
મળશે. સંસારનો એક કણીયો પણ જેને ગમતો હશે તે જીવ આત્મા તરફ નહિ વળી
શકે. જેને આત્માનું સુખ જોઈતું હશે તેને સંસાર નહિ મળે, અને જેને સંસાર રાખવો
હશે તેને આત્માનું સુખ નહિ મળે; કેમકે બંનેની દિશા જ જુદી છે. માટે હે જીવ! જો
તારે આનંદમૂર્તિ આત્મા જોઈતો હોય તો આખા સંસારને ‘હરામ’ કર, કે મારે હવે
સંસાર સ્વપ્ને પણ જોઈતો નથી. એક ચિદાનંદ આત્મા સિવાય શરીર કે વિકાર તે કાંઈ
મારું સ્વરૂપ નથી ને તેમાં ક્યાંય મારું સુખ નથી, હું તો જ્ઞાન છું, ને મારામાં જ મારું
સુખ છે. આમ અંતરમાં ગોતતાં આનંદમય આત્માની પ્રાપ્તિ થાય છે.