Atmadharma magazine - Ank 145
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
વીર સં. ૨૪૮૦ વૈશાખ વદ ત્રીજના રોજ બોટાદમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું પ્રવચન
પોતાના ચિદાનંદ સ્વભાવની અભિમુખ થઈને તેના અતીન્દ્રિય
આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય
જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદન–પત્ર આપે તેમાં
આત્માનું કાંઈ હિત નથી. અરે પ્રભો! તને તારા આત્માનું સાચું બહુમાન
જ કદી આવ્યું નથી. તારા ચૈતન્યસ્વરૂપની મહત્તાને ભૂલીને તું સંસારમાં
રખડયો. સર્વજ્ઞભગવાન જેવી તાકાત તારા સ્વભાવમાં પડી છે, તેનું
બહુમાન કરીને સ્વભાવસન્મુખ થા, અને સ્વભાવના આનંદનું વેદન
કરીને તું પોતે તારા આત્માને અભિનંદન કર, તેમાં જ તારું હિત છે.
નિશ્ચયથી આત્માનો શુદ્ધજ્ઞાનાનંદ સ્વભાવ છે તેને જાણીને તેનું અવલંબન કરવાથી જ પરમ પદની પ્રાપ્તિ
થાય છે, એ વાત કહે છેઃ–
જેવા સિદ્ધભગવાન છે તેવો જ આ આત્માનો પરમાર્થ સ્વભાવ છે, અનાદિઅનંત એકરૂપ ચિદાનંદ સ્વભાવ
છે, તે શુદ્ધનયનો વિષય છે; જ્ઞાનને અંતર્મુખ કરીને આવા પરમાર્થ સ્વભાવનો આશ્રય કરવો તે મોક્ષની પ્રાપ્તિનું
કારણ છે. અને અખંડ આત્મામાં ભેદ પાડીને લક્ષમાં લેતાં રાગ થાય છે, જો તેના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ
છે ને તે મિથ્યાત્વનું ફળ સંસારપરિભ્રમણ છે.
આ આત્મા દેહથી જુદું જ્ઞાનાનંદ તત્ત્વ છે, તે અનાદિઅનંત છે; કોઈએ તેને બનાવ્યો નથી ને કદી તેનો
અભાવ પણ થતો નથી. આ જડ દેહથી તો તે જુદો છે ને અંદર ક્ષણિક પુણ્ય–પાપની જે લાગણીઓ થાય છે તે પણ
ક્ષણિક નાશવંત છે, તે કાયમ રહેનારો સ્વભાવ નથી; તેનાથી પાર આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તે કાયમ રહેનાર
છે. જ્ઞાનનું પડખું અંતરમાં વળીને શુદ્ધ જ્ઞાનાનંદ પરમાર્થ સ્વભાવને જાણે તેને શુદ્ધનય કહે છે. અનાદિકાળથી
પોતાના શુદ્ધ પરમાર્થ સ્વભાવને ભૂલીને, દેહ–મન વાણીની ક્રિયાને હું કરું ને પુણ્ય–પાપ મારું સ્વરૂપ–એમ અજ્ઞાની
માને છે, તેથી સંસાર પરિભ્રમણમાં રખડે છે. સંસારનો નાશ કરીને જેઓ સર્વજ્ઞ પરમાત્મા થયા તેઓ ક્યાંથી થયા?
અંતરમાં પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવ હતો તેમાંથી જ સર્વજ્ઞતા પ્રગટી છે, બહારથી કે પુણ્યમાંથી તે સર્વજ્ઞતા આવી
નથી પણ અંર્તસ્વભાવના અવલંબનથી જ તે સર્વજ્ઞતા
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૪પ