એવો ઉલ્લાસ હતો કે થાક
ભૂલાઈ જતો હતો ને હોંશે હોંશે ગિરનારજી ઉપર ચડી જવાતું હતું.
પહેલી ટૂંકે પહોંચ્યા બાદ ત્યાંના દિગંબર જિનમંદિરમાં ભક્તજનોએ નેમિનાથ પ્રભુનું
પૂજન કર્યું; ત્યારબાદ ભક્તિ થઈ હતી. યાત્રાળુઓની સંખ્યા એટલી મોટી હતી કે આખું મંદિર
અંદર તેમજ બહાર ખીચોખીચ ભરાઈ ગયું હતું. પૂજ્ય