: ૧૦૮ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
ધર્મનું પહેલું સોપાન
[જામનગર શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન]
(વીર સં. ૨૪૮૦, ફાગણ વદ ૨)
હે ભાઈ! આત્માના ઊર્ધ્વસ્વભાવની શ્રેણીએ ચડવાનું એટલે કે મુક્તિનું
પહેલું સોપાન તો સમ્યગ્દર્શન જ છે. પુણ્ય તે ધર્મનું સોપાન નથી.
જુઓ, આ મનુષ્ય અવતાર પામીને આત્માનું હિત કેમ થાય તેની આ વાત છે.
‘કહો મહાત્મા, સુનો આત્મા, કહું વાતમાં વીતક ખરી,
સંસાર સાગર દુઃખ ભર્યામાં અવતર્યો કર્મે કરી;
જ્યાં કષ્ટ કોટી અસત્ય ભરપુર પાપ પમાર પ્રાણીનાં,
પામેલ માનવ જીંદગીની કદર અંતર આણી ના.’
સંસારમાં ભવભ્રમણ કરતાં અનંતકાળે આ મનુષ્યદેહ મળ્યો છે, તેમાં આત્માની સમજણ કરીને ભવનો
અંત લાવવાનો આ અપૂર્વ સમય છે. આવો મનુષ્યભવ પામીને પણ જો ચૈતન્યનું ભાન ન કરે અને દેહાદિના
લાલન–પાલનમાં તથા પુણ્ય–પાપની રુચિમાં જીવન પૂરું કરે તો મનુષ્યદેહ એળે ગુમાવવા જેવું છે.
અનાદિકાળથી જીવ સુખને માટે ઝાંવા નાખી રહ્યો છે પણ હજી સુધી તેને સુખની પ્રાપ્તિ થઈ નથી કેમકે
સુખનો સાચો ઉપાય તેણે જાણ્યો નથી. ચાર ગતિમાં દેહ–લક્ષ્મી વગેરેના સંયોગ અનંતવાર મળ્યા, અરે!
સ્વર્ગના વૈભવ પણ અનંતવાર મળ્યા, પણ તેનાથી સુખની ભૂખ ભાંગી (અનુસંધાન પાના નં. ૧૦૯
ઉપર)
(પાના નં. ૧૦૭ થી ચાલુ)
તે સ્વપ્નોના ઉત્તમફળનું વર્ણન કરે છે. આઠ કુમારિકા દેવીઓ માતાને તત્ત્વચર્ચાના પ્રશ્રો પૂછે
છે અને માતાજી વિદ્વત્તાપૂર્વક તેના ઉત્તર આપે છે, ઈત્યાદિ દ્રશ્યો થયા હતાં.
બપોરે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ જિનમંદિર શુદ્ધિ, વેદીશુદ્ધિ, ધ્વજશુદ્ધિ અને
કલશશુદ્ધિની વિધિ થઈ હતી. ઈન્દ્ર–ઈન્દ્રાણી તથા દેવીઓએ શુદ્ધિ કર્યા બાદ અંતિમ શુદ્ધિની
ક્રિયા તેમજ સ્વસ્તિક સ્થાપન વગેરે મંગલ ક્રિયાઓ પૂ. બેનશ્રીબેનજીના પવિત્ર હસ્તે થઈ હતી.
એ મંગલ વિધિ જોઈને ભક્તજનોને ઘણો હર્ષ થયો હતો. રાત્રે “સીતાજીનો ત્યાગ અને
અગ્નિપરીક્ષા” નો સંવાદ થયો હતો.
માહ વદ ૧૪ ના રોજ ભગવાનના જન્મ–કલ્યાણકનો મહોત્સવ ઘણા ઉત્સાહથી સુંદર
રીતે થયો હતો. સવારમાં, વામાદેવી માતાની કુંખે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થવાની
મંગલવધાઈ દેવીઓએ આપી હતી. ઈન્દ્રસભામાં ભગવાનના જન્મની ખબર પડતાં જ ઈન્દ્રોએ
પ્રભુજીને વંદના કરી હતી, અને તરત જ સર્વે દેવો સાથે ઐરાવત હાથી ઉપર બેસીને જન્મોત્સવ
ઉજવવા આવ્યા હતા, આવીને ભગવાનના જન્મધામ–બનારસી નગરીની ત્રણ પ્રદક્ષિણા કરી
હતી અને પછી ઈન્દ્રાણીએ બાલપ્રભુને તેડીને હર્ષપૂર્વક ઈન્દ્રના હાથમાં આપ્યા હતાં, પછી હાથી
ઉપર બિરાજમાન કરીને પ્રભુજીને મેરુ પર્વત ઉપર લઈ જવાનું ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.
અજમેરની ભજનમંડળી પણ આવી હોવાથી પ્રસંગ ઘણો ઉલ્લાસભર્યો હતો. જન્માભિષેકના
આખા જુલૂસમાં પૂ. ગુરુદેવ પણ સાથે પધાર્યા હતા. મેરુ પર્વત પાસે પહોંચતા ત્યાં હાથીએ
ત્રણ પ્રદક્ષિણા કરી ને પછી પાંડુક શિલા ઉપર પ્રભુજીને બિરાજમાન કર્યા, અને ઘણી ભક્તિ
પૂર્વક શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રનો અભિષેક થયો. અભિષેક વખતે ભગવાનને નીરખતાં ભક્તોને
એમ થતું હતું કે “અહો! નાથ ધન્ય આપનો અવતાર! ધન્ય આપનો જન્મ, કે જે જન્મમાં
આપ આત્માના પૂર્ણહિતને સાધશો ને જગતના અનેક જીવોને (અનુસંધાન માટે જુઓ પાનું ૧૧૦)