PDF/HTML Page 21 of 21
single page version
વિના બહારથી ધર્મ માન્યો છે. ‘
અહિંસા કહે છે, પરંતુ તે તો રાગ છે, તે કાંઈ ધર્મ નથી. જેનાથી જન્મ–મરણનો અંત આવે
શરીર–મન–વાણી મારાં ને રાગ તે હું એવી જે મોહબુદ્ધિ તે મોટો અધર્મ અને હિંસા છે;
દેહથી ને રાગથી પાર અંતરના ચિદાનંદસ્વભાવને જાણીને તેમાં એકાગ્ર થતાં મોહ અને
રાગાદિ ભાવોની ઉત્પત્તિ જ ન થાય, તેનું નામ વીતરાગી અહિંસા છે. તે જ પરમ ધર્મ છે
અને તે જ ઉત્કૃષ્ટ મંગલ છે. આવા વીતરાગી અહિંસા ધર્મનું સેવન જીવે પૂર્વે એક ક્ષણ પણ
કર્યું નથી. શુભરાગથી પર જીવોની દયા પાળી છે પણ પોતે પોતાના આત્માની દયા કદી
એક સેકંડ પણ પાળી નથી. આત્મા જ્ઞાન–આનંદનો કંદ છે તેની પ્રતીત અને એકાગ્રતા વડે
વીતરાગભાવ પ્રગટ કરવો તે જ સાચી દયા અને અહિંસા છે; રાગથી આત્માને લાભ
માનવો તેમાં તો હિંસા છે––અધર્મ છે. પરજીવને બચાવવાનો ભાવ તે શુભરાગ છે, તે રાગ
પણ પરમાર્થે હિંસા છે, કેમકે તે રાગ વડે આત્માનો વીતરાગ ભાવ હણાય છે. પરને
બચાવવાનો ભાવ તે કાંઈ ધર્મ નથી, ધર્મ તો વીતરાગભાવ છે, અને તે વીતરાગભાવ
ચૈતન્ય સ્વભાવના અવલંબને જ થાય છે. રાગરહિત ચૈતન્યસ્વભાવની પ્રતીત અને
એકાગ્રતા કરવી તે ધર્મ છે, તે જ ખરી અહિંસા છે ને તે મોક્ષનું કારણ છે.
મંદિર ટ્રસ્ટ તરફથી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે જૈનદર્શન શિક્ષણવર્ગ ખોલવામાં આવશે.
તત્ત્વજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરનારા જિજ્ઞાસુઓને આ વર્ગનું શિક્ષણ બહુ ઉપયોગી
છે. જે જૈન ભાઈઓને વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી અને
વખતસર આવી જવું.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર (ગુજરાત)