વર્ષ અગિયારમું, અંક બારમો, આશ્વિન ૨૪૮૦ (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
दंसण मूलो धम्मो
સત્ ધર્મની વૃદ્ધિ હો. જૈન ધર્મ જયવંત હો
આત્મધર્મ
********************
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસીક
૧૩૨
–ઃ સંપાદકઃ–
વકીલ રામજી માણેકચંદ દોશી
*
અપૂર્વ પ્રયોગ
સત્સમાગમે ચૈતન્યની સમજણનો યથાર્થ પ્રયોગ જીવે કદી કર્યો નથી. અરે ચૈતન્ય આત્મા! તને અનંતકાળે
આવો મનુષ્ય અવતાર મળ્યો તેમાં તેં બહારના બીજા પ્રયોગો કર્યા પણ અંતરમાં પોતાનો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા
શું ચીજ છે તે સમજવાનો પ્રયોગ તેં તારા જ્ઞાનમાં કદી એક ક્ષણ પણ ન કર્યો, ને મનુષ્ય અવતાર વ્યર્થમાં ગુમાવીને
પાછો સંસારમાં જ રખડયો. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી
તારા અનાદિના ભવભ્રમણનો અંત આવે.
તીર્થધામ સોનગઢ
**************