* મહાન સંઘ સહિત કહાનગુરુદેવે કરેલી
ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની કલ્યાણકભૂમિ શ્રી ગિરનારજી તીર્થની અપૂર્વ ઉલ્લાસ
સાથે ગિરનારજીની જાત્રામાં સર્વે ભક્તજનો બહુ જ આનંદ આવ્યો હતો. પૂ. ગુરુદેવ વિહાર
કરતા કરતા જેમ જેમ ગિરનારજીની નજીક પહોંચતા હતા તેમ તેમ જાણે ગિરનારજીની
પ્રદક્ષિણા કરતા હોઈએ તેવું લાગતું હતું. ગિરનાર પર્વત ખરેખર બહુ જ ભવ્ય રળિયામણો
છે, તેને જોતાં જ નેમિનાથ ભગવાનનું આખું જીવન દ્રષ્ટિ સમક્ષ તરવરે છે ને ભાવનાની
ઊર્મિઓ જાગે છે; તેના ઊંચા ઊંચા શિખરો જાણે કે નેમિનાથ ભગવાનનું જીવનગાન ગાતાં
હોય એવા દેખાય છે. વિવાહ સમયે પશુઓનો કરુણ પોકાર સાંભળતાં રાજીમતીનો ત્યાગ
કરીને ગિરનાર ઉપર ભગવાને દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યા ત્યારે ઈન્દ્રોએ આવીને
ત્યાં સોનાના ગઢવાળાં સમવસરણ રચ્યાં, તેની સાક્ષી પૂરવા માટે આજેય ગિરનારનાં
પત્થરો સુવર્ણનાં રજકણોથી ચમકી રહ્યાં છે. આવા પવિત્ર ધામ ગિરનારજી ઉપર ચડતાં
પગલે પગલે પૂ. ગુરુદેવ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના જીવનની અને કરોડો મુનિવરોની
પાવન સ્મૃતિઓ સંભળાવતા હતાં, જે સાંભળતાં મુમુક્ષુઓને ભગવાનના પવિત્ર ઉન્નતિ
પંથે વિચરવાની પ્રેરણા જાગતી હતી. રસ્તામાં ચડતાં ચડતાં કોઈ થાકી જાય તો પૂ. ગુરુદેવ
કહેતા “હિંમત રાખીને હાલવા માંડો...” એ રીતે ગુરુદેવની વાણી દ્વારા ભગવાનના પગલે
પગલે ચાલવાનું પ્રોત્સાહન મળતું હતું.
પધારીને ગુરુદેવે ખાસ માંગળિક સંભળાવતાં કહ્યું હતું કે : “આજે મહા માંગળિક દિવસ
છે; અને ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળ ને મોક્ષ એ ત્રણ કલ્યાણક આ
ગિરનાર ભૂમિમાં થયા છે તેથી આ ભૂમિ પણ મંગળ છે. ઈન્દ્રોએ અહીં આવીને ભગવાનના
ત્રણ કલ્યાણક ઊજવ્યા હતા; શ્રી કૃષ્ણ–વાસુદેવ અને બળદેવ જેવા અહીં ભગવાનનાં ચરણે
નમતા હતા. ભગવાન નેમિનાથ પ્રભુ આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન લઈને અવતર્યા
હતાં;