Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
વખતે પણ આત્માની અતીન્દ્રિય શાંતિના અંશનું વેદન પણ ભેગું જ વર્તે છે.–આવી સાધકની દશા છે. ભોક્તાપણું
અને તે જ વખતે તેનું સાક્ષીપણું–એ બંને જો ભેગાં ન હોય તો કાં કેવળી હોય ને કાં અજ્ઞાની હોય. કેવળીભગવાનને
હર્ષ–શોકનું ભોક્તાપણું સર્વથા ટળીને એકલું સાક્ષીપણું જ રહ્યું છે, અજ્ઞાનીને એકલું હર્ષશોકનું ભોક્તાપણું વર્તે છે ને
સાક્ષીપણું નથી. અજ્ઞાનીના આત્મામાં પણ અભોક્તારૂપ સાક્ષીસ્વભાવ તો છે પણ અજ્ઞાનીને તેની ખબર નથી તેથી
તેને પર્યાયમાં સાક્ષીપણાનું પરિણમન થતું નથી. સાધકજીવ અભોક્તાસ્વભાવને જાણતો થકો હર્ષ–શોક વખતે ય
તેના સાક્ષીપણે પરિણમે છે.
–અહીં ૪૧ મા અભોક્તૃનયથી આત્માનું વર્ણન પૂરું થયું
આ લેખમાળાના હવે પછીના લેખમાં ‘ક્રિયાનય’ અને ‘જ્ઞાનનય’ ના પ્રવચનો પ્રસિદ્ધ થશે. ક્રિયાનય અને
જ્ઞાનમય બાબતના પૂ. ગુરુદેવના આ પ્રવચનો જિજ્ઞાસુઓને ખાસ ઉપયોગી છે; તેની સાથે સાથે પંચાસ્તિકાયની
૧૭૨ મી ગાથામાં કહેલા નિશ્ચય–વ્યવહારનું પણ ખાસ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
(રાત્રિચર્ચામાંથી)
(૧) પ્રશ્નઃ– સ્વર્ગમાં, નરકમાં, તિર્યંચમાં તેમ જ મનુષ્યમાં એ ચારે ઠેકાણે સમ્યગ્દ્રષ્ટિ હોય છે, તે ચારેમાંથી
વધારે સુખી કોણ?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિપણાનું સુખ તો ચારેયને સરખું જ છે. મનુષ્યપણામાં આત્મામાં વિશેષ એકાગ્રતા વડે
ચારિત્રદશા પ્રગટ કરે તો તેને તે ચારિત્રદશાનું વિશેષ સુખ હોય છે. પરંતુ સમ્યગ્દર્શનનું સુખ તો ચારે ગતિના
જીવોને સરખું છે.
(૨) પ્રશ્નઃ– સમકિતીના સુખ કરતાં કેવળી ભગવાનનું સુખ કેટલું વધારે?
ઉત્તરઃ– સમકિતીના સુખ કરતાં કેવળી ભગવાનનું સુખ અનંતગણું અધિક છે.
(૩) પ્રશ્નઃ– પુણ્યના ફળમાં પૈસાવાળાને જે સુખ છે તેના કરતાં સમકિતીનું સુખ કેટલા ગણું?
ઉત્તરઃ– સમકિતીનું જે સુખ છે તે તો આત્માના સ્વભાવનું અતીન્દ્રિય સુખ છે, ને પૈસાવાળાનું જે સુખ છે તે
તો ઈંદ્રિયજન્ય સુખ છે એટલે કે ખરેખર તે સુખ નથી પણ સુખની માત્ર કલ્પના છે; ખરેખર તો તે દુઃખ છે; તેથી તે
ઈંદ્રિયજન્ય સુખની સાથે સમકિતીના અતીન્દ્રિય સુખને કોઈ રીતે સરખાવી ન શકાય. પૈસાના સુખ કરતાં સમકિતીનું
સુખ અનંતગણું છે–એમ પણ કહી ન શકાય. કેમકે બંનેની જાત જ જુદી છે.
(૪) પ્રશ્નઃ– સાચા ભાવલિંગી મુનિ હોય, તે ભરતચક્રવર્તી કરતાં પણ વધારે સુખી છે?
ઉત્તરઃ– હા; કેમકે આત્માના સ્વરૂપમાં તેમને ઘણી વધારે એકાગ્રતા છે, તેથી તે ભરતચક્રવર્તી કરતાં પણ
ઘણા વધારે સુખી છે. ભરતચક્રવર્તીને છ ખંડની રાજવિભૂતિનો સંયોગ હોવા છતાં, અંર્તસ્વરૂપમાં સ્થિરતા ઓછી
(સમ્યગ્દર્શન પૂરતી) હોવાથી તે ઓછા સુખી છે. અરે, સમકિતી દેડકું અંતરમાં એકાગ્ર થઈને પાંચમું ગુણસ્થાન
પ્રગટ કરે તો તે પણ ચોથા ગુણસ્થાનવર્તી ચક્રવર્તી કરતાં વધારે સુખી છે. આ રીતે આત્મસ્વરૂપમાં સ્થિરતા અનુસાર
સુખ છે, બાહ્યસંયોગના પ્રમાણમાં સુખ નથી; કેમ કે સુખ તો આત્માનો સ્વભાવ છે, બહારમાં સુખ નથી.–‘હે જીવ!
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે.’
(પ) પ્રશ્નઃ– સાતમી નરકની પ્રતિકૂળતા સહન થાત, પણ મોહ સહન થતો નથી,–એનો શું અર્થ?
ઉત્તરઃ– એનો અર્થ એમ સમજવો કે બહારનો પ્રતિકૂળ સંયોગ તે ખરેખર દુઃખનું કારણ નથી, પણ અંદરનો
મોહભાવ તે જ દુઃખરૂપ છે. ‘જેટલો મોહ તેટલું દુઃખ’ પણ સંયોગનું દુઃખ નથી. સાતમી નરકનો જીવ પણ કાંઈ તે
જાતના બાહ્યસંયોગને લીધે દુઃખી નથી, પણ તે
ઃ ૨૬૪ઃ
આત્મધર્મઃ ૧૪૩