Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 22
single page version

background image
કરીને અનેકાન્ત વડે જેણે ભગવાન આત્માને પ્રસિદ્ધ કર્યો છે તેને અભેદ પરિણમનમાં આ બધી શક્તિઓ
નિર્મળપણે ઊછળે છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવતા તો બધા જીવોને અનાદિથી છે જ, ઉત્પાદ–વ્યય–ધ્રુવતા વિનાનો કોઈ જીવ એક ક્ષણ
પણ હોય નહિ. પણ જ્ઞાની પોતાના આવા સ્વભાવને જાણતો તેના આશ્રયે નિર્મળપણે ઊપજે છે અને અજ્ઞાની
પોતાના આવા સ્વભાવને નહિ જાણતો પરાશ્રયે વિકારપણે ઊપજે છે––બસ! આમાં ધર્મ–અધર્મ સમાઈ જાય છે.
સ્વાશ્રિત નિર્મળ પરિણમન તે ધર્મ અને મોક્ષમાર્ગ છે, ને પરાશ્રિત વિકારી પરિણમન તે અધર્મ અને સંસાર છે.
જેમ અભવ્ય જીવને પણ જ્ઞાનગુણ તો અનાદિઅનંત પરિણમે છે, જ્ઞાન પરિણમન વગરનું તો એક સમય પણ
હોય નહિ, પણ તેને પોતાના જ્ઞાનસ્વભાવની ખબર નથી એટલે જ્ઞાનશક્તિનો આશ્રય કરીને તે નથી
પરિણમતા, તેથી તેને જ્ઞાનશક્તિનું ખરું પરિણમન થતું નથી. જ્ઞાનશક્તિ સાથે અભેદ થઈને ન પરિણમતાં, પર
સાથે એકતા માનીને પરિણમે છે તેથી જ્ઞાન અજ્ઞાનરૂપ થઈને પરિણમે છે, તે ખરેખર જ્ઞાનનું પરિણમન નથી.
જ્ઞાનશક્તિ સાથે એકતા કરીને પરિણમે તે જ જ્ઞાનનું ખરું પરિણમન છે. તેમ આ ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિ પણ
બધા જીવોમાં ત્રિકાળ છે, ને તેનું પરિણમન પણ થઈ જ રહ્યું છે; પણ અજ્ઞાનીને સ્વભાવમાં અભેદપરિણમન
નથી તેથી એકલું વિભાવરૂપ પરિણમન છે. તે વિભાવરૂપ પરિણમન પણ તેની પોતાની શક્તિનું ઊંધુંં પરિણમન
છે, પરને કારણે નથી. વિભાવરૂપ પરિણમન જો પરને કારણે થતું હોય તો તે વખતે તેની શક્તિનું પોતાનું તો
કાંઈ પરિણમન ન રહ્યું, એટલે શક્તિ જ ન રહી, ને શક્તિ વગર આત્મા જ ન રહ્યો! માટે એ દ્રષ્ટિ ઊંધી છે.
વિભાવપરિણમન પણ તેનું પોતાનું છે પણ તે સ્વભાવની સાથે એકમેક નથી માટે તે શક્તિનું ખરું પરિણમન
નથી–એમ જ્ઞાની જાણે છે. જે એકલા વિભાવના જ ક્રમપણે પરિણમે તેને ખરેખર આત્મા જ કહેતા નથી. જો કે
‘આત્મા’ મટીને તે કાંઈ ‘જડ’ થઈ ગયો નથી, પણ તેને પોતાને ક્યાં આત્માની ખબર છે? તેને પોતાને
આત્માની ખબર નથી તેથી તેની દ્રષ્ટિમાં તો આત્મા છે જ નહિ. ક્રમ અને અક્રમપણે વર્તવાના સ્વભાવવાળું જે
આત્મદ્રવ્ય તેનો આશ્રય (રુચિ અને લીનતા) કરીને પરિણમ્યો તેને જ આત્માની પ્રસિદ્ધિ થઈ, એટલે સ્વાશ્રય
કરીને નિર્મળપણે પરિણમ્યો તે જ ખરેખર આત્મા છે.
‘આત્માનો ક્રમ–અક્રમ સ્વભાવ છે, તેથી તેની પર્યાયો ક્રમબદ્ધ પણ થાય ને અક્રમે પણ થાય’ –એમ કોઈ
કહે તો તેની વાત જૂઠી છે, આત્માના ક્રમ–અક્રમ સ્વભાવને (ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિને) તે સમજ્યો નથી.
ભાઈ! અક્રમપણું તો ગુણોની ધ્રુવતા અપેક્ષાએ છે, પર્યાય અપેક્ષાએ કાંઈ અક્રમપણું નથી, પર્યાયો તો ક્રમવર્તી
સ્વભાવવાળી જ છે.
વસ્તુના બધા ગુણો સહભાવી છે એટલે કે એક સાથે સર્વ પ્રદેશે પથરાયેલા છે, એક બીજાનો સાથ
છોડતા નથી, એટલે તેમાં ક્ષેત્રભેદ કે કાળભેદ નથી. ને પર્યાયો ક્રમભાવી છે એટલે એક પછી બીજી થાય છે, બે
પર્યાયો ભેગી થતી નથી એટલે તેમાં કાળભેદ છે.
પર્યાયો ક્રમવર્તી હોવા છતાં આડીઅવળી નથી પણ નિયત છે. જેમ વસ્તુના બધા ગુણો એક સાથે જ
વસ્તુમાં સર્વ પ્રદેશે વ્યાપેલા છે, તેમાં કદી કોઈ ગુણ ઘટતો કે વધતો નથી; તેમ વસ્તુના અનાદિ અનંત
પ્રવાહક્રમમાં ત્રણકાળની પર્યાયો પોતપોતાના સમયમાં વ્યાપેલી છે. ત્રણકાળની પર્યાયોનો પ્રવાહ નિયત પડ્યો
છે, પર્યાયોની ક્રમબદ્ધધારાની સંધિ કદી તૂટતી નથી. આ રીતે પર્યાયને ‘ક્રમવર્તી’ કહેતાં તેનો અર્થ ‘નિશ્ચિત
ક્રમબદ્ધ’ થાય છે–એનો ખુલાસો કર્યો. કોઈ એમ કહે છે કે ‘ક્રમવર્તી’ નો અર્થ ફક્ત ‘એક પછી એક’ એટલો જ
કરવો, એક પછી એક થનાર પર્યાયમાં અમુક સમયે અમુક જ પર્યાય થશે–એમ ન લેવું, –પણ એ વાત ખોટી છે.
ક્રમવર્તી પર્યાય કહેતાં એક પછી એક તો ખરું, પણ કયા સમયે કઈ પર્યાય થવાની છે તેનો ક્રમ પણ નિશ્ચિત છે.
પ્રમેયકમલમાર્તંડમાં (૩–૨૮) ‘ક્રમભાવ’ ને માટે નક્ષત્રોનું દ્રષ્ટાંત આપ્યું છે.
જેમ ૨૮ નક્ષત્રો નિશ્ચિત ક્રમબદ્ધ છે, સાત વાર નિશ્ચિત ક્રમબદ્ધ છે, તેમ દ્રવ્યની ત્રણકાળની પર્યાયો પણ
નિશ્ચિત ક્રમબદ્ધ છે. પર્યાયોને ક્રમબદ્ધ ન માને તો વસ્તુમાં ઉત્પાદ–વ્યય સિદ્ધ થતા નથી, ઉત્પાદ–વ્યય વિના
ધ્રુવતા પણ રહી શકતી નથી; અને ઉત્પાદ–વ્યય–ધ્રુવતા વિના વસ્તુ જ સત્’ સિદ્ધ થતી નથી, કેમ કે ‘સત્’
સદાય ઉત્પાદ–વ્યય–ધ્રુવ યુક્ત જ હોય છે, ઉત્પાદ–વ્યયધ્રુવ વગરની કોઈ પણ વસ્તુ સત્ હોઈ શકે નહિ. અહો!
એક–ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિ વર્ણવી તેમાં ઘણું રહસ્ય ભર્યું છે.
અહીં ૨૮ નક્ષત્રનો દાખલો આપતાં ૨૮ મૂળ ગુણ યાદ આવી ગયા; જુઓ, કુદરતમાં નક્ષત્રો ૨૮ છે ને
(અનુસંધાન માટે જુઓ ટાઈટલ પાન ૨ ઉપર)

PDF/HTML Page 22 of 22
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
• સુવર્ણપુરી સમાચાર •
મંગલ કામના
પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે; વૈશાખ સુદ બીજે તેઓશ્રીના ૬૬મા વર્ષમાં મંગળપ્રવેશ
પ્રસંગે આપણે સૌ ભક્તજનો મંગલકામનાપૂર્વક તેઓશ્રીનું દીર્ઘાયુષ ઈચ્છીએ છીએ.
વ્યાખ્યાન
સવારના વ્યાખ્યાનમાં હાલ પ્રવચનસાર વંચાય છે, તથા બપોરના વ્યાખ્યાનમાં નિયમસાર વંચાય છે.
આ ઉપરાંત રાત્રિચર્ચા ભક્તિ વગેરે કાર્યક્રમ નિયમિત ચાલે છે.
કારણશુદ્ધપર્યાયની લેખમાળા
નિયમસારની ‘કારણશુદ્ધપર્યાય’ સંબંધમાં પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનોની લેખમાળા આવતા અંકથી
આત્મધર્મમાં શરૂ થશે. પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી આ વિષયની જરાક ઝાંખી આ અંકમાં આપી છે. આ
વિષયની વિસ્તારથી છણાવટ કરીને સ્પષ્ટતાપૂર્વક કારણશુદ્ધપર્યાયનું મહત્ત્વ સમજાવનારા પ્રવચનો આગામી
અંકથી શરૂ થશે. આ લેખમાળા લગભગ આઠ અંક સુધી ચાલશે.
ક્રમબદ્ધપર્યાયનાં તેર પ્રવચનો
‘ક્રમબદ્ધપર્યાય’ નું ખાસ સ્પષ્ટીકરણ કરીને તેનું મૂળભૂત તાત્પર્ય સમજાવનારા, પૂ. ગુરુદેવના તેર
પ્રવચનો આત્મધર્મમાં પ્રસિદ્ધ થઈ ગયા છે, તે જિજ્ઞાસુઓએ વાંચ્યા હશે આ પ્રવચનો દરેક જિજ્ઞાસુએ વાંચવા
જેવા છે. હજી પણ આત્મધર્મના ગ્રાહક થનારને આ ક્રમબદ્ધપર્યાયના તેર પ્રવચનો મળી શકે છે, ઉપરાંત
કારણશુદ્ધપર્યાયના પ્રવચનો પણ મલશે.
માનસ્તંભ – મહોત્સવ
ચૈત્ર સુદ દસમીએ માનસ્તંભ–પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ ઘણા ઉલ્લાસ અને ધામધૂમપૂર્વક ઊજવાયો હતો,
ચારે બાજુ ભવ્ય શણગારની વચ્ચે શોભતો દિવ્ય માનસ્તંભ, શ્રી જિનેન્દ્રદેવના વૈભવનો મહિમા બતાવતો હતો. એ
દિવસે સવારમાં શ્રી દેવ–ગુરુ–શાસ્ત્ર દર્શન અને માનસ્તંભને પ્રદક્ષિણા બાદ ભક્તિપૂર્વક માનસ્તંભની ચતુર્દિશામાં
સમૂહપૂજન થયું હતું. પૂ. ગુરુદેવના ખાસ પ્રવચન બાદ શ્રી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. બપોરના
પ્રવચન પછી માનસ્તંભના ચોગાનમાં માનસ્તંભ સન્મુખ ભક્તિ થઈ હતી. રાત્રે પણ ભક્તિ થઈ હતી.
મહવર જન્મકલ્યણક ઉત્સવ
ચૈત્ર સુદ તેરસના રોજ ભગવાન શ્રી મહાવીરપ્રભુનો જન્મકલ્યાણક ઉત્સવ હતો, અને સાથે સાથે પૂ.
ગુરુદેવના પરિવર્તનનો પણ આ જ દિવસ હોવાથી, આજનું સવારનું પ્રવચન ‘સ્ટાર ઓફ ઇંડિયા’ ના મકાનમાં
જ્યાં પૂ. ગુરુદેવે ૨૦ વર્ષ પહેલાંં પરિવર્તન કર્યું હતું ત્યાં થયું હતું. પ્રવચન માટે સ્વાધ્યાયમંદિરેથી પૂ. ગુરુદેવ
સાથે ભક્તમંડળ મહાવીરભગવાનની ધૂન ગાતાં ગાતાં સરઘસ આકારે બેન્ડવાજા સહિત ગયા હતા અને ત્યાં પૂ.
ગુરુદેવે મહાવીરભગવાનના આંતરિક–અત્મિકજીવન ઉપર ખાસ પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત સવારમાં
મહાવીરપૂજન અને બપોરે ભગવાનના જન્મોત્સવ સંબંધી ખાસ ભક્તિ થઈ હતી.
જૈનદર્શનશિક્ષણવર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઉનાળાની રજાઓ દરમિયાન વૈશાખ વદ ત્રીજ ને સોમવાર
તા. ૯–પ–પપ થી શરૂ કરીને, જેઠ સુદ નોમ ને સોમવાર તા. ૩૦–પ–પપ સુધી વિદ્યાર્થીઓને જૈનદર્શનના
અભ્યાસ માટે શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા જિજ્ઞાસુ જૈનબંધુઓ પણ આ વર્ગનો
લાભ લઈ શકશે. વર્ગમાં દાખલ થનારને માટે જમવાની તથા રહેવાની વ્યવસ્થા શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
તરફથી થશે. વર્ગ પૂરો થયા પછી પરીક્ષા લઈને પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ શિક્ષણ વર્ગમાં દાખલ થવા જેમની ઈચ્છા હોય તેમને સૂચના મોકલી દેવી અને વર્ગમાં હાજર થઈ
જવું. –શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)
તા. ક:– વર્ગમાં આવનાર દરેક વિદ્યાર્થીએ પોતાનું બીછાનું જરૂર સાથે લાવવું.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)