Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
સુવર્ણપુરી સમાચાર
સોનગઢમાં પર્યુષણપર્વનો મહોત્સવ
સોનગઢમાં, તેમ જ સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ચૌદસ સુધી દસલક્ષણી પર્વના
દિવસો ખાસ ઉલ્લાસથી ઉજવાયા હતા. સોનગઢમાં દર વર્ષ કરતાં વિશેષ ધામધૂમ પૂર્વક આ વર્ષે પર્યુષણ પર્વ
ઊજવાયા હતા. પર્યુષણના દસ દિવસો દરમિયાન, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત ‘બારસ્સઅનુપ્રેક્ષા’માંથી
ઉત્તમ ક્ષમાદિ દસધર્મના સ્વરૂપ ઉપર પૂ. ગુરુદેવે ખાસ પ્રવચનો કર્યાં હતા; તેમ જ રોજ જિનમંદિરમાં નવીન–
નવીન ઉલ્લાસભરી ભક્તિ–પૂજા થતી હતી. દસલક્ષણ મંડલનું સમૂહપૂજન હંમેશાં થતું હતું. ભાદરવાસુદ પુનમના
રોજ શ્રી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. તથા સુગંધદસમીના દિવસે ૧૦ પૂજન, ૧૦ સ્તોત્ર ઈત્યાદિ
વિધિપૂર્વક સર્વે જિનમંદિરોમાં વિધિપૂર્વક ધૂપક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભાદરવા વદ એકમે
ઉત્તમક્ષમાવણીપર્વના રોજ બપોરે સકલસંઘે શ્રી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ક્ષમાપના કરી હતી, અને રત્નત્રયમંડળનું
પૂજન તેમ જ શ્રી માનસ્તંભમાં બિરાજિત સીમંધર ભગવાનનો ૧૦૮ કળશોથી ભવ્ય અભિષેક કર્યો હતો. આ
રીતે દસલક્ષણીધર્મનો ઉત્સવ આનંદપૂર્વક સુંદર રીતે ઊજવાયો હતો.
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
(૧) ભાદરવા સુદ બીજના દિવસે મદ્રાસના ભાઈશ્રી રતિલાલ ખીમચંદ શાહ (સુરેન્દ્રનગરવાળા) તથા
તેમના ધર્મપત્ની ઘેલીબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે, તે
બદલ તેમને ધન્યવાદ.
(૨) ભાદરવા સુદ ૧૪ અનંતચતુર્દશીના દિવસે મોરબીના ભાઈશ્રી ધારશી જટાશંકર મહેતા તથા તેમના
ધર્મપત્ની સમજુબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે, તે બદલ
તેમને ધન્યવાદ
‘આત્મધર્મ’ના ગ્રાહકોને
આ અંકની સાથે આપણા આત્મધર્મ–માસીકનું બારમું વર્ષ પૂરું થાય છે ને આવતા અંકથી તેરમું વર્ષ શરૂ
થશે; તો નવા વર્ષનું લવાજમ તુરત ભરી દેવા સર્વે ગ્રાહકોને વિનંતિ છે. ‘આત્મધર્મ’ ના ગ્રાહક બનીને, તેની
સ્વાધ્યાય તેમ જ પ્રચાર કરીને,–એ રીતે પણ પૂ. ગુરુદેવના અધ્યાત્મઉપદેશનું બહુમાન કરવું તે જિજ્ઞાસુઓની
ફરજ છે. ગ્રાહકોનું લવાજમ વહેલાસર આવી જાય તો વ્યવસ્થામાં ઘણી સગવડતા રહે છે. માટે ગ્રાહકોએ
પોતાનું લવાજમ છેવટ કારતકસુદ પુનમ સુધીમાં મોકલી દેવું. ત્યારબાદ વી.પી. શરૂ થશે.
લવાજમ મોકલતી વખતે આપનો ગ્રાહક નંબર જરૂર લખો.
લવાજમ મોકલવાનું સરનામું :
શ્રી જૈનસ્વાધ્યાય મંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)