: ૧૧૨: આત્મધર્મ: ૧૩૬
[નજ સ્વભવ સધન વડ.]
મુનિદશામાં નિજસ્વભાવ સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી, અનંતચતુષ્ટય પ્રગટ કર્યોં છે.
મુનિદશામાં પંચમહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણનો શુભરાગ હોય છે, પણ તે રાગના સાધન વડે કે શરીરાદિકના
સાધન વડે કેવળજ્ઞાન પામ્યા નથી, અંતરમાં નિજસ્વભાવ સાધન વડે એટલે કે સ્વભાવના આશ્રમે
શુદ્ધોપયોગરૂપ સાધન વડે જ ભગવાને કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટ કર્યાં છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય
અને અનંત સુખ–એવા ચતુષ્ટય સહિત અરિહંત ભગવાન બિરાજમાન છે.
[કેવળજ્ઞાન.]
અરિહંત ભગવાન પોતાના અનંત જ્ઞાન વડે જીવાદિ સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અનંત ગુણપર્યાયો
સહિત એક સાથે પ્રત્યક્ષ જાણે છે. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણપર્યાયો સહિત છે; નિગોદનો જીવ પણ તેના
પોતાના ગુણ–પર્યાયો સહિત છે, બીજાને કારણે તેના ગુણ–પર્યાયો નથી, કર્મના પરમાણુઓ તેના પોતાના ગુણ–
પર્યાયો સહિત છે, તેના ગુણ–પર્યાયો આત્મામાં નથી; એ પ્રમાણે સમસ્ત દ્રવ્યોને પોતપોતાના ગુણપર્યાયો સહિત
એક સાથે ભગવાન જાણે છે; પોતાના આત્મદ્રવ્યને પણ પોતાના ગુણપર્યાયો સહિત પ્રત્યક્ષ જાણે છે. અરિહંત
ભગવાનને નમસ્કાર કરતાં તેમના આવા કેવળજ્ઞાન સામર્થ્યને ઓળખવું જોઈએ.
[કવળદશન.]
અનંતદર્શન વડે કેવળી ભગવાન સમસ્ત પદાર્થોને સામાન્યપણે અવલોકે છે. આવા કેવળજ્ઞાન અને
કેવળદર્શન ભગવાનને એક સાથે જ વર્તે છે; એક સમયે કેવળજ્ઞાન ને બીજા સમયે કેવળદર્શન– એવો ક્રમ
અરિહંત ભગવાનને હોતો નથી.
[અનંતવીર્ય.]
અરિહંત ભગવાન આત્માના અનંતવીર્ય વડે કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે.
જુઓ, આ આત્માનું બળ! પરમાં કાંઈ કરે એવું આત્માનું સામર્થ્ય નથી, પણ કેવળજ્ઞાન અને કેવળદર્શનને
ધારણ કરે એવું આત્માનું બળ છે. ભગવાનને તે અનંત આત્મબળ પ્રગટી ગયું છે.
[અનંત આનંદ.]
અરિહંત ભગવાન અનંતસુખ વડે આત્માના નિરાકુળ પરમાનંદને અનુભવે છે. આત્માના સ્વભાવનો
અતીન્દ્રિય આનંદ ભગવાનને પરિપૂર્ણ ખીલી ગયો છે.
[શતરસ.]
અરિહંત ભગવાન સર્વથા સર્વ રાગ–દ્વેષાદિ વિકારભાવોથી રહિત થઈને શાંતરસરૂપ પરિણમ્યા છે.
આત્માના અસંખ્ય ચૈતન્યપ્રદેશે શાંતરસ પ્રગટી ગયો છે, ભગવાન શાંતરસમાં મગ્ન છે.
[ક્ષુધાદિ દોષ રહિતપણું.]
વળી, ક્ષુધા–તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈને ભગવાન દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. ભગવાનને
ક્ષુધા, તૃષા, રોગ વગેરે હોતાં નથી, એટલે આહાર–પાણી કે ઔષધ પણ હોતાં નથી. સ્વર્ગના દેવોને હજારો વર્ષે
આહારની ઈચ્છા ઊપજે, અને અરિહંત ભગવાન રોજ આહાર કરે–એમ માનનારે અરિહંત ભગવાનને ઓળખ્યા
નથી, તેથી તેનું ‘णमो अरिहंताणं’ પણ સાચું નથી. ભગવાનનો આત્મા પૂર્ણ અતીન્દ્રિયભાવે પરિણમી ગયો છે
ત્યાં દેહમાં ક્ષુધાદિ ઉત્પન્ન જ થતાં નથી, ને ભગવાનને આહારાદિ હોતાં નથી. ક્ષુધા તે દોષ છે, ભગવાનને ક્ષુધા
લાગે એમ માનનારે ભગવાનને દોષવાળા માન્યા છે.
[વસ્ત્રાિદરિહત પરમાૈદાિરકપણું.]
ભગવાનને અંતરમાં તો રાગ–દ્વેષાદિ ભાવોનો અભાવ થઈને વીતરાગતા થઈ ગઈ છે, ને બહારમાં પણ
શસ્ત્ર–વસ્ત્ર વગેરે હોતાં નથી. વસ્ત્રાદિનું ધારણ કરવું તે રાગનું ચિહ્ન છે ને શાસ્ત્રાદિનું ધારણ કરવું તે દ્વેષનું
ચિહ્ન છે, ભગવાનને એવાં નિંદ્ય ભાવોનાં ચિહ્ન હોતાં નથી. ભગવાનનું શરીર પણ પરમ ઔદારિક શાંતરસરૂપ
થઈ ગયું છે, મુદ્રા પરમ શાંત થઈ ગઈ છે.
[ધર્મતીર્થના પ્રવર્તક.]
વળી ભગવાનના દિવ્યધ્વનિ વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે. ભગવાનની દેશના છૂટે ને ધર્મ પામનારા જીવો