નાંખું!–પણ પરમાણુઓમાં એવો જ સ્વભાવ છે કે પોતપોતાની યોગ્યતા પ્રમાણે તેઓ પરિણમી જાય છે.
“યોગ્યતા” તે અંતરંગ કારણ છે, ને તેને અનુસાર જ કાર્ય થાય છે.
સાગરોપમની જ,–એમ કેમ? તો ષટ્ખંડાગમમાં આચાર્યદેવ કહે છે કે પ્રકૃતિવિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિબંધ
થાય છે, એટલે કે તે તે વિશેષ પ્રકૃતિઓની તેવી જ અંતરંગ યોગ્યતા છે, ને તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી
જ તેવું કાર્ય થાય છે. એમ કહીને ત્યાં આચાર્યદેવે મહાન સિદ્ધાંત જણાવ્યો છે કે “બધે ઠેકાણે અંતરંગ કારણથી
જ કાર્યની ઉત્પત્તિ થાય છે,”–એવો નિશ્ચય કરવો.
પ્રકૃતિઓનો એવો જ સ્વભાવ છે. સ્વભાવ કહો, યોગ્યતા કહો, કે અંતરંગ કારણ કહો–તેનાથી જ કાર્યની ઉત્પત્તિ
થાય છે. એ સિવાય બાહ્ય કારણોથી ઉત્પત્તિ થતી નથી. જો કદી પણ બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી હોય તો
ચોખાના બીજમાંથી ઘઉંની ઉત્પત્તિ થવી જોઈએ, પણ એમ કદી બનતું નથી.
મૂળીયામાં ગમે તેટલા કેરીના રસના ઢગલા કરો તો પણ લીમડામાં આંબા પાકતા નથી, કેમકે બાહ્યકારણથી
કાર્યની ઉત્પત્તિ થતી નથી. જો બાહ્યકારણ અનુસાર કાર્યની ઉત્પત્તિ થાય તો તો અજીવનું નિમિત્ત બનતાં તે
અજીવને અનુસાર જીવ પણ અજીવ થઈ જશે!–પણ એમ કદી બનતું નથી, સર્વત્ર અંતરંગ કારણથી જ કાર્યની
ઉત્પત્તિ થાય છે, બાહ્ય કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી.
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઉનાળાની રજાઓ દરમિયાન
સોમવાર તા. ૩૦–૫–૫૫ સુધી વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે
શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા જિજ્ઞાસુ જૈનબંધુઓ
પણ આ વર્ગનો લાભ લઈ શકશે. વર્ગમાં દાખલ થનારને માટે જમવાની તથા
રહેવાની વ્યવસ્થા શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે. વર્ગ પૂરો થયા
પછી પરીક્ષા લઈને પ્રમાણપત્ર આપવામાં આવશે.