જ્ઞાયકસ્વરૂપ હું મારા આત્મવૈભવથી દેખાડું છું. જીવોને
સમજાવું છું. સંસારમાં અજ્ઞાનીઓને બધું સુલભ છે.
એકમાત્ર આત્મસ્વભાવની સમજણ જ પરમ દુર્લભ છે.
૬૩ છે. એ રીતે માનસ્તંભની ઊંચાઈ અને શ્લાકા પુરુષોની સંખ્યા એ બંનેનો કુદરતી મેળ થઈ ગયો છે.
શ્લાકા પુરુષો મોક્ષની છાપવાળા હોય છે, તેઓ નિયમથી અલ્પકાળમાં મુક્તિ પામનારા હોય છે, તેઓને
લાંબો સંસાર હોતો નથી; તેમ અહીં માનસ્તંભના મહોત્સવમાં મોક્ષની છાપ લેવાની વાત આવી છે.
મોક્ષની છાપ કોઈ બીજા પાસેથી નથી મળતી, પણ આત્માનું જે પરમાર્થસ્વરૂપ કહેવાય છે તેને જે જીવ
સમજે તે જીવને મોક્ષની છાપ લાગી જાય છે. આ વાત સમજે તે અલ્પકાળમાં જરૂર મુક્તિ પામી જાય છે.
પાત્ર થઈને અંર્તસ્વભાવની સાચી સમજણ વડે પોતે જ પોતાના આત્મામાં મુક્તિની મહોર–છાપ પાડે છે;
આત્માનું અપૂર્વ ભાન થતાં જ ધર્મીને નિઃશંકતા થઈ જાય છે કે હવે અલ્પકાળમાં મારી મુક્તિ છે. લોકો
દ્વારકા વગેરેની જાત્રાએ જઈને ત્યાં છાપ પડાવે છે અને તેમાં જાત્રાની સફળતા માને છે, પરંતુ તેનાથી તો
આત્માનું કાંઈ હિત નથી. અહીં તો આત્મા પોતે પોતાના સ્વભાવનો નિઃશંક નિર્ણય કરીને સમ્યગ્દર્શન વડે
પોતામાં એવી છાપ પાડે છે કે, અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થાય જ.
જીવને સાચી શાંતિ મળતી નથી, કેમકે આત્માની શાંતિ આત્માથી દૂર નથી, શાંતિનું સ્થાન આત્મામાં જ છે.
હમણાં (વીર સં. ૨૪૭૯ ના ફાગણ વદ પાંચમે) દક્ષિણમાં શ્રી બાહુબલિ ભગવાનના ૫૭ ફૂટ ઊંચા પ્રતિમાજીનો
મહામસ્તકાભિષેક હતો, ત્યાંથી પાછા વળતાં હજારો માણસો સોનગઢ આવેલા, તેમાં ઘણા લોકો કહેતા હતા કે
“અહો! શું એ પ્રતિમાની સુંદરતા!! એ ભવ્ય પ્રતિમાની મુદ્રા જોતાં જ ચિત્ત શાંત થઈ જતું હતું!” જુઓ
ભગવાનની વીતરાગી મુદ્રાની પ્રશંસા–બહુમાન અને ભક્તિનો ભાવ તો સમકીતિ ધર્માત્માનેય આવે, પરંતુ
અંતરમાં નિજસ્વભાવનું બહુમાન રાખીને તેમને તેવો ભાવ આવે છે, તે શુભભાવને સર્વસ્વ નથી માની લેતા.
અને અજ્ઞાની તો ત્યાં જ સર્વસ્વ માની લ્યે છે. પ્રતિમાજીના વખાણ કરતી વખતે એવો