Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
એટલે આત્માથી બહાર કોઈ પદાર્થોમાં આનંદ નથી, ને તે કોઈ પદાર્થોના આશ્રયે આત્માનો આનંદ નથી. જ્યાં
આનંદનું સ્વસંવેદન થાય છે ત્યાં જ આનંદસ્વભાવ ભર્યો છે; જ્યાં આનંદસ્વભાવ ભર્યો છે તેટલો જ આત્મા છે,
અને જેટલો આત્મા છે તેટલું જ જ્ઞાન છે. લોકાલોકને જાણવા છતાં જ્ઞાન આત્માના ક્ષેત્રથી બહાર નીકળતું નથી.
જેમ આત્માના અતીન્દ્રિયઆનંદને માટે બહારના પદાર્થોનો આશ્રય નથી તેમ આત્માના જ્ઞાનને માટે પણ બહારના
પદાર્થોનો આશ્રય નથી. અતીન્દ્રિયજ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા છે તેમાં અંતર્મુખ થઈને એકાગ્ર થતાં અંદર સુખનું
સંવેદન થાય છે, જ્યાં તે સુખનું સંવેદન થાય છે ત્યાં જ આત્મા છે; આત્મા પોતે તે આનંદસ્વભાવથી ભરેલો છે ને
તેના આધારે જ આનંદનું વેદન થાય છે. જેમ આનંદનું અને આત્માનું ક્ષેત્ર એક છે તેમ આત્માનું અને જ્ઞાનનું ક્ષેત્ર
પણ એક છે, એટલે આત્માથી ભિન્ન એવા અન્ય પદાર્થોમાં જ્ઞાન વ્યાપ્તું નથી.
કેવળજ્ઞાન લોકાલોકને જાણતું હોવા છતાં આત્માનો આશ્રય છોડીને બહારમાં તે વર્તતું નથી,
ચૈતન્યસ્વભાવમાં રહીને જ જાણે છે. જેમ આત્માનો આનંદ સ્વદ્રવ્યમાં રહીને જ વેદાય છે, આનંદમાં પરનો આશ્રય
નથી, ને આનંદ પરમાં વ્યાપતો નથી તેમ આત્માનું જ્ઞાન પણ ખરેખર પરમાં ફેલાતું નથી.
ખરેખર આમ હોવા છતાં જ્ઞાનનો સ્વ–પરપ્રકાશક–સ્વભાવ છે તેથી લોકાલોકને જાણતાં નિમિત્ત તરીકે
જ્ઞાનને લોકાલોકમાં વ્યાપક કહીને જ્ઞાનનું પરિપૂર્ણ સ્વ–પરપ્રકાશકસામર્થ્ય બતાવ્યું; તો પણ ખરેખર જ્ઞાન આત્માથી
બહાર જતું નથી ને પરમાં વ્યાપતું નથી. પરને જાણે છે તો ખરેખર, પરંતુ પરમાં વ્યાપતું નથી એ વાત સ્પષ્ટ કરવા
આચાર્ય ભગવાને જ્ઞાન સાથે અવિનાભાવી એવા આનંદનો દાખલો આપ્યો. જુઓ, આચાર્યદેવે દાખલો પણ કેવો
સુંદર આપ્યો!
જ્ઞાન સાથે જે આનંદ છે તે કયાં છે?–કે આત્માના જ આધારે છે, આત્મામાંજ વ્યાપક છે, જેટલામાં આત્મા
છે તેટલામાં જ તે આનંદ છે. આનંદ તો નિમિત્ત તરીકે પણ પરમાં વ્યાપક નથી. તેમ તે આનંદ સાથેનું જે જ્ઞાન છે તે
પણ જેટલામાં સુખ છે તેટલામાં જ વ્યાપક છે, એટલે આત્મામાં જ રહેલું છે, આત્માથી બહાર નથી. માત્ર તેનું સ્વ–
પરપ્રકાશક સામર્થ્ય બતાવવા માટે જ જ્ઞાનને લોકાલોક વ્યાપક કહેવાય છે.
જેટલામાં ‘સુખ’ નું સંવેદન થાય છે તેટલામાં જ આત્મા છે, ને જ્યાં આત્મા છે ત્યાં જ જ્ઞાન છે, આમ
આચાર્યદેવે કહ્યું. હવે અહીં પ્રશ્ન થઈ શકે કે સુખની જેમ દુઃખ પણ આત્માના જ ક્ષેત્ર પ્રમાણે છે, છતાં અહીં સુખનો જ
દાખલો કેમ લીધો? તેનું સમાધાન–કેમ કે અહીં જેને સર્વજ્ઞની ને જ્ઞાનસ્વભાવની પ્રતીત થઈ છે એવા સાધકની વાત
લેવી છે, ને સાધકને પોતાના સ્વસંવેદનમાં આનંદ છે,–સુખ છે, તેથી પોતાના સ્વસંવેદન જ્ઞાનથી તે નક્કી કરે છે કે
અહો! મારા જ્ઞાન અને સુખનું ક્ષેત્ર મારા આત્મામાં જ છે, મારો આત્મા જ જ્ઞાન અને સુખનું ધામ છે; મારા જ્ઞાન
અને સુખ માટે બીજા કોઈ પદાર્થની અપેક્ષા મને નથી, મારું સ્વક્ષેત્ર જ સ્વયં જ્ઞાન અને સુખસ્વભાવથી ભરેલું છે.
ભાઈ! તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં શાંતિનું વેદન થાય છે ને બહારમાં દ્રષ્ટિ કરતાં
અશાંતિ વેદાય છે! માટે નક્કી કર કે શાંતિનું –સુખનું–આનંદનું ક્ષેત્ર તારામાં જ છે, તારાથી બહાર કયાંય સુખ–શાંતિ
કે આનંદ નથી...નથી...ને નથી. બહારમાં પર લક્ષે તને જે આકુળતા વેદાય છે તે આકુળતાનું (અશાંતિનું–દુઃખનું)
ક્ષેત્ર પણ તારામાં જ છે, કાંઈ બહારથી તે આકુળતા નથી આવતી. તેમ અંર્તમુખ થઈને એકાગ્ર થતાં અનાકુળ
શાંતિનું–અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે તે પણ આત્માના સ્વક્ષેત્રપ્રમાણમાં જ થાય છે, બહારથી તે આનંદ નથી
આવતો, તેમ જ તે આનંદનો વિસ્તાર થઈને આત્માથી બહાર પણ નીકળી જતો નથી. આ રીતે આનંદના પ્રમાણમાં
આત્મા છે, ને આત્માના પ્રમાણમાં જ્ઞાન છે. કેવળી ભગવાનને પરિપૂર્ણ આનંદ ને પરિપૂર્ણ જ્ઞાન છે તે પણ પોતામાં
છે, તેનું ક્ષેત્ર બહાર નથી. પહેલાં થોડું જ્ઞાન ને થોડું સુખ હતું પછી કેવળજ્ઞાન થતાં ઘણું જ્ઞાન અને ઘણું સુખ થયું
માટે તે આત્માથી જરાય બહાર નીકળી ગયું–એમ નથી. સ્વક્ષેત્રમાં જ પરિપૂર્ણ જ્ઞાન અને સુખની તાકાત ભરી છે.
અહો! પૂર્ણજ્ઞાન ને પૂર્ણ આનંદનું ક્ષેત્ર અહીં મારા આત્માના અસંખ્ય પ્રદેશમાં જ છે, પ્રદેશે પ્રદેશે જ્ઞાન આનંદ ભર્યો
છે, કોઈ પ્રદેશ જ્ઞાન આનંદ વગરનો ખાલી નથી; અત્યારે (સાધકદશામાં) મને મારા જ્ઞાન કે આનં–
ઃ ૨૬૬ઃ
આત્મધર્મઃ ૧૪૩