પાવાપુરીમાં ભગવાન અશરીરી સિદ્ધદશાને પામ્યા. અને ભગવાનના ગણધર શ્રી ગૌતમ સ્વામી પણ આજ
દિવસે કેવળજ્ઞાન પામ્યા.... અરિહંતપદ પામ્યા...
શુદ્ધ સિદ્ધદશા, તેમજ જ્ઞાનની પૂર્ણદશારૂપ કેવળજ્ઞાન આ જગતમાં છે–એવો જેણે નિર્ણય કર્યો તેણે પોતાના
આત્માના પૂર્ણ શુદ્ધસ્વભાવનો નિર્ણય કર્યો....એટલે સિદ્ધદશાનો ને કેવળજ્ઞાનનો ઉપાય તેને પોતાના આત્મામાં
શરૂ થઈ ગયો...તે ભગવાનનો નંદન થયો, તેને સર્વજ્ઞભગવાનની પ્રસાદી મળી.
નિર્ણય કરીને,...‘મારા આત્મામાં પણ પૂર્ણદશા પ્રગટવાનું સામર્થ્ય ભર્યું છે, હું રાગ જેટલો કે અધૂરી દશા જેટલો
નથી પણ પરમાત્મદશા પ્રગટવાના સામર્થ્યનો પિંડ છું’ એમ પોતાના સ્વભાવસામર્થ્યનો વિશ્વાસ કરવો તે અપૂર્વ
સમ્યગ્દર્શન છે. ભગવાનને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્ય ખીલી ગયો છે ને આ આત્માને તે કેવળજ્ઞાનપ્રભાત ઊગવા માટેનું
પરોઢિયું થયું. અનાદિના મિથ્યાત્વનું અંધારું ટળીને સમ્યગ્દર્શન થયું ત્યાં કેવળજ્ઞાનપ્રભાતનો પો’ ફાટ્યો... અને
હવે અલ્પકાળમાં તેને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્ય ખીલી જશે.–જુઓ, આ સર્વજ્ઞ ભગવાનની ઓળખાણનું ફળ!
પ્રગટવાનું સામર્થ્ય આત્માના સ્વભાવમાં જ છે...તેની પ્રતીત કરો...તેની સન્મુખતા કરો...” ભગવાનનો આવો
ઉપદેશ ઝીલીને સુપાત્ર જીવો અંર્તમુખ થઈને સમ્યગ્દર્શનાદિ પામ્યા...ત્યાં તેઓ કહે છે કે અહો!
સર્વજ્ઞભગવાનના પ્રસાદથી અમે આત્મબોધ પામ્યા! હે નાથ! આપની અમારા ઉપર પ્રસન્નતા થઈ...કેવળી
ભગવાનના પ્રસાદથી અમને આત્મબોધ થયો...હે નાથ! મારા ઉપર તારી કરુણા થઈ...મહેરબાની થઈ...કૃપા
થઈ! –‘આમ કોણ કહે છે?’–અંતરના જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિ અને પ્રતીત કરીને જેણે પોતાના આત્માની
પ્રસન્નતા મેળવી છે–આત્માના આનંદનો અનુભવ કર્યો છે–એવા જ્ઞાની–ધર્માત્મા પોતાની પ્રસન્નતા જાહેર કરતાં
કહે છે કે અહો! કેવળી ભગવાને અમારા ઉપર પ્રસન્નતા કરી...અમારા ઉપર ભગવાનની મહેરબાની
થઈ...અમને ભગવાનની પ્રસાદી મળી. હે ભગવાન! આજે આપ પ્રસન્ન થયા, આજે આપની કૃપા થઈ...હે
ભગવાન! આપની કૃપાથી આજ અમારા ભવભ્રમણનો અંત આવ્યો. ભગવાન તો વીતરાગ છે, તેમને કોઈ
ઉપર કરુણાનો રાગ હોતો નથી, પણ સમકીતિને ભગવાન પ્રત્યે તેમજ પોતાના ગુરુ પ્રત્યે આવો ભક્તિનો
આહ્લાદ આવ્યા વિના રહેતો નથી. હે નાથ! ‘તારી કૃપાએ અમે આત્મબોધ પામ્યા ને હવે અલ્પકાળે અમારા
ભવનો નાશ થઈને મુક્તદશા થવાની છે–એમ જ આપે કેવળજ્ઞાનમાં જોયું છે’–એ જ આપની અમારા ઉપર
અકષાયી કરુણા છે, એ જ આપની પ્રસન્નતા અને મહેરબાની છે.
એવા ધર્માત્માઓ–સાધુ–સજ્જનો–સમકીતિ સંતો કહે છે કે હે નાથ! આપ તો કેવળજ્ઞાન અને મોક્ષ પામીને
પરમાનંદથી તૃપ્ત....તૃપ્ત થયા... ને અમારા ઉપર પણ કરુણા કરીને અમને એ