છે, આ ઉપયોગ ત્રિકાળ નિરુપાધિરૂપ છે, દ્રવ્ય–ગુણ સાથે ત્રિકાળ પારિણામિકભાવે રહેલો છે; તેને જ આગળ સ્વરૂપ
પ્રત્યક્ષ સહજજ્ઞાન તરીકે વર્ણવશે. આખા દ્રવ્ય સાથે ત્રિકાળ અભેદરૂપ એવો આ સહજઉપયોગ કેવળજ્ઞાન પ્રગટવાનું
કારણ છે. એકદમ અંતરમાં ધુ્રવ–કારણની આ વાત છે.
કેવળજ્ઞાન પ્રગટે તે સકલ પ્રત્યક્ષ છે; અને તેના કારણરૂપ જે કારણસ્વભાવજ્ઞાન છે તે સ્વરૂપ–પ્રત્યક્ષ છે.
કારણસ્વભાવજ્ઞાન તે આધાર છે, ને કેવળજ્ઞાન તેના આધારે થયેલું કાર્ય છે. આ કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ તે
પરિણતિરૂપ હોવા છતાં ધુ્રવ છે, પ્રગટ કાર્યરૂપ નથી પણ અપ્રગટ–શક્તિરૂપ છે, કારણરૂપ છે. કારણપણે આત્મામાં તે
સદાય સ્વરૂપ–પ્રત્યક્ષ વર્તે છે.
૩ અજ્ઞાન–ઉપયોગ (કુમતિ વગેરે)
૪ અધૂરા જ્ઞાન ઉપયોગ (સમ્યક્ગતિ–શ્રુત વગેરે)
૩ વિભાવ દર્શન–ઉપયોગ (ચક્ષુદર્શન વગેરે)
–આ બધાય વિભાવઉપયોગ છે, તે સદા એકરૂપ નથી, પણ વિસદ્રશરૂપ છે; કેવળજ્ઞાન અને કેવળદર્શન એ
બે સ્વભાવઉપયોગ જો કે પ્રગટયા પછી સદા એકરૂપ રહેનારા છે. પરંતુ તે પણ ત્રિકાળવર્તી નથી. આત્મામાં અત્યારે
તો તેનો વિરહ છે. જ્યારે આ કારણસ્વભાવઉપયોગ આત્મા સાથે ત્રિકાળ એકરૂપ રહેનાર છે, તેનો કદી વિરહ નથી;
તેથી તે આત્માનો પરમસ્વભાવ છે.
કુમતિ આદિ ત્રણ જ્ઞાનો અનાદિ સાંત છે,
સમ્યક્મતિ–શ્રુત વગેરે ચાર છે જ્ઞાનો સાદિ સાંત છે,
કેવળજ્ઞાન સાદિ–અનંત છે,
પણ તે કોઈ જ્ઞાનોમાં અનાદિ અનંત એકરૂપતા નથી, વિસદ્રશતા છે. તો તે સિવાયનો એક સદ્રશ
અનાદિઅનંત એકરૂપ વર્તનારો ઉપયોગ છે તે અહીં બતાવવો છે.
ધર્માસ્તિકાય વગેરે ચાર અરૂપી દ્રવ્યોમાં સદ્રશ એકરૂપ પરિણતિ પારિણામિકભાવે વર્તે છે. તો જ્ઞાતા એવા
જીવતત્ત્વમાં સદ્રશપરિણતિ કેવી છે તે અહીં બતાવે છે જીવની પર્યાયમાં સંસાર મોક્ષ છે તે તો વિસદ્રશ છે પણ તે
સિવાયની એક સદ્રશપરિણતિ ઉત્પાદ–વ્યય વગરની ધુ્રવરૂપ પારિણામિકભાવે વર્તે છે તે કાર્યરૂપ નથી પણ કારણરૂપ
છે, સદાય શુદ્ધ છે, ઉપાધિ વગરની છે, અને દ્રવ્ય સાથે સદા અભેદરૂપ હોવાથી દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. આ નિરપેક્ષ
પરિણતિને પંદરમી ગાથામાં ‘કારણશુદ્ધપર્યાય’ કહીને બહુ સરસ રીતે વર્ણવશે, ત્યાં તેને ‘પૂજ્ય’ કહેશે.
આ ચાલતી (દસમી) ગાથામાં ‘ઉપયોગ’ ની સદ્રશ પરિણતિરૂપ ‘કારણસ્વભાવજ્ઞાન’ નું વર્ણન છે. કેવું છે
તે કારણસ્વભાવજ્ઞાન?
પરમ પારિણામિકભાવે રહેલું,
ત્રિકાળ નિરુપાધિરૂપ,
કારણસ્વભાવરૂપ એટલે કે કેવળજ્ઞાનના કારણરૂપ,
સ્વરૂપ–પ્રત્યક્ષ (સકલ –પ્રત્યક્ષનું કારણ),
સહજ,
ત્રિકાળ એકરૂપ અનાદિઅનંત,
–આ બધા વિશેષણો કારણસ્વભાવજ્ઞાનને લાગુ પડે છે. કેવળજ્ઞાનને પણ આ વિશેષણો લાગુ નથી પડતા.
કારણ સ્વભાવજ્ઞાનને જ વિશેષણો લાગુ પડે છે,–છતાં આ વાત છે ઉપયોગ–પરિણતિની.
જુઓ, આ આત્માના ઉપયોગનું અદ્ભુત વર્ણન! આ નિયમસાર સિવાય બીજે ક્યાંય આવી ‘ખુલ્લી’ વાત
નથી આવતી.
જુઓ, ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી લાવ્યા?
* આ જીવ–અધિકાર છે.
* જીવનો ‘ઉપયોગ’ સ્વભાવ છે.
* ઉપયોગ એટલે આત્માના ચૈતન્યને અનુસરીને વર્તતા પરિણામ.
* તે ઉપયોગના બે પ્રકાર (૧) જ્ઞાન અને (૨) દર્શન.
*જ્ઞાનઉપયોગના ‘સ્વભાવ’ અને વિભાવ એવા બે પ્રકાર,
* તેમાંથી સ્વભાવઉપયોગ પણ કારણ ને કાર્ય એક બે પ્રકારનો છે.
* તેમાંથી ‘કારણસ્વભાવજ્ઞાનઉપયોગ’ નું આ વર્ણન ચાલે છે. સાત તત્ત્વોમાંથી એક જીવતત્ત્વ, તેમાં આ
બધા પ્રકારો સમાઈ જાય છે.
જીવના ચૈતન્યને અનુસરીને વર્તતા જે કારણસ્વભાવરૂપ જ્ઞાનપરિણામ તે કેવળજ્ઞાનનું કારણ છે, ત્રિકાળ
નિરાવરણ છે, અમૂર્ત–અતીન્દ્રિય છે. આત્મામાં આવો ઉપયોગ
ઃ ૨૬ઃ આત્મધર્મઃ ૧૪૬