: ચૈત્ર : ૨૪૮૧ આત્મધર્મ : ૧૬૫ :
[ફગણ વદ દસમન રજ પ્રવચનમથ. (નયમસર ગ. ૯૧)
ચિદાનંદતત્ત્વનું ભાન કરીને પોતાના આત્મામાં જેણે જ્ઞાનદીવડા પ્રગટાવ્યા ને અજ્ઞાન–
અંધકારનો નાશ કર્યો તે જ “ધર્મદીવાકાર” છે. .....તે જીવ શુદ્ધ રત્નત્રયના પરમપુરુષાર્થમાં
પ્રવીણ છે ને તેને જ અનાદિના મિથ્યાત્વાદિ ભાવોનું ખરું પ્રતિક્રમણ હોય છે.
આ પ્રતિક્રમણનો અધિકાર છે.
સૌથી પહેલું પ્રપિક્રમણ મિથ્યાત્વનું થાય છે. આત્માનું ભાન કરીને અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે જ
અનાદિના મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે. આવા સમ્યગ્દર્શન વગર સાચું પ્રતિક્રમણ કે ધર્મ ન હોય.
ભવચક્રનો નાશ કરનારી અપૂર્વ ભાવના
જીવે મિથ્યાત્વાદિ ભાવો પૂર્વે અનાદિ કાળથી ભાવ્યા છે, પણ ચિદાનંદસ્વભાવનો આશ્રય કરીને
સમ્યક્ત્વાદિ ભાવોને પૂર્વે કદી ભાવ્યા નથી. અતિ આસન્નભવ્ય મુમુક્ષુ જીવ તે મિથ્યાત્વાદિ ભાવોને છોડીને,
પોતાના પરમાત્મતત્વના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ભાવો રૂપે પરિણમે છે, એ જ તેનું પ્રતિક્રમણ છે.
ચિદાનંદતત્ત્વના આશ્રયે સમ્યક્ત્વાદિની ભાવના છે તે ભવભ્રમણનો નાશ કરનારી છે. આવી ભાવનાવાળો જીવ
અતિ આસન્નભવ્ય છે, એટલે કે અલ્પકાળમાં તે મુક્તિ પામે છે.
આનંદ લક્ષણવાળો આત્મા
અહીં મુનિરાજ કહે છે કે ભગવાન આત્મા સદાય આનંદ–લક્ષણવાળો છે આનંદ આત્માનું લક્ષણ છે; કઈ
રીતે? કે જ્ઞાન અંતર્મુખ થઈને આનંદને પકડે છે–આનંદમાં એકાગ્ર થાય છે; અંતર્મુખ થઈને આત્માને પકડતાં
અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે, તેથી આનંદને જ આત્માનું લક્ષણ કહ્યું. શાસ્ત્રોમાં જ્ઞાનને આત્માનું લક્ષણ
કહ્યું છે પણ જ્યાં જ્ઞાન અંતર્મુખ થઈને લક્ષ્યને પકડે ત્યાં તે જ્ઞાન સાથે અતીન્દ્રિય–આનંદ ન હોય એમ બને
નહિ. માટે જ્ઞાનની જેમ આનંદ તે પણ આત્માનું લક્ષણ છે.
ભગવાન કારણપરમાત્મા તો નિત્ય આનંદ લક્ષણવાળો છે–સદાય અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે, ને
અપૂર્વ પુરુષાર્થ વડે તેમાં એકાગ્ર થયો ત્યાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વ્યક્ત વેદન થાય છે. આવા
આનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે, ને તે આનંદમાં લીનતા તે
સમ્યક્ચારિત્ર છે.
પરમપુરુષાર્થ પરાયણ જીવનું પ્રતિક્રમણ
ભગવાન પરમાત્મસુખનો અભિલાષી એવો ‘પરમપુરુષાર્થપરાયણ ભવ્ય જીવ’ ચિદાનંદ સ્વભાવના
આશ્રયે નિશ્ચય રત્નત્રયને ભાવે છે. ભગવાન કારણપરમાત્માના આશ્રયે થતા શ્રદ્ધા–જ્ઞાન–રમણતા સ્વરૂપ
નિશ્ચય રત્નત્રય છે.