Atmadharma magazine - Ank 140
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૨૦૪ : આત્મધર્મ : ૧૪૦
ને જૈનદર્શનમાં પણ આ નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ જે શુદ્ધરત્નત્રય છે તે જ મોક્ષમાર્ગ છે, તે જ ‘નિયમસાર’ છે; આ સિવાય
પરાશ્રયે જેટલા ભાવો થાય તે કોઈ મોક્ષમાર્ગ નથી, વ્યવહાર રત્નત્રયનો શુભ વિકલ્પ પણ પરના આશ્રયે થાય
છે તેથી તે પણ મોક્ષમાર્ગ નથી. અહીં નિયમ સાથે ‘સાર’ કહીને આચાર્યદેવે તે બધાય પરાશ્રિત ભાવોને
મોક્ષમાર્ગમાંથી બાતલ કરી નાખ્યા છે. આ રીતે, શુદ્ધરત્નત્રયથી વિપરીત એવા વ્યવહારરત્નત્રયના વિકલ્પોનો
પણ પરિહાર કરીને નિશ્ચયરત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ છે તેનું આ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. જિનશાસનમાં તો
આવો મોક્ષમાર્ગ સર્વજ્ઞદેવે કહ્યો છે.
નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે તે મોક્ષનું કારણ છે. જુઓ, આ પણ વ્યવહાર છે.–કઈ રીતે? કે
મોક્ષમાર્ગરૂપ જે પર્યાય છે તેનો વ્યય થઈને મોક્ષપર્યાય પ્રગટે છે, તે મોક્ષપર્યાય ધ્રુવસ્વભાવમાંથી પ્રગટે છે તેથી
નિશ્ચયથી તો ધ્રુવપરમાત્મા જ મોક્ષનું કારણ છે, ને મોક્ષમાર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવું તે વ્યવહાર છે.
નિશ્ચયરત્નત્રયને મોક્ષમાર્ગ કહેવો તે કાંઈ વ્યવહાર નથી, તે મોક્ષમાર્ગ તો નિશ્ચયથી જ છે, પણ તેને મોક્ષનું
કારણ કહેવું તે વ્યવહારથી છે. અરે! નિશ્ચયરત્નત્રયને મોક્ષનું કારણ કહેવું તે પણ જ્યાં વ્યવહાર છે તો પછી
વ્યવહાર રત્નત્રયની તો શી વાત? વ્યવહારરત્નત્રય તો મોક્ષનું કારણ છે જ નહિ. આત્માના સહજ સ્વભાવમાં
રહેલો જે ‘કારણનિયમ’ છે તે સાદા શુદ્ધ છે, તે કારણનિયમનું ભાન કરીને તેનો આશ્રય કરતાં ‘કાર્યનિયમ’
એટલે શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તેમ જ મોક્ષદશા પ્રગટી જાય છે. અને એ જ કર્તવ્ય છે.
‘કારણ’ અને ‘કાર્ય’ની અદ્ભુત સંધિ દર્શાવનારા સંતોને નમસ્કાર.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
વૈશાખ સુદ બીજના રોજ પૂ. ગુરુદેવના
જન્મોત્સવ પ્રસંગે લીમડીના ભાઈશ્રી કાન્તિલાલ
હરિલાલ શાહ તથા તેમનાં ધર્મપત્ની કાન્તાબેન ––
એ બંનેએ સજોડ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ.
ગુરુદેવ પાસે અંગીકાર કરી છે. પ્રતિજ્ઞા બાદ તેમણે
પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
તેઓ હાલ મુંબઈ રહે છે, ને ત્યાંના મુમુક્ષુમંડળના
એક ઉત્સાહી કાર્યકર છે. પ્રતિજ્ઞા લેનાર બંનેને
ધન્યવાદ!
प्रकाशित हो चुका है!
आपके स्वाध्याय के लिये
तत्त्वज्ञानतरंगिणी [हिन्दी]
सजिल्द २–६–० अजिल्द २–०–०
प्राप्ति स्थान
जैन स्वाध्याय मंदिर ट्रस्ट
सोनगढ़ [सौराष्ट्र]