Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 22

background image
[ટાઈટલ પાનું ૩ નું ચાલુ]
મુનિઓના મૂળગુણો પણ બરાબર ૨૮ છે, આ રીતે કુદરતી મેળ છે. મુનિદશા પણ કુદરત સાથે મેળવાળી
સહજ છે ને!
–ઉત્પાદ–વ્યય ધ્રુવત્વશક્તિ તો દરેક આત્મામાં સદાય છે, પણ જે જીવ ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વભાવી
આત્માનું લક્ષ કરીને પરિણમે તેને આ શક્તિનું ભાન થયું કહેવાય, ને તેને જ તેનું ખરું પરિણમન થાય. આ
પ્રમાણે બધી શક્તિઓમાં સમજવું. જેમકે પ્રભુત્વશક્તિ તો બધા આત્મામાં ત્રિકાળ છે, પણ અજ્ઞાનદશામાં તેનું
ભાન નહિ હોવાથી તેનું વિકારી પરિણમન છે. જ્યારે પ્રભુત્વસ્વભાવનું ભાન કરીને તેના આશ્રયે પરિણમ્યો
ત્યારે પ્રભુતાનું ખરું પરિણમન થયું. વળી એ જ રીતે અકાર્યકારણશક્તિ પણ દરેક આત્મામાં ત્રિકાળ છે, તેનું
પરિણમન પણ સદાય થયા જ કરે છે; પણ અજ્ઞાનીને તે શક્તિનું ભાન નથી એટલે તેને તેનું વાસ્તવિક
પરિણમન થતું નથી. જ્ઞાનીને પોતાના અકાર્ય–કારણસ્વભાવનું (–વિકારનું કાર્ય નહિ ને વિકારનું કારણ નહિ–
એવા જ્ઞાન સ્વભાવનું) ભાન થતાં પર્યાય પણ તેવા સ્વભાવરૂપે પરિણમી ગઈ, એટલે પર્યાયમાં પણ
અકાર્યકારણપણું થઈ ગયું. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં અકાર્યકારણપણું વ્યાપે છે ને એ રીતે બધી
શક્તિઓ દ્રવ્ય–ગુણપર્યાય ત્રણેમાં વ્યાપે છે. આ ખાસ સમજવા જેવી વાત છે કોઈ એમ કહે કે અકાર્યકારણપણું
પર્યાયમાં ન હોય, ––તો તેણે ખરેખર અકાર્યકારણશક્તિને જાણી જ નથી અકાર્યકારણ શક્તિને ખરેખર જાણે
અને પર્યાયમાં તેનું નિર્મળ પરિણમન ન થાય એમ બને જ નહિ.
અહીં ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિનું વર્ણન ચાલે છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિ તો જડમાં પણ છે, પરંતુ
તેની શક્તિ તેનામાં રહી, આત્મામાં તેનું નાસ્તિપણું છે. અહીં તો આત્માના જ્ઞાનમાત્ર ભાવની સાથે રહેલી
શક્તિઓનું આ વર્ણન છે. જ્ઞાનમાત્રભાવની સાથે આ શક્તિઓ પરિણમે છે, જેને જ્ઞાનમાત્રભાવની ખબર નથી
ને એકલા વિભાવનું જ પરિણમન વર્તે છે તેને શક્તિનું ખરું પરિણમન નથી. પર્યાયના ક્રમને આડોઅવળો ફેરવી
નાંખવાની વાત તો દૂર રહી, પરંતુ પોતાની પર્યાયના ક્રમમાં જેને એકલા વિભાવનું જ પરિણમન છે તેને પણ
વસ્તુના ક્રમ–અક્રમસ્વભાવની ખબર નથી. વસ્તુના ક્રમ–અક્રમસ્વભાવને જાણે તો સ્વસન્મુખ પરિણમન થયા
વિના રહે નહિ, એટલે તેના ક્રમમાં એકલું વિભાવ પરિણમન રહેજ નહિ, પણ સાધકદશા થઈ જાય. વિભાવ
પરિણમનમાં ક્રમપણું હોવા છતાં, તે આત્માની ત્રિકાળી શક્તિના અવલંબને થયેલું પરિણમન નથી એટલે તે
ખરેખર આત્મા જ નથી.
ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ નામની શક્તિ એક છે. ને ક્રમ–અક્રમરૂપ વર્તન તેનું કાર્ય છે; પણ તેથી કાંઈ એકલી
ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિમાં જ ક્રમ–અક્રમપણું છે ને બીજા ગુણોમાં ક્રમ અક્રમપણું નથી–એમ નથી. ઉત્પાદ–
વ્યય–ધ્રુવત્વ–શક્તિ દ્રવ્યની છે એટલે દ્રવ્યના બધા ગુણોમાં પણ તે વ્યાપક છે, તેથી દરેક ગુણ ગુણપણે ધ્રુવ
રહીને ક્રમવર્તી પર્યાયપણે પરિણમે–એવું ક્રમ–અક્રમપણું દરેક ગુણમાં પણ છે. અને આવા દ્રવ્યનો આશ્રય લઈને
પરિણમતાં શક્તિનું ખરું (સમ્યક્, નિર્મળ) પરિણમન થાય છે. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય અભેદ થઈને
પરિણમ્યા તેને જ ખરેખર આત્મા કહેવાય છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ સમજતાં ધ્રુવના આશ્રયે પર્યાય નિર્મળ
પરિણમવા માંડે છે.
દ્રવ્ય ધ્રુવપણે રહીને સમયે સમયે પર્યાય પલટે છે, દરેક ગુણ પણ ધ્રુવ રહીને પર્યાય પલટે છે, ને પર્યાય
નિયમિત ક્રમપ્રમાણે વર્તે છે, આ રીતે વસ્તુ ક્રમ–અક્રમ પણે વર્તવાના સ્વભાવવાળી છે; ક્રમ–અક્રમરૂપ વર્તન કહો
કે ઉત્પાદ–વ્યય–ધ્રુવતા કહો; ક્રમ તે ઉત્પાદ–વ્યય સુચવે છે ને અક્રમ તે ધ્રુવતા સૂચવે છે. વિકારી પર્યાય કે
નિર્મળપર્યાય તે દરેક પોતપોતાના ક્રમમાં જ વર્તે છે, તેમાંથી કોઈ પણ પર્યાયના નિશ્ચિત–ક્રમને આઘોપાછો
ફેરવવાનું માને તો તેને વસ્તુસ્વરૂપની ખબર નથી, જ્ઞાયકસ્વભાવની ખબર નથી. આમાં ખાસ વિશેષતા એ છે
કે વસ્તુના આવા સ્વભાવનો જે નિર્ણય કરે તેને પોતામાં નિર્મળપર્યાયનો ક્રમ શરૂ થઈ જ જાય છે.
સ્વભાવશક્તિની પ્રતીત થતાં તેના આશ્રયે નિર્મળ પર્યાય પરિણમવા માંડે છે. પછી સાધકદશામાં અલ્પ વિકારનું
પરિણમન રહ્યું તેનો તે જ્ઞાતા છે, વિકારનો ખરેખર કર્તા નથી તેમજ તે પર્યાયના ક્રમને આઘોપાછો ફેરવવાની
બુદ્ધિ પણ નથી. જુઓ, કોઈપણ શક્તિથી આત્માનો નિર્ણય કરતાં જ્ઞાન અંતર્મુખ થઈને પરિણમે છે, એ જ તેનું
ફળ છે.
–ચાલુ