Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA Regd No. B, 4787
ભગવાનો ઉપદેશ
[ચારિત્ર પાહુડ ગાથા ૫ ઉપરના પ્રવચનમાંથી]
સર્વજ્ઞદેવે ઉપદેશેલા તત્ત્વોમાં સમકિતીને નિઃશંકતા હોય છે. સર્વજ્ઞભગવાને જીવાદિ સાતતત્ત્વો ઉપદેશ્યા છે.
સાત તત્ત્વોમાં પ્રથમ જીવતત્ત્વ છે;
તે જીવતત્ત્વ જ્ઞાનાનંદસ્વભાવી છે; તે જ્ઞાનાનંદસ્વભાવ શુદ્ધ–એકાકાર છે.
તે એકરૂપ જ્ઞાનાનંદસ્વભાવના અવલંબને જ્યાં પૂર્ણ શુદ્ધદશા પ્રગટે તે મોક્ષ છે, અને આવી મોક્ષદશા
પ્રગટ થતાં સામે કર્મોનો પણ સર્વથા અભાવ થઈ જ જાય–એવો એકરૂપ નિયમ છે.
હવે મોક્ષની માફક સંવર–નિર્જરામાં પણ એમ જ છે. એકરૂપ જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયે જેટલે અંશે
શુદ્ધતા પ્રગટી ને વધી તે સંવર–નિર્જરા છે, ને તે શુદ્ધતાના પ્રમાણમાં કર્મોમાં પણ સંવર–નિર્જરા થઈ જ જાય છે,
એવો એકરૂપ નિયમ છે.
આ રીતે જીવતરફના વલણવાળા સંવર–નિર્જરાને મોક્ષ તત્ત્વમાં તો એવો મેળ છે કે તેના પ્રમાણમાં સામે
કર્મ પણ ટળી જ જાય છે.
–પણ કાંઈ એવો નિયમ નથી કે જેટલા પ્રમાણમાં ઉદય હોય તેટલા જ પ્રમાણમાં (Digree to Digree)
વિકાર થાય.–જેટલા પ્રકારના વિકાર છે તેટલા પ્રકારનાં નિમિત્તો (કર્મમાં) હોય છે, –તેટલા પ્રકારનાં હોય છે પણ
તેટલા જ પ્રમાણમાં હોય–એવો નિયમ નથી. ઉદય પ્રમાણે જ વિકાર થાય–એ માન્યતા તદ્ન ઊંધી છે.
જેમ વિકારભાવોમાં વિવિધતા છે તેમ તેના નિમિત્તભૂત કર્મોમાં પણ તેટલી જ વિવિધતા છે, –પણ
ઉદયના પ્રમાણમાં જ વિકાર થાય છે–એમ નથી. આ રીતે ઉદય અને વિકારના પ્રકારો સરખાં છે, પણ બંનેનું
પ્રમાણ સરખું જ હોય એમ નથી.
જો નવું બંધન થાય તો, વિકારના પ્રમાણમાં જ થાય, ઓછું–વધારે ન જ થાય–એવો નિયમ છે;–ત્યાં તો
ડીગ્રી ટુ ડીગ્રી છે; પણ સામે જેટલો ઉદય હોય તેટલો જ વિકાર ‘ડીગ્રી ટુ ડીગ્રી’ થાય–એમ કાંઈ નિયમ નથી.
સંવર–નિર્જરા–મોક્ષ એ ત્રણેમાં શુદ્ધતા છે, તેમાં તો આત્માના એકરૂપ સ્વભાવ સાથે એકતા થાય છે,
અને સામે નિમિત્તમાં પણ તે સંવર–નિર્જરા–મોક્ષના પ્રમાણમાં જ (ડીગ્રી ટુ ડીગ્રી) કર્મો ટળી જાય છે એવો જ
નિયમ છે. મોક્ષદશા પ્રગટે ને તે જ સમયે સામે કર્મનો સર્વથા નાશ ન થાય એમ બને નહિ. સંવર–નિર્જરા થાય
ને સામે તેટલા પ્રમાણમાં જ કર્મો ન ટળે–એમ બને નહિ. સમ્યગ્દર્શન થાય ને તે સમ્યગ્દર્શનને રોકનારું
મિથ્યાત્વકર્મ ન ટળે એમ બને નહિ.
અહો! જ્યાં શુદ્ધચિદાનંદસ્વભાવમાં એકતા કરી ત્યાં કર્મો ન ટળે એમ બને નહિ, કર્મો મારગ ન આપે–
એમ બને નહિ. ‘કર્મ માર્ગ નહિ આપે તો!’–એવો પ્રશ્ન આત્માના સ્વભાવનો પુરુષાર્થ કરનારને ઊઠતો જ નથી.
તે તો સ્વસન્મુખ પુરુષાર્થ વડે જેમ જેમ જ્ઞાનસ્વભાવમાં એકતા કરતો જાય છે, તેમ તેમ કર્મો પણ ટળતાં જ
જાય છે. આ રીતે સ્વભાવના આશ્રયે શુદ્ધતા થતી જાય છે, તેને ધર્મી જાણે છે, ને જેટલી શુદ્ધતા અટકે તેટલો
પોતાનો અપરાધ જાણે છે, ને તે અપરાધમાં તે તે પ્રકારનું કર્મ નિમિત્ત છે એમ પણ જાણે છે,–પરંતુ કર્મના
ઉદયપ્રમાણે વિકાર થાય–એમ જ્ઞાનીધર્મી કદી માનતા જ નથી. સ્વભાવના અવલંબન વડે શુદ્ધતા વધતી જાય છે,
કર્મો ટળતા જાય છે, ને છેવટે પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષદશા પ્રગટ થતાં કર્મો પણ સર્વથા છૂટી જાય છે. આ રીતે,
આત્માના એકાકાર જ્ઞાનાનંદસ્વભાવમાં એકતા કરવી તે જ મોક્ષનો માર્ગ છે.–આવો ભગવાન સર્વજ્ઞદેવનો
ઉપદેશ છે, ને સમકિતી તેમાં નિઃશંક છે.–જેને શંકા છે તે મિથ્યાદ્રષ્ટિ છે, એમ જાણવું.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લ્ભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)