આત્મા! તેં તારા અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી; તારો આત્મા એક
સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વભાવથી ભરેલો છે તેને ઓળખીને તેની પ્રીતિ કર.
અંર્તઆત્મામાં એકાગ્ર થતાં રાગ ટળી જાય છે ને સર્વજ્ઞતા પ્રગટી જાય છે, માટે રાગ
તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે તારું સ્વરૂપ છે.–આ પ્રમાણે રાગથી ભિન્ન
જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે મુક્તિના ઉપાયનું પહેલું સોપાન છે.