Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: આસો: ૨૪૮૧ : ૨૯૩ :
“આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?”
[૨૩]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનુંધ
વર્ણન કર્યું છે તેના ઉપર પૂ. ગુરુદેવના વિશિષ્ટ–અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૧૪૩ થી ચાલુ)
જેને આત્મસ્વરૂપ જાણીને તેની પ્રાપ્તિ કરવા માટે
લગની લાગી છે એવો શિષ્ય પૂછે છે કે હે પ્રભો!
આત્માનું સ્વરૂપ શું છે અને તેની પ્રાપ્તિ કઈ રીતે
થાય? આવી ઝંખનાવાળા શિષ્યને આચાર્યદેવ વિધ–
વિધનયોથી આત્માનું સ્વરૂપ સમજાવે છે: તેનું આ
વર્ણન ચાલે છે.
[૪] વ્યવહાર નયે આત્માનું વર્ણન

અહીં ૪૭ નયોથી આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેમાંથી ૪૩ નયો કહેવાઈ ગયા, હવે ૪ નયો બાકી છે;
પ્રથમ વ્યવહાર અને નિશ્ચય એ બે નયો છે અને પછી છેલ્લે અશુદ્ધનય અને શુદ્ધનયથી વર્ણન છે.
વ્યવહારથી જોતાં આત્મદ્રવ્ય બંધ અને મોક્ષને વિષે દ્ધૈતને અનુસરનારું છે. જેમ પરમાણુના બંધને વિષે
તે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોગ પામવારૂપ દ્વૈતને પામે છે, અને પરમાણુના મોક્ષને વિષે–એટલે કે એક
પરમાણુ છૂટો પડે તેમાં તે પરમાણુ બીજા પરમાણુથી છૂટો થવારૂપ દ્વૈતને પામે છે; તેમ વ્યવહારનયથી આત્માના
બંધને વિષે કર્મ સાથેના સંયોગની અપેક્ષા આવતી હોવાથી દ્વૈત છે અને આત્માના મોક્ષને વિષે કર્મના વિયોગની
અપેક્ષા આવતી હોવાથી ત્યાં પણ દ્વૈત છે.
જુઓ, કર્મથી નિરપેક્ષ એકલા પરમ ચૈતન્યસ્વભાવને જ લક્ષમાં લઈને જુઓ તો ભગવાન આત્મા
ત્રિકાળ એકરૂપ, બંધ–મોક્ષ રહિત છે. પરંતુ પર્યાયમાં બંધ તેમ જ મોક્ષ છે, અને તેમાં બંધમાં કર્મના સદ્ભાવનું
નિમિત્ત છે, ને મોક્ષમાં કર્મના અભાવનું નિમિત્ત છે. આ રીતે વ્યવહારથી બંધ અને મોક્ષ બન્નેમાં આત્માને
પુદ્ગલકર્મની અપેક્ષા આવે છે તેથી તે દ્વૈતને અનુસરનારો છે–એમ કહ્યું છે. પરંતુ તે દ્વૈતને અનુસરવાનો ધર્મ
આત્માનો પોતાનો છે, કાંઈ કર્મને લીધે તે ધર્મ નથી. પોતાની પર્યાયમાં