Atmadharma magazine - Ank 146
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
વર્તમાન છે, પણ તે આંખથી ન દેખાય, મનના વિકલ્પથી પણ તે ખ્યાલમાં ન આવે; અંતરની સૂક્ષ્મ દ્રષ્ટિનો આ
વિષય છે. જ્ઞાનીને ઉપયોગનું સ્વસન્મુખ કાર્ય પ્રગટતાં તેના કારણરૂપ સ્વભાવ–ઉપયોગ પ્રતીતમાં આવી જાય છે.
અહીં સ્વભાવ–ઉપયોગમાં કારણ અને કાર્ય એવા બે ભેદ પાડયા, પણ વિભાવના કારણ–કાર્યની વાત ન
લીધી; કેમ કે વિભાવનું કારણપણું ખરેખર આત્માના સ્વભાવમાં છે જ નહિ, વિકારનો કોઈ ધુ્રવ–આધાર નથી.
આત્માની કાર્ય–પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકાર પડે છે, પણ કારણ પરિણતિ તો શુદ્ધ જ છે, તેમાં શુદ્ધ ને
અશુદ્ધ એવા બે પ્રકાર નથી. અહો! શુદ્ધતાનું જ કારણ થવાનો આત્માનો સ્વભાવ છે, આવા સ્વભાવને જાણે તો તે
કારણમાંથી શુદ્ધ કાર્ય પ્રગટયા વિના રહે નહિ. કાર્ય જે કેવળજ્ઞાન તેના કારણ ઉપરઅહીં જોર દેવું છે, તે કારણ ઉપર
જોર દેતાં વચ્ચે સાધકદશામાં મતિ–શ્રુત વગેરે સમ્યક્જ્ઞાન પ્રગટી જાય છે, પણ અહીં તો ધુ્રવ–કારણ ઉપર જોર દેવું છે
તેથી તેની વાત આ ગાથાની ટીકામાં ન લીધી–આવો ટીકાનો મર્મ છે.
અહીં શુદ્ધકાર્ય અને તેનું કારણ બતાવ્યું. આ કારણને અવલંબતા શુદ્ધકાર્ય પ્રગટયે છૂટકો. વચ્ચે સાધકદશામાં
ચાર જ્ઞાન પ્રગટી જાય છે પણ સાધકનું જોર તો કારણસ્વભાવ ઉપર જ છે. કુમતિ–કુશ્રુત ને વિભંગ એ ત્રણ ઉપયોગ
કેવળ વિભાવરૂપ છે, તે તો અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિને જ હોય છે. પહેલાં અજ્ઞાનદશામાં જ્યારે કારણસ્વભાવનું ભાન ન
હતું ત્યારે એકાંતવિભાવરૂપ ઉપયોગ હતો, પછી કારણસ્વભાવનું ભાન થતાં સાધકદશામાં સમ્યક્મતિશ્રુત વગેરે
ઉપયોગ પ્રગટયાં. પણ સાધક ધર્માત્માની દ્રષ્ટિનું જોર તો એકરૂપ કારણસ્વભાવ ઉપર જ છે; તે કારણ ઉપર જોર
આપીને એકાગ્ર થતાં કેવળજ્ઞાન થઈ જાય છે.
આ પ્રમાણે દસમી ગાથા પૂરી થઈ.
* * *
હવે, જેમ જિનમંદિર ઉપર સોનાનો કળશ ચડાવે તેમ આ ગાથા ઉપર ટીકાકાર એક કળશ મૂકે છે–
अथ सकलजिनोक्तज्ञानभेद प्रबुद्ध्वा
परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः
सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं
स भवति परमश्रीकामिनीकामरूपः
।। १७।।
કારણસ્વભાવજ્ઞાન અને કાર્યસ્વભાવજ્ઞાન વગેરેનું ઘણું વર્ણન કર્યું, તેને જાણવાનું ફળ શું તે અહીં બતાવે છે;
જિનેન્દ્ર કથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવેને પરિહરી નિજસ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર
ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે–ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો એટલે કે
મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે.
આ કારણસ્વભાવજ્ઞાન તેમજ કાર્યસ્વભાવજ્ઞાન વગેરે ભેદો કહ્યા તે કેવા છે?....કે જિનેન્દ્ર કથિત છે.
ભગવાન સર્વજ્ઞદેવ અને તેમના માર્ગ સિવાય આ વાત બીજે ક્યાંય હોઈ શકે નહિ. પોતાના સ્વભાવ ઉપયોગમાં
જેમણે ત્રણકાળ ત્રણલોકનો પત્તો મેળવી લીધો છે–બધું પ્રત્યક્ષ જાણી લીધું છે એવા ભગવાન જિનેન્દ્રદેવે જ્ઞાનના
આવા પ્રકારો જાણીને કહ્યા છે; આવા વસ્તુસ્વભાવને જે જાણે તેને પરભાવોથી ભિન્નતા ને નિજસ્વરૂપમાં લીનતા
થયા વિના રહે નહિ.
આત્માના ઉપયોગમાં કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન એવા પ્રકારોને જાણીને, જે પુરુષ
પરભાવોને પરિહરે છે....એટલે કે કારણસ્વભાવ સિવાય બીજા કોઈ પણ ભાવોને પરિહરે છે....એટલે કે
કારણસ્વભાવ સિવાય બીજા કોઈ પણ ભાવોને અવલંબતો નથી, ને નિજસ્વરૂપમાં સ્થિર રહે છે,–‘અહો! આવો
મારો કારણસ્વભાવ! આવી મારી વસ્તુ! આવા સ્વભાવથી વસ્તુની પૂર્ણતા છે’–એમ વસ્તુસ્વભાવનો મહિમા
લાવીને તેમાં ઠરે છે....સ્વભાવમાં ઊંડો ઊતરી જાય છે....કારણપરમાત્મામાં ઊંડો ઊતરીને એકદમ લીન થઈ જાય છે
તે જીવ સાક્ષાત્ પરમાત્મા થઈ જાય છે એટલે કે મુક્તિસુંદરીનો નાથ થઈ જાય છે.
આ અપૂર્વ વાત છે. સર્વજ્ઞના માર્ગનો આશ્રય લઈને જે સમજે તેને જ આ વાત સમજાય તેવી છે.
આત્મામાં જો વિસદ્રશરૂપ સાપેક્ષ ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયો જ હોય ને સદ્રશરૂપ નિરપેક્ષ ધુ્રવપરિણતિ
(સ્વભાવ–આકાર પરિણામ, કારણશુદ્ધપર્યાય–) ન હોય તો વસ્તુની પૂર્ણતા વર્તમાનમાં સિદ્ધ થઈ શકતી નથી. અને
જો વર્તમાન વ્યક્તરૂપ વિસદ્રશ પર્યાયો ન હોય તો
માગશરઃ ૨૪૮૨
ઃ ૨૭ઃ