Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુન્દર સગવડ
આશરે છેલ્લાં ત્રણ વર્ષથી અહીં સોનગઢ ખાતે “શ્રી જૈન વિદ્યાર્થીગૃહ”
શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીગૃહમાં જૈન વિદ્યાર્થીઓ કે જેઓની ઉંમર ૧૧
વર્ષ અને તેથી વધુ હોય તથા જેઓ ગુજરાતી પાંચમું ધોરણ કે તેથી ઉપરના
ગુજરાતી કે અંગ્રેજી ધોરણોમાં અભ્યાસ કરતા હોય તેઓને દાખલ કરવામાં
આવે છે.
માસિક પૂરી ફીનું લવાજમ રૂા.–૨પ રાખેલ છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રિક) સુધી હાઈસ્કુલ છે. બોર્ડિંગમાં રહેતા
વિદ્યાર્થીઓને ફરજિયાત ધાર્મિક અભ્યાસ કરાવવાનો હોય છે. ઉપરાંત પૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીનાં તત્ત્વપૂર્ણ અપૂર્વ વ્યાખ્યાન શ્રવણનો લાભ મળે છે.
અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે. વાતાવરણ શાંત
તથા પવિત્ર છે.
વિદ્યાર્થીગૃહમાં નિશ્ચિત સંખ્યામાં વિદ્યાર્થીઓને દાખલ કરવાના છે. આથી
જેમને દાખલ થવા ઈચ્છા હોય તેઓએ નીચેને સરનામે તા. ૨૦–૪–પપ સુધીમાં
લખી, પ્રવેશપત્ર મંગાવી, ભરી તા.– ૧૦–પ–પપ સુધીમાં પરત મોકલી આપવાં.
બોર્ડિંગની નવી ટર્મ તા.–૧૬–૬–પપ થી શરૂ થશે.
લિ. મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ભેટ પુસ્તક સંબન્ધી અન્તિમ સૂચના
આત્મધર્મના ૨૦૧૦ ની સાલના ગ્રાહકોને ભેટના પુસ્તકો જેને ન મળ્‌યાં
હોય તેણે વૈશાખ સુદી ૨ સુધીમાં મેળવી લેવા વિનંતિ છે. ત્યાં સુધીમાં જો નહિ
મેળવવામાં આવે તો તેમને મળી ગયું છે એમ ગણવામાં આવશે.
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ