આનંદનું ભાન થયું...આ રીતે, આપ વીતરાગ હોવા છતાં હે નાથ! અમારી પ્રસન્નતાનું કારણ છો...
આત્માની પ્રસન્નતા પ્રગટી ત્યાં કહે છે કે અહો! અમારા ઉપર ભગવાનની મહેરબાની થઈ. પોતામાં પ્રસન્નતા
થઈ ત્યાં ભગવાનની પ્રસન્નતાનો પણ આરોપ કર્યો કે ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા.
આવું છું.....
બહાર નીકળતાં જ આજે ભગવાનનો ભેટો થયો–શક્તિમાં તો ભગવાન હતા, પણ વ્યક્તપર્યાયમાં પ્રતીત કરતાં
જ ભગવાનનો ભેટો થયો...ભગવાનનો સાક્ષાત્કાર થયો...“અહો નાથ! અંતરની શક્તિના અવલંબને આપ
સર્વજ્ઞ થયા ને અમને એ માર્ગ બતાવ્યો, હે નાથ! તારી પ્રસન્નતાથી હું પણ તારા જ માર્ગે ચાલ્યો આવું છું.....”
મહાવીર ભગવાનના મોક્ષને આજે ૨૪૮૧મું વર્ષ બેઠું. પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને ભગવાનના
માટે પણ આપ થોડો પ્રસાદ મૂકતા ગયા છો...હે ભગવાન! આપની પ્રસન્નતાથી અમને પણ આપના અતીન્દ્રિય–
આનંદની પ્રસાદી મળી છે...આમ સમકીતિ ભક્તિપૂર્વક ભગવાનના આનંદનો પ્રસાદ માને છે.
ભગવાન જેવા પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને, સ્વસન્મુખ થઈને જેણે સમ્યગ્દર્શન અને
ઉપર ભગવાન પ્રસન્ન થયા, અને તેને જ ભગવાનની પ્રસાદી પ્રાપ્ત થઈ. “એ અતીન્દ્રિય–પ્રસાદના દાતાર અને
લેનાર બંનેનો જય હો–જય હો.”