વર્ષ બારમું, અંક ત્રીજો, માહ ૨૪૮૧ (વાર્ષિક લવાજમ ૩ – ૦ – ૦)
૧૩૬
મહાસિદ્ધાંત
(૧) હે જીવ! અનાદિથી માંડીને આજ સુધી કોઈ પર જીવે કે જડે તને કિંચિત્
પણ લાભ કે નુકસાન કર્યું નથી.
(૨) અનાદિથી આજ સુધી કોઈ બીજા જીવને કે જડને તેં કિંચિત પણ લાભ કે
નુકસાન કર્યું નથી.
(૩) અનાદિથી અજ્ઞાનભાવને લીધે તેં તારા આત્માને નુકસાન કર્યું છે.
(૪) તે નુકસાન તારા ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં નથી થયું પણ વર્તમાન પૂરતી
ક્ષણિક અવસ્થામાં જ તે નુકસાન થયું છે.
(પ) તારો ત્રિકાળીસ્વભાવ શુદ્ધ છે. તે સ્વભાવને ઓળખીને તેનું અવલંબન
કર, તો પર્યાયમાંથી અનાદિનું નુકસાન ટળેને ધર્મનો અપૂર્વ લાભ પ્રગટે.