Atmadharma magazine - Ank 138
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
સમયસારની સમાપ્તિ.ને.પ્રવચનસારનો પ્રારંભ
પરમપૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં સમયસાર દસમી વખત વંચાતું હતું.
આ ફાગણ વદ અમાસના રોજ સમયસાર સમાપ્ત થતાં દસમી વખતના
પ્રવચનો પૂર્ણ થયા છે. અને ચૈત્ર સુદ બીજના સુપ્રભાતે ગુજરાતી
પ્રવચનસાર ઉપર ત્રીજી વખતના પ્રવચનોનો મંગલ પ્રારંભ થયો છે.
સંસારસમુદ્રનો પાર પામી ગએલા સંતોએ, સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય
પરમ આનંદના પિપાસુ એવા ભવ્ય જીવોના હિતને માટે જેની રચના કરી છે,
એવું આ પ્રવચનસાર ગુરુદેવના શ્રીમુખે શ્રવણ કરતાં જિજ્ઞાસુ શ્રોતાઓને
ઘણો ઉલ્લાસ આવે છે....અને અતીન્દ્રિય જ્ઞાન તથા અતીન્દ્રિયસુખ માટેની
તેની પિપાસા વધુ ઉગ્ર બને છે. તેનો ઉપાય બતાવતાં પ્રારંભમાં જ પૂ.
ગુરુદેવે કહ્યું કે: જેમ દરિયામાં ઊંડે ઊતરતાં રત્નની પ્રાપ્તિ થાય છે., તેમ
જ્ઞાનસ્વભાવી આત્મામાં ઊંડે ઊંડે ઊતરતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ
થાય છે, કેમકે આત્માનો સ્વભાવ સ્વયં આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિયઆનંદની
આવી વાર્તા સાંભળતાં મુમુક્ષુના હૈયામાંથી સહેજે એવા ઉદ્ગાર સરી પડે છે
કે:
जय हो........... आनंददर्शक प्रवचनसारना प्रवचनकारनो!
સ્વ – સામર્થ્યની પ્રતીત

અરે જીવ! તેં તારા પરમાનંદ તત્ત્વને અનાદિથી લક્ષમાં લીધું નથી,
પરમાત્મદશા પ્રગટવાની તાકાત મારામાં જ અત્યારે પડી છે–એવી પ્રતીતિ
કદી કરી નથી, અને પૂર્વે સત્સમાગમે યથાર્થ રુચિ પૂર્વક તેનું શ્રવણ પણ કર્યું
નથી. અંર્તસ્વભાવની સન્મુખ થઈને પ્રતીત અને અનુભવ કરતાં ખ્યાલમાં
આવે છે કે અહો! સર્વજ્ઞતાનું સામર્થ્ય મારામાં જ ભર્યું છે, તેમાંથી જ મારી
સર્વજ્ઞતા વ્યક્ત થાય છે. અલ્પજ્ઞતા વખતે પણ સર્વજ્ઞતાનું સામર્થ્ય મારા
સ્વભાવમાં નિત્ય ભર્યું છે; આવા અંર્તસ્વભાવને પ્રતીતમાં લઈને તેનું
અવલંબન કરતાં સર્વજ્ઞતા પ્રગટી જાય છે, આ સિવાય બીજા કોઈપણ
સાધનથી સર્વજ્ઞતા પ્રગટતી નથી.