: ૧૬૬ : આત્મધર્મ ૨૪૮૧: ચૈત્ર :
આવા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ આત્માને જે ભાવે છે તેને અનાદિના મિથ્યાત્વાદિ ભાવોનું પ્રતિક્રમણ હોવાથી તે
જીવ પ્રતિક્રમણસ્વરૂપ છે. પરમ પુરુષાર્થમાં પરાયણ ધર્માત્માને આવું પ્રતિક્રમણ હોય છે.
આનંદમૂર્તિ ભગવાન કારણપરમાત્માની ભાવના વડે જે જીવ સમ્યક્ત્વાદિ પ્રગટ કરીને મિથ્યાત્વાદિ
ભાવોને છોડે છે તે જ પરમપુરુષાર્થમાં પરાયણ છે. જે જીવ રાગમાં લીન છે–વ્યવહારમાં લીન છે તે જીવ
પરમપુરુષાર્થમાં પરાયણ નથી, પણ ઊંધા પુરુષાર્થવાળો છે; તેને પ્રતિક્રમણ હોતું નથી. જેણે ચિદાનંદ સ્વભાવમાં
એકાગ્રતા કરીને તેનું અવલંબન લીધું, ને રાગનું અવલંબન છોડ્યું, તે જીવ શુદ્ધરત્નત્રયના પરમપુરુષાર્થમાં
પ્રવીણ છે, ને તેને જ અનાદિના મિથ્યાત્વાદિ ભાવોનું ખરું પ્રતિક્રમણ હોય છે.
અતિ આસન્નભવ્યજીવને પરમપુરુષાર્થમાં પ્રવીણતાથી અંતરમાં એકાગ્રતા વડે આવું સમ્યગ્દર્શનાદિરૂપ
પરિણમન થઈ જાય છે; અંર્તસ્વભાવની રુચિના જોરે અંતર્મુખી થઈને આત્મા પોતે સમ્યક્ રત્નત્રયરૂપે
પરિણમી જાય છે,–ત્યાં યાદ રાખવું નથી પડતું–ગોખવું નથી પડતું,–પણ અંતરનો આશ્રય વર્તે છે ત્યાં
સમ્યગ્દર્શનાદિરૂપે સહજ પરિણમન વર્તે છે.
“ધર્મદીવાકર”
જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મામાં જેણે પ્રકાશ કર્યો–જ્ઞાન દીપક વડે આત્માને પ્રકાશિત કર્યો તે ખરેખર
‘ધર્મદીવાકર’ છે, જેને હજી જ્ઞાનપ્રકાશી આત્માનું ભાન નથી, આત્મામાં જ્ઞાનદીપકનો પ્રકાશ પ્રગટ કર્યો નથી ને
અજ્ઞાનનું અંધારૂં ટાળ્યું નથી તે ‘ધર્મદીવાકર’ કેવો? પૈસા ખરચે ને લોકો ભેગા થઈને ‘ધર્મદીવાકર’નું બિરૂદ
આપી દ્યે તેથી કાંઈ આત્મામાં ધર્મના દીવા થતા નથી. ચિદાનંદતત્વનું ભાન કરીને પોતાના આત્મામાં જેણે
જ્ઞાનદીવડા પ્રગટાવ્યા ને અજ્ઞાન–અંધકારનો નાશ કર્યો તે જ ‘ધર્મદીવાકર’ છે.
• • • • •
સર્વત્ર અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ
“कुदो? पयडिविसेसादो। ण च सव्वाइं कज्जाइं बज्भ्क्तत्थमवे–क्खिय चे उप्पज्जंति, सालिबीजादो
जवंकुरस्स वि उप्पत्तिप्पसंगा। ण च तारिसाइं दव्वाइं तिसु वि कालेसु कहिं पि अस्थि, जेसिं बलेण
सालिबीजस्स जवंकुरुप्पायण सत्ती होज्ज, अणवस्थापसंगादो। तम्हा कम्हि वि अंतरं गकारणादो चेव
कज्जुप्पत्ती होदि त्ति णिच्छओ कायव्वो।”
(हिंदी अर्थ) क्योंकि, प्रकृतिविशेष होनेसे इन सूत्रोक्त प्रकृतियों का यह स्थितिबन्ध होता है।
सभी कार्य एकान्त से बाह्य अर्थकी अपेक्षा करके ही नहीं उत्पन्न होते हैं।, अन्यथा शालिधान्य के बीज
से जौ के अंकुरकी भी उत्पत्ति का प्रसंग प्राप्त होगा। किन्तु उस प्रकार के द्रव्य तीनों ही कालों में
किसी भी क्षेत्रमें नहीं हैं कि जिनके बलसे शालिधान्य के बीजसे जौ के अंकुर को उत्पन्न करने की
शक्ति हो सके। यदि ऐसा होने लगेगा तो अनवस्था दोष प्राप्त होगा। इसलिये कहीं पर भी अन्तरंग
कारण से ही कार्य की उत्पत्ति होती है, ऐसा निश्चय करना चाहिए।
(–श्री षट्खंडागम पुस्तक ६ पृ. १६४)
દસમા ગુણસ્થાનવર્તી જીવને લોભનો સૂક્ષ્મ અંશ અને યોગનું કંપન વર્તે છે, ત્યાં તેને મોહ અને આયુ
સિવાયના છ કર્મોની કુલ સત્તર પ્રકૃતિઓ (જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૪, અંતરાયની પ, સાતાવેદનીય ૧,
ઉચ્ચગોત્ર ૧, યશકીર્તિ ૧ એ પ્રમાણે ૧૭ પ્રકૃતિઓ) બંધાય છે. તેમાં જ્ઞાનાવરણ–દર્શનાવરણ ને અંતરાયની
સ્થિતિ અંતઃમુહૂર્તની જ હોય છે, જ્યારે સાતાવેદનીયની સ્થિતિ ૧૨ મુહૂર્તની તથા ગોત્ર અને નામ કર્મની સ્થિતિ
આઠ મુહૂર્તની બંધાય છે; છએ કર્મોનું બંધન એક સાથે થતું હોવા છતાં આ પ્રમાણે સ્થિતિમાં ફેર પડે છે.
સ્થિતિમાં આવો ફેર કેમ પડે છે એવો પ્રશ્ન થતાં આચાર્યદેવ ઉત્તર આપે છે કે પ્રકૃતિ વિશેષ હોવાથી,–એટલે કે તે
તે ખાસ પ્રકૃતિનું અંતરંગ કારણ જ તેવું છે, અને તે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે.
આત્માને કષાય પરિણામ થયા તથા યોગનું કંપન થયું, તેના નિમિત્તે, કર્મ થવાને યોગ્ય પરમાણુઓ કર્મરૂપે