મહોત્સવ ઠેરઠેર જોવા મળે છે. આ વર્ષમાં પોરબંદર, મોરબી, અને વાંકાનેરમાં પંચકલ્યાણક–
પ્રતિષ્ઠા–મહોત્સવો તેમજ બીજા અનેક સ્થળોએ વેદી–પ્રતિષ્ઠા–મહોત્સવ નિમિત્તે પૂ. ગુરુદેવ
સૌરાષ્ટ્રમાં મંગલ–વિહાર કરી રહ્યા છે, અને સાથે સાથે અનેક ગામોમાં નવા જિનમંદિરોના
બીજડાં રોપતા જાય છે.
અંકમાં આવી ગયા છે, બીજા વિશેષ સમાચાર અહીં આપવામાં આવ્યા છે–
જલથી જિનમંદિરમાં પૂ. બેનશ્રી બેનના મંગલ હસ્તે વેદી શુદ્ધિ થઈ હતી.
મહોત્સવ માટે આજ્ઞા માગી હતી, અને પૂ. ગુરુદેવે તે માટે આજ્ઞા આપીને માંગળિક સંભળાવ્યું
હતું. ત્યારબાદ “નાંદિ વિધાન” થયું હતું, પછી “ઈન્દ્રપ્રતિષ્ઠા” થઈ હતી, અને પૂ. ગુરુદેવના
પ્રવચન બાદ ઈન્દ્રપ્રતિષ્ઠાનું જુલૂસ નીકળ્યું હતું. ત્યારબાદ યાગમંડલવિધાન પૂજનનો પ્રારંભ
થયો હતો.
દેખાવ થયો હતો. સૌધર્મઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણે છે કે છ મહિના બાદ ભગવાન પાર્શ્વનાથ
વામાદેવી માતાના ગર્ભમાં આવવાના છે. તેથી કુબેરને રત્નવૃષ્ટિ કરવાની આજ્ઞા આપે છે
તેમજ આઠ દેવીઓને ભગવાનના માતાની સેવા માટે મોકલે છે, અને ઈન્દ્રો વસ્ત્રાભૂષણની
ભેટ લઈને માતા–પિતા પાસે આવે છે, દેવીઓ માતાની સેવા કરે છે, માતાજી સોળ મંગલ
સ્વપ્નો દેખે છે–ઈત્યાદિ સુંદર દ્રશ્યો થયા હતા. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ
ભવોનું દ્રશ્ય પણ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું હતું.
સ્વપ્નની વાત કરે છે, શ્રી અશ્વસેન મહારાજા