વર્ષ તેરમુંઃ સમ્પાદકઃ કારતક
અંક પહેલો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
“પ્રભુજી! તારા પુનિત પગલે....આવીએ છીએ”
૨૪૮૧ વર્ષ પહેલાં પાવાપુરી ધામમાં
વર્દ્ધમાન ભગવાન અભૂતપૂર્વ સિદ્ધપદને
પામ્યા...ભવ્ય જીવોનું પરમ ઇષ્ટ અને અંતિમ
ધ્યેય એવા મોક્ષપદને ભગવાન પામ્યા..
‘અહો! આજે ભગવાન અનાદિ–
સંસારથી મુક્ત થઈને સાદિ–અનંત સિદ્ધપદને
પામ્યા, ને ભગવાનના યુવરાજ ગૌતમ ગણધર
કેવળજ્ઞાન પામ્યા’ એ સાંભળીને કયા મુમુક્ષુનું
હૈયું આનંદથી ન નાચી ઊઠે!!
અહો! ભગવાન! સ્વાશ્રય વડે આપ
જ્ઞાનસંપદાને પામ્યા, અને અમને પણ
જ્ઞાનસંપદાની પ્રાપ્તિનો જ ઉપદેશ આપીને
આપ મુક્તપુરીમાં સીધાવ્યા....હે પ્રભો! અમે
તે ઉપદેશ ઝીલીને, જ્ઞાનસંપદા તરફ ઝુકીને,
આપને નમસ્કાર કરીએ છીએ, ને આપના
પંથે..... આપના પુનિત પગલે આવીએ છીએ.
પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે...
પ્રભુજી! બીજુંઃ મારે જોવાનું નહિ કામ...
મારા નાથ! હૈડામાં નિત્ય વસો રે...
*
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ૧૪પ ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)