Atmadharma magazine - Ank 146
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
નથી. કારણ તો છે, પણ તેને કારણ બનાવનાર તો કાર્ય છે. કારણમાં અંતર્મુખ થઈને કાર્ય પ્રગટ કરે ત્યારે એમ થાય
કે ‘અહો! આ મારા કાર્યનું કારણ!’ કાર્યનું કારણ બીજું કોઈ નથી, આ જ કારણ છે, આ કારણનું અવલંબન લ્યે
ત્યારે નિર્મળ કાર્ય પ્રગટે છે, અને ત્યારે જ કારણનું કારણપણું સફળ થાય છે.
જુઓ, આ કારણ સાથે કાર્યનો મેળ!! પોતાની વર્તમાન પર્યાયને અભેદકારણ સાથે ભેળવીને આ વાત છે.
એકદમ અંતરનું કારણ બતાવીને, બાહ્યકારણોની દ્રષ્ટિ છોડાવી છે, ને અંર્તસ્વભાવનું અવલંબન કરાવ્યું છે.
* નિમિત્તકારણોના આશ્રયથી કાર્ય થાય–એ વાત તો દૂર ગઈ.
* રાગાદિ વ્યવહાર કારણોના આશ્રયથી કાર્ય થાય–એ વાત પણ કાઢી નાંખી.
* પર્યાયના અવલંબનથી નિર્મળ પર્યાયરૂપ કાર્ય થાય–એમ પણ નથી.
* ભગવાન કારણ પરમાત્મા પોતાની કારણશુદ્ધપરિણતિ સહિત વર્તી રહ્યો છે, તે જ એક કારણ છે.
આ રીતે અભેદ સ્વભાવને જ કારણપણે બતાવીને તેનું અવલંબન કરાવ્યું છે, ને નિમિત્તનું રાગનું કે
પર્યાયનું–ત્રણેનું અવલંબન છોડાવ્યું છે. આ એક વાત સમજે તો બાહ્ય કારણના બધા ઝગડાનું સમાધાન થઈ જાય,
એટલે બાહ્યકારણોની દ્રષ્ટિ છૂટીને અંર્તસ્વભાવની દ્રષ્ટિ થયા વગર રહે નહિ. આવી અપૂર્વદ્રષ્ટિ પ્રગટ કરનાર જીવને
બાહ્યકારણ તરીકે કેવાં નિમિત્ત હોય તે વાત પછી પ૩ મી ગાથામાં જણાવશે. ત્યાં નિમિત્ત બતાવવામાં પણ અલૌકિક
વર્ણન કરશે. ટીકાકારની ઢબ જ કોઈ અદ્ભુત છે!
આ પરમાગમના અર્થો અમે અમારી કલ્પનાથી નથી કહેતા, ગણધરો અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે
વ્યક્ત કરાયેલા અર્થો અમને ગુરુપરંપરાથી મળેલા છે–એમ કહીને ટીકાકારે આ ટીકા રચી છે. એટલે આ ટીકામાં કહેલા
અર્થો ગણધરાદિ ગુરુપરંપરાથી સારી રીતે પ્રગટ કરાયેલા છે, શ્રીગુરુઓના પ્રસાદથી અમને આ અર્થો મળ્‌યા છે.
વળી હમણાં આ પરમાગમના સાર પ્રત્યેની પુષ્ટરુચિથી અમારું મન ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે, ‘આ
ઠેકાણે આવો ઉપયોગ, ને આ ઠેકાણે આવી કારણપરિણતિ’........એમ આ પરમાગમના અર્થો અમારા હૃદયમાં ફરી
ફરીને ઘૂંટાય છે, તેથી આ ટીકા રચાય છે,–આમ કહીને ટીકામાં અલૌકિક ભાવો ખોલ્યાં છે. કુંદકુંદભગવાને મૂળ
સૂત્રોમાં અપૂર્વ રહસ્ય ભરી દીધું છે ને અધ્યાત્મમાં મસ્ત મહામુનિ પદ્મપ્રભદેવે ટીકામાં તે એકદમ સ્પષ્ટ કર્યું છે,
અપૂર્વ આત્મસ્વભાવ બતાવ્યો છે.
એકેક આત્માનો પરિપૂર્ણ સ્વભાવ છે તે ઘણી સ્પષ્ટતાથી અહીં બતાવ્યો છે. જેમ દરિયામાં પાણીનું દળ,
એની શીતળતા અને તે દળની એક સરખી સપાટી–એ ત્રણેથી દરિયો એમ ને એમ પડયો–પાથર્યો છે, તેમાંથી
નાના–મોટા તરંગો ઊઠે છે; તેમ આ આત્મા ચૈતન્યનો દરિયો......આનંદનો સમુદ્ર છે, તે દ્રવ્ય–ગુણ અને
કારણશુદ્ધપરિણતિથી એમ ને એમ પડયો–પાથર્યો....વર્તમાન–વર્તમાનપણે વર્તે છે, તે જ નિર્મળ પર્યાયો પ્રગટવાનું
કારણ છે. નિર્મળ પર્યાયરૂપી કલોલનો આધાર તો આખો દરિયો છે.
જેમ લીંડીપીપરમાં ચોસઠપોરી (–સોળ આના પરિપૂર્ણ) તીખાસ ભરી છે; અને તેનો સ્વભાવ વર્તમાનમાં
પણ વર્તી જ રહ્યો છે,–પ્રગટમાં ભલે ઓછી તીખાસ હો કે વધારે હો; તેમ આત્મામાં તીખો....ઉગ્ર.....પરિપૂર્ણ
જ્ઞાનસ્વભાવ છે, –
દ્રવ્ય સોળ આના પરિપૂર્ણ
ગુણ સોળ આના પરિપૂર્ણ
કારણશુદ્ધપરિણતિ સોળ આના પરિપૂર્ણ,
એ રીતે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ છે, વર્તમાનમાં પણ આવો જ સ્વભાવ છે. આ સ્વભાવ–કારણમાંથી
મોક્ષમાર્ગ અને મોક્ષરૂપી કાર્ય થાય છે. દ્રવ્ય–ગુણ તે સામાન્ય ધુ્રવ, ને તેની સાથેની કારણશુદ્ધપરિણતિ તે વિશેષ ધુ્રવ
એનું વર્ણન કરીને અહીં એકદમ નજીકનું સીધું કારણ બતાવ્યું છે; કાર્યની સાથેનું હાજરાહજૂર કારણ બતાવ્યું છે. કાર્ય
જે કેવળજ્ઞાન, તેના કારણપણે વર્તમાન વર્તતો સર્વથા નિર્મળ અપ્રગટ કારણસ્વભાવ–જ્ઞાનઉપયોગ
માગસરઃ ૨૪૮૨
ઃ ૨પઃ