Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 69

background image
‘આત્મા જ્ઞાયક છે.’
ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ અને
અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ
[સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો]
પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં સળંગપણે એક બાબત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે : જ્ઞાયક સામે
નજર રાખીને જ આ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરનારની દ્રષ્ટિ
કાળ સામે નથી હોતી, પણ જ્ઞાયકસ્વભાવ ઉપર હોય છે. જ્ઞાયક સન્મુખની દ્રષ્ટિના અપૂર્વ પુરુષાર્થ વગર
ખરેખર ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થતો નથી ને તેને નિર્મળ ક્રમબદ્ધપર્યાય થતી નથી. આ વાત દરેક
મુમુક્ષુએ બરાબર લક્ષમાં રાખવા જેવી છે.
“ભાઈ રે! આ માર્ગ તો છૂટકારાનો છે,–કે બંધાવાનો? આમાં તો જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને
છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય કરતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે છૂટકારાનો માર્ગ છે તેના
બહાને જે સ્વછંદને પોષે છે,–અથવા તો તેને ‘રોગચાળો’ કહે છે, તે જીવને છૂટકારાનો અવસર ક્યારે
આવશે?” –પૂ. ગુરુદેવ
[કુંદકુંદ ભગવાનાં મૂળ સૂત્રો]
दवियं जं उप्पज्जइ गुणोहिं तं तेहिं जाणसु अणण्णं।
जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णंमिह।।
३०८।।
जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते।
तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि ।।
३०९।।
ण कुदोचि वि उप्पणणो जह्मा कज्जं ण तेण सो आदा।
उप्पादेदि णकिंचि वि कारणमवि तेण ण स होइ।।
३१०।।
कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि।
उप्पज्जंति य णियमा सिद्धी दु ण दीसए अणणा।।
३११।।
[અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા]

जीवो हि तावत्क्रमनियमितात्म–
रिणामैरुत्पद्यमानो जीव एव नाजीवः, एवमजीवोऽपि
क्रमनियमितात्परिणामैरुत्मपद्यमानोऽजीव एव न
जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात्
कंकणदिपरिणमैः कांचनवत्। एवं हि
जीवस्यस्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह
कार्यकारणभावो न सिध्यति, सर्व द्रव्याणां द्रव्यांतरेण
सहोत्पाद्योत्पादकभावाभावात्; तदसिद्धौ चाजीवस्य
जीवकर्मत्वं न सिध्यति, तदसिद्धौ च
कर्तृकर्मणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न
सिध्यति। अतो जीवोऽकर्ता अवतिष्ठते।
[ગુજરાતી હરિગીત]
જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે,
જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮
જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં,
તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯
ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે,
ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦
રે! કર્મ–આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧
[ટીકાનો ગુજરાતી અનુવાદ]
પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી
ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ
પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ
છે. જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી
ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે
તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે
તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો
હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો
નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય–
ઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ
સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને
તે (–અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તા–
કર્મની અન્યનિરપેક્ષપણે (–અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે,
સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું
સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.
[–સમયસાર ગુજરાતી બીજી આવૃત્તિ]