Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
માહ: ૨૪૮૧ : ૧૧૧:
પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર
[શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી :
વર સ. ૨૪૮૦ અષઢ વદ ૧૨ થ શ્રવણ સદ ૩]
અહીં મોક્ષમાર્ગ પ્રકાશકના મંગલાચરણમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને
નમસ્કાર કર્યા છે. અહીં જેમને નમસ્કાર કર્યા છે તેમનું સ્વરૂપ ઓળખવું જોઈએ;
કેમ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું? અને તે
સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્્યાંથી થાય? માટે અહીં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ
વિચારીએ છીએ.
[૧]
શ્રી અરિહંતપરમેષ્ઠીનું સ્વરૂપ
• જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ–સ્વભાવ સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી
અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા છે,
• ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણપર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત
વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે,
• અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે,
• અનંત વીર્ય વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે,
• તથા અનંતસુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે.
• વળી જે સર્વથા રાગદ્વેષાદિ વિકાર ભાવોથી રહિત થઈ શાંતરસરૂપ પરિણમ્યા છે,
• ક્ષુધા–તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે,
• આયુધ, અંબર (વસ્ત્ર) આદિ, તેમજ અંગવિકારાદિક જે કામ ક્રોધાદિ નિંદ્ય ભાવોનાં ચિહ્ન છે તેનાથી
રહિત જેમનું પરમઔદારિક શરીર થયું છે,
• જેમનાં વચન વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે––જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે,
• અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું
જેમને સંયુક્તપણું હોય છે,
• તથા જેમને પોતાના હિતને અર્થે શ્રી ગણધરઈન્દ્રાદિક ઉત્તમ જીવો સેવન કરે છે,
––આવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત દેવને અમારા નમસ્કાર હો.
[ગૃહસ્થપણું છોડી. મુનિધર્મ અંગીકાર કરી.]
પ્રથમ તો ગૃહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કર્યો; એટલે ગૃહસ્થપણામાં રહીને કોઈને મુનિદશા કે
કેવળજ્ઞાન થઈ જાય એમ બનતું નથી. ગૃહસ્થપણામાં આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન હોવા છતાં
અસ્થિરતાનો રાગ હતો, તે રાગ છૂટતાં રાગનું નિમિત્ત છૂટી ગયું એટલે ગૃહસ્થપણું છૂટી ગયું; અને ત્રણ
કષાયના અભાવથી સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીતરાગીચારિત્રરૂપ મુનિદશા આત્મામાં પ્રગટ કરી, ગૃહસ્થપણાના
રાગનો અશુદ્ધ ઉપયોગ છોડીને મુનિદશાને યોગ્ય શુદ્ધોપયોગ પ્રગટ કર્યો, ત્યાં બહારમાં પણ પરિગ્રહ રહિત
દિગંબરદશા થઈ ગઈ છે.