કેવળી ભગવાનને પણ ને શરીરસંબંધી સુખ–દુઃખ માને છે.
રહ્યો ત્યાં આહાર પાણીનો સંબંધ તો કેમ હોય?–ન જ હોય.
ઈંદ્રિયોના વિષયોનું અવલંબન તેમને સર્વથા છૂટી ગયું છે. અહો! કેવળજ્ઞાન થતાં ભગવાનનો આત્મા તો પલટી
ગયો–દોષ રહિત થઈ ગયો. ને ભગવાનનું શરીર પણ પલટીને ક્ષુધાદિ દોષોથી રહિત પરમઔદારિક થઈ ગયું.
જુઓ, આ ભગવાનની દશા!! ભગવાનના આવા સ્વરૂપને જે નથી ઓળખતો તેને આત્માના જ્ઞાન–આનંદ–
સ્વભાવની ઓળખાણ નથી. આમાં કાંઈ એકલા કેવળી–ભગવાનની વાત નથી. પણ ભગવાનની જેમ આ આત્માનો
પણ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમય સ્વભાવ છે, બહારના વિષયોથી તેને જ્ઞાન કે આનંદ થતા નથી,–આમ આત્માના
સ્વભાવને ઓળખીને તેની પ્રતીત કરવા માટે આ વાત સમજાવે છે.
વીર્યબળ પ્રગટયું નથી તેથી ત્યાં રત્નત્રયની આરાધનાના હેતુએ આહારની વૃત્તિ હોય છે; પરંતુ કેવળી ભગવાનને
તો સ્વભાવથી જ અનંત જ્ઞાનાદિ વર્તે છે, તેમને હવે કાંઈ સાધવાનું રહ્યું નથી ને અનંતબળ પ્રગટી ગયું છે, ત્યાં
તેમને કોઈ પણ હેતુએ આહાર હોઈ શકતો જ નથી. જ્યાં વીર્યબળ ઓછું છે ને ઇન્દ્રિયો સાથે ઉપયોગનો સંબંધ છે
ત્યાં જ આહારાદિ દોષો હોય છે; જ્યાં ઈન્દ્રિયો સાથેનો સંબંધ તૂટી ગયો, ને આત્મા પોતે અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ
થઈ ગયો ત્યાં આહારાદિ હોતા નથી. આ કોઈ સંપ્રદાયના આગ્રહની વાત નથી પણ વસ્તુનું સ્વરૂપ જ આ રીતે છે.
જેણે યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવું હોય ને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે હઠાગ્રહ છોડીને આ વાત સમજવી પડશે.
ચક્ષુમાં જ રાત્રે દેખવાનું સામર્થ્ય છે તેને દીવાની શું જરૂર છે? તેમ જેમને કેવળજ્ઞાનરૂપી અતીન્દ્રિયજ્ઞાનચક્ષુ ખુલી
ગયાં છે ને સ્વભાવથી જ અતીન્દ્રિયઆનંદ પ્રગટી ગયો છે એવા ભગવંતોને આહારાદિ હોતા નથી. આમ હોવા છતાં
ભગવાન કેવળીપરમાત્માને પણ ક્ષુધા–આહારપાણી કે રોગાદિ હોવાનું જે માને છે તે કેવળીભગવાનના સ્વરૂપને
વિપરીત માને છે, એટલે દેવની શ્રદ્ધામાં તેને વિપરીતતા છે. જ્યાં ક્ષુધા–તૃષા–આહાર–પાણી કે રોગાદિ હોય ત્યાં
કેવળજ્ઞાન અને પૂર્ણ અતીન્દ્રિયઆનંદ હોય નહિ; તેથી ભગવાનને આહારાદિ માનનાર ભગવાનના પૂર્ણજ્ઞાનઆનંદને
માનતો નથી એટલે કે આત્માના જ્ઞાન આનંદસ્વભાવને જ તે માનતો નથી, ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયસુખને જ તે
માને છે, તેથી તે જીવ ખરેખર આત્માના સ્વભાવનો અર્થી નથી પણ વિષયોનો અર્થી છે. ઈંદ્રિયો વગર જ સર્વજ્ઞ
ભગવાનને પૂર્ણજ્ઞાન ને સુખ હોય છે–એમ જો બરાબર ઓળખે તો તેને આત્માના અતીન્દ્રિયજ્ઞાન ને સુખ
સ્વભાવની જરૂર પ્રતીત થાય, એ પ્રતીત થતાં સમસ્ત ઇન્દ્રિયવિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી જાય ને પોતાના સ્વભાવના
અતીન્દ્રિયઆનંદના અંશનું વેદન થાય.