Atmadharma magazine - Ank 140
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૯૮ : આત્મધર્મ : ૧૪૦
કાર્ય (સમ્યગ્દર્શનાદિ) થયા વિના રહે નહિ.
તારા મોક્ષમાર્ગનું કારણ તારી પાસે સતતપણે નિરંતર વહી રહ્યું છે. અંદરમાં કારણરૂપ શક્તિ ત્રિકાળ
પડી છે તેના સેવનથી મોક્ષમાર્ગ પ્રગટે છે, એ સિવાય બહારના વ્યવહારકારણના આશ્રયે તારો મોક્ષમાર્ગ
નથી. જેમ મોર થવાની શક્તિ મોરના ઇંડામાં પડી છે તેથી તેમાંથી મોર થાય છે; તેમ ચૈતન્યની શક્તિમાં
પરમાત્મદશાનું સામર્થ્ય ભર્યું છે તેમાંથી પરમાત્મદશા પ્રગટ થાય છે. પોતાના આત્માની શક્તિનો વિશ્વાસ
અને મહિમા આવવો જોઈએ કે પરમાત્મશક્તિ મારામાં જ ભરી છે, ક્યાંય બહારથી તે કાર્ય પ્રગટવાનું નથી.
અહીં તો, ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ કહીને, સામાન્યધ્રુવની સાથે વિશેષધ્રુવ બતાવવું છે, તે નજીકનું કારણ છે,
તેને “કારણનિયમ” કહ્યો છે, અને તે કારણનિયમમાં અનંતી મોક્ષપર્યાય આપવાનું સામર્થ્ય છે. પરમ
ઉત્કૃષ્ટસ્વભાવથી ભરેલો પારિણામિક ભાવ છે અને તેમાં સ્થિત એવો સ્વભાવ–અનંતચતુષ્ટયસ્વરૂપ સહજ
શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે કારણનિયમ છે; આને ‘કારણનિયમ’ કહીને મુનિરાજે બીજા કારણોનો અભાવ
બતાવ્યો છે એટલે કે રાગાદિ વ્યવહાર કારણો તે ખરેખર કારણ નથી–એમ સમજાવ્યું છે. અંતરમાં સહજ
પારિણામિક ત્રિકાળભાવ અને તેના શુદ્ધચેતનાપરિણામ તે નિશ્ચયકારણ છે, તે કારણના આશ્રયે તે નિયમથી
મોક્ષમાર્ગ પ્રગટે છે. કાર્યનિયમની સાથે કારણનિમની વાત કરીને અદ્ભુત રહસ્ય ખોલ્યું છે. કારણનિયમરૂપ
સ્વભાવ દરેક આત્મામાં વર્તી જ રહ્યો છે, તેના તરફ વળીને તેનો આશ્રય કરતાં કાર્યનિયમરૂપ મોક્ષમાર્ગ
પ્રગટે છે. આ રીતે પોતાનો અંતર્મુખસ્વભાવ તે જ કારણ છે. જેમ કાર્ય વર્તમાન છે તેમ તે કાર્યના આધારરૂપ
ધ્રુવકારણ તે પણ વર્તમાન છે. જેમ સામાન્યદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેમ તેનું વિશેષરૂપ વર્તમાન...વર્તમાન ધ્રુવ
પણ વર્તે છે; જો વર્તમાન પરિપૂર્ણ કારણરૂપે ધ્રુવ ન વર્તતું હોય તો મોક્ષમાર્ગરૂપી કાર્ય પ્રગટવાનું સામર્થ્ય
ક્યાંથી આવશે? જે નિર્મળકાર્ય છે તે વર્તમાન વર્તતા ધ્રુવકારણની સાથે અભેદ થાય છે. અહીં ‘સામાન્ય ધ્રુવ’
ને ‘વિશેષ ધ્રુવ’ એમ કહીને કાંઈ ધ્રુવના બે ભાગ નથી બતાવવા, પણ ધ્રુવ સ્વભાવની પરિપૂર્ણતા બતાવવી
છે. ત્રિકાળી સામાન્ય જેમ ધ્રુવ છે, તેમ તેનું વર્તમાન વિશેષ પણ ધ્રુવ છે; તેના જ આશ્રયથી નિર્મળ કાર્ય
પ્રગટી જાય છે માટે તેને કારણ (અર્થાત્ કારણશુદ્ધપર્યાય) કહે છે. ત્રિકાળી અભેદસ્વભાવનું જોર વર્તમાનમાં
પણ એવું ને એવું છે. તે દ્રષ્ટિનો વિષય છે, પણ તેનું વેદન ન થાય, વેદન તો તેના આશ્રયે જે નિર્મળ પર્યાય
પ્રગટે તેનું થાય.
જમીનમાં નીચેનું દળ સારું હોય પણ ઉપરનું થર ક્ષારવાળું હોય તો તેમાં ઝાડ ન ઊગે; જમીનનું અંદરનું
દળ સારું હોય ને ઉપરનું થર પણ સારું હોય તો તેના આધારે ઝાડ ઊગે. એમ આત્મામાં ત્રિકાળી ધ્રુવસ્વભાવનું
દળ તો શુદ્ધ છે ને તેનું વર્તમાન થર પણ એવું જ શુદ્ધ છે, તેના આધારે મોક્ષમાર્ગ ઝાડ ઊગે છે. ‘વર્તમાન’
કહેતાં અહીં વર્તમાન વર્તતી ઉત્પાદ વ્યયવાળી પર્યાય ન લેવી, પણ વર્તમાન વર્તતું ધ્રુવ સમજવું. ધ્રુવ–આશ્રય
વર્તમાનમાં પડ્યો છે–એમ અહીં અંદરનો આશ્રય બતાવવો છે.
અહો! ચૈતન્ય ભગવાન, ધ્રુવ જ્ઞાયક સ્વભાવથી ભરેલો, પરમ પારિણામિકભાવ છે, તેના સહજ
ચેતનાપરિણામ પણ વર્તમાન...વર્તમાન ધ્રુવ છે. ભાઈ! તું અંતરમાં જ્યારે જો ત્યારે મોક્ષનું કારણ તારી પાસે
વર્તમાનમાં જ પડ્યું છે, તે કારણને નવું ઉત્પન્ન કરવું પડતું નથી, તે કારણના આશ્રયે કાર્ય પ્રગટી જાય છે. કારણ
ક્યાંય બહાર શોધવા જવું પડે એમ નથી. એવું ને એવું ધ્રુવ જ્યારે જો ત્યારે વર્તમાનમાં તારી પાસે જ પડ્યું છે,
તેની પ્રતીત–જ્ઞાન ને રમણતા કરવી તે મોક્ષમાર્ગ છે. ધ્રુવ કારણ તો ત્રિકાળ પડ્યું છે ને તેને ઓળખતાં
મોક્ષમાર્ગ નવો પ્રગટે છે. મોક્ષમાર્ગ–શુદ્ધરત્નત્રય તે કાર્યનિયમ છે ને ધ્રુવસ્વભાવ તે કારણનિયમ છે.
કારણનિયમને કરવો નથી પડતો, તે તો ત્રિકાળ છે, જ્યારે જુઓ ત્યારે અંતરમાં કારણનિયમ તરીકે આત્મા
શોભી રહ્યો છે, તેના અંતર્મુખ અવલોકનથી કાર્યનિયમ પ્રગટી જાય છે. આવો કાર્યનિયમરૂપ મોક્ષમાર્ગ પ્રગટ
કરવો તે જ જીવનું નિયમથી કર્તવ્ય છે.
ભાઈ! તારા અંતરમાં કેવા ભંડાર ભર્યા છે તેની આ વાત છે. જેમ લક્ષ્મીની રુચિવાળા રાગી પ્રાણીને
કોઈ હીરા–માણેકનો ભંડાર બતાવે તો કેવી હોંસથી તે જુએ! તેમ જેને આત્માની રુચિ છે તેને અહીં મુનિરાજ
અંતરના ભંડાર બતાવે છે. ભાઈ! અનંતા મોક્ષનાં નિધાન