માતાને સોંપ્યા હતાં; અને ઈન્દ્ર–ઈન્દ્રાણીએ ભક્તિપૂર્વક તાંડવ નૃત્ય કર્યું હતું. સર્વે નગરજનો
ભગવાનના જન્મ ખુશાલી મનાવતા હતા.
અને ફરી ફરીને પારણું ઝુલાવતા હતા. ભગવાન પ્રત્યેના તેમના ભાવો જોઈ જોઈને ભક્તોને
ઘણો આનંદ થતો હતો. અજમેરની ભજનમંડળીના ભાઈઓ પોતાની વિશેષ શૈલીથી
ભગવાનનું પારણું ઝુલાવતા હતા.
તેમાંથી નાગ–નાગણી નીકળે છે, તેની અંતિમ અવસ્થામાં ભગવાન તેને નમોકાર મંત્ર
સંભળાવે છે, અને પછી કમઠ તાપસને ખૂબ જ વૈરાગ્યભર્યું સંબોધન કરે છે–એ દ્રશ્ય થયું હતું.
ત્યારબાદ વિશ્વસેન મહારાજાના રાજદરબારમાં યુવરાજપદે પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે અને
દેશોદેશના રાજાઓ આવીને ભગવાનને ભેટ ધરે છે તે દ્રશ્ય થયા હતા.
અત્યાર પહેલાંં મારા જેવા અનંત તીર્થંકરોએ જે નગરીમાં જન્મ લીધો તે નગરી કેવી છે?
દૂતના મુખેથી અયોધ્યા નગરીનું વર્ણન સાંભળતાં ભગવાનને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને
વૈરાગ્ય થાય છે. ભગવાનને વૈરાગ્ય થતાં લૌકાંતિક દેવો આવીને ભગવાનની સ્તુતિ કરે છે ને
તેમના વૈરાગ્યની અનુમોદના કરે છે. ત્યારબાદ ઈન્દ્રો પાલખી લઈને દીક્ષા–કલ્યાણક ઉત્સવ
મનાવવા આવે છે. પ્રથમ રાજવીઓ, પછી વિદ્યાધરો ને પછી દેવો ભગવાનની પાલખી લઈને
વનમાં જાય છે, ને વનમાં ભગવાન સ્વયં દીક્ષિત થાય છે. દીક્ષાપ્રસંગે ભગવાનના કેશલોચની
વિધિ પૂ. ગુરુદેવે પોતાના હસ્તે બહુ જ વૈરાગ્યભાવના પૂર્વક કરી હતી. ત્યારબાદ ભગવાન
નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થયા ને સાતમું ગુણસ્થાન તથા મનઃપર્યયજ્ઞાન થયું. અને પછી
ભગવાન તો વનવિહાર કરી ગયા. ત્યારબાદ પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચન દ્વારા
ભગવાનના મહા આનંદનું સ્વરૂપ બતાવ્યું હતું અને તેની ઉગ્ર ભાવના વ્યક્ત કરી હતી.
મુનિરાજ ધ્યાનદશામાં સ્થિત છે ત્યાં ઉપરથી સંવરદેવ (કમઠના જીવ) નું વિમાન પસાર થતાં અટકી
જાય છે, તેથી ગુસ્સે થઈ પૂર્વનું વેર યાદ કરીને સંવરદેવ પાર્શ્વપ્રભુ ઉપર ઘોર ઉપસર્ગ કરે છે–
પત્થરોનો વરસાદ વરસાવે છે, ભયંકર અગ્નિ વરસાવે છે, અને પાણીનો વરસાદ વરસાવે છે. છતાં
ધીરવીર ભગવાન તો આત્માના આનંદમાં એવા લીન છે કે ઘોર ઉપસર્ગમાં પણ રંચમાત્ર
ચલાયમાન થતા નથી. આ દ્રશ્ય જોતાં ભક્તજનો સ્તબ્ધ બની ગયા હતા, અને એ પરમ વીતરાગી
દિગંબર મુનિરાજ પ્રત્યે ભક્તિથી શિર નમી પડતું હતું. છેવટે પૂર્વભવમાં મૃત્યુ વખતે પાર્શ્વનાથ