Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
પાલેજમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે સત્ દેવ–ગુરુ–ધર્મની પ્રભાવના દિનદિન વધતી જાય છે, સૌરાષ્ટ્રમાં પૂ.
ગુરુદેવનાં પ્રતાપે અનેક જિનમંદિરો થયા છે. ગૃહસ્થપણામાં વેપાર અર્થે પૂ. ગુરુદેવ કેટલાક વર્ષો પાલેજ ગામમાં રહ્યા
હતા, તેથી ત્યાંના ભાઈશ્રી કુંવરજીભાઈ તથા આણંદજીભાઈ વગેરેને એવી ભાવના હતી કે પૂ. ગુરુદેવ આ ગામમાં
અનેક વર્ષો સુધી રહ્યા તેથી અહીં પણ એક જિનમંદિર થાય તો સારું!–આ મંગલભાવનાને લીધે તેમણે પાલેજમાં
જિનમંદિર કરાવવાનો નિર્ણય કર્યો. અને શ્રાવણ વદ એકમના રોજ ભાઈશ્રી કુંવરજીભાઈના શુભહસ્તે પાલેજમાં શ્રી
દિગંબર જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું. પોતાને આંગણે શ્રી જિનમંદિરના ખાતમુહૂર્તનો આવો મંગલ અવસર પ્રાપ્ત
થવાથી પાલેજના ભાઈશ્રી કુંવરજીભાઈ તેમ જ આણંદજીભાઈ વગેરેને ઘણો જ હર્ષ થયો હતો. આ પ્રસંગે શ્રી
જિનેન્દ્રદેવની રથયાત્રા તેમ જ પૂજનાદિ વિધિ કરવામાં આવી હતી. શ્રી જિનેન્દ્ર ભગવાનના મંદિરને માટે જેટલા તન–
મન–ધન ખરચાય તે સફળ છે.
પાલેજમાં આ મંગળ કાર્યની શરૂઆત કરવા માટે ત્યાંના મુમુક્ષુઓને ધન્યવાદ!
(પાલેજ ગામ ગુજરાતમાં ભરુચ પાસે આવેલું છે.)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રાવણ વદ પાંચમના રોજ ઓરાણ (ગુજરાત) ના ભાઈશ્રી વાડીલાલ કચરાલાલ શાહ તથા તેમના
ધર્મપત્ની અમથીબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને
ધન્યવાદ!
વૈરાગ્ય સમાચાર
શ્રાવણવદ ત્રીજના રોજ સુરેન્દ્રનગરમાં ભાઈશ્રી ફૂલચંદ ચતુરભાઈ લગભગ ૮૦ વર્ષની વયોવૃદ્ધ ઉમરે
સ્વર્ગવાસ પામ્યા છે. સુરેન્દ્રનગરના મુમુક્ષુમંડળમાં તેઓ એક ઉત્સાહી આગેવાન હતા. પરમ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે
તેમને ઘણો ભક્તિભાવ હતો અને ગુરુદેવના સત્સંગનો લાભ લેવા તેઓ અવાર નવાર સોનગઢ આવીને લાંબો
વખત રહેતા; તત્ત્વ સમજવા માટે તેમને સારો પ્રેમ હતો. થોડા જ દિવસોમાં સોનગઢ આવવાની તેમની ભાવના
હતી, તે પણ પૂરી ન થઈ શકી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત અસ્વસ્થ હતી, છતાં સ્વર્ગવાસના
આગલા દિવસે પણ તેઓ જિનમંદિરે દર્શન કરવા ગયા હતા. આ રીતે શ્રી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની લાગણી પૂર્વક તેઓ
સ્વર્ગવાસ પામ્યા; અંતિમ સમય સુધી તેમણે શાંતિ રાખી હતી. દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની લાગણીના સંસ્કારના બળે
આગળ વધીને તેઓ આત્મહિત સાધે ને આવા જન્મમરણથી છૂટે એ જ ભાવના..........
અહો! આ જગતમાં એવા સંતો ધન્ય છે કે જેમણે આ ક્ષણભંગુર શરીરને અશરણભૂત જાણીને તેનાથી પાર
એવા અવિનાશી ચૈતન્યતત્ત્વનું શરણ લઈ લીધું છે...ને સંસારના સમુદ્રનો કિનારો પ્રાપ્ત કરી લીધો છે.
અધિકમાસનો અંક
અધિક ભાદરવા માસનો આત્મધર્મનો આ વધારાનો અંક પ્રસિદ્ધ કરવા માટેનું ખર્ચ ભાઈ મોહનલાલ
ત્રિકમજી દેસાઈ (ભાવનગર) તરફથી આપવામાં આવ્યું છે. આ રીતે તેઓ દરેક વખતે અધિક માસના અંકનું ખર્ચ
આપતા આવ્યા છે. આ માટે તેમનો આભાર માનવામાં આવે છે.