સાધકપણું કે સંસાર–મોક્ષ એ કાંઈ સિદ્ધ થતું નથી. માટે બંને પ્રકારોને જેમ છે તેમ જાણવા જોઈએ. જ્ઞાનમાં મતિજ્ઞાન
વગેરે વિસદ્રશ પર્યાયો છે; તેમજ સદ્રશ એકરૂપ કારણસ્વભાવજ્ઞાન પણ છે, ને તેના અવલંબનથી કેવળજ્ઞાન ખીલે છે;
આવા ભેદો જાણવા–તે જાણીને શું કરવું સર્વજ્ઞ કથિત આ ભેદોને જાણીને જે જીવ પરભાવોને છોડે છે ને
નિજસ્વભાવમાં એકાગ્ર થાય છે,.....અંર્તમુખ થઈને સ્વભાવમાં ઊંડો.....ઊંડો....ઊતરી જાય છે, તેને મોક્ષદશા ખીલી
જાય છે. કારણસ્વભાવમાં ઊંડો ઊતરી ગયો ત્યાં કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટી જાય છે. જુઓ, આમાં ત્રિકાળી કારણ,
મોક્ષમાર્ગ અને મોક્ષ એ ત્રણે આવી ગયા. ધુ્રવ કારણના આશ્રયે જે મોક્ષદશા થઈ તે સાદિ–અનંત મંગળરૂપ છે.
પરમ શરણભૂત કારણસ્વભાવ–પ્રદર્શક સદ્ગુરુદેવનો જય હો.
–
જ્ઞાન
– સર્વજ્ઞનું અને સાધકનું –
શ્રી પ્રવચનસાર ગા. ૩૬ ઉપરના પ્રવચનમાંથી અદ્ભુત ન્યાય.......
(વીર સં. ૨૪૮૧ વૈશાખ સુદ ૧૪)
*
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે. તે જ્ઞાન પોતે પોતાના સ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં સર્વજ્ઞતા પ્રગટે
છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં જગતના સમસ્ત પદાર્થો જણાય છે. જ્ઞાન–જ્ઞેયને પરસ્પર નિમિત્ત–નૈમિત્તિકપણું છે, એટલે
કેવળજ્ઞાનમાં જગતના બધા જ્ઞેયો નિમિત્ત છે, ને જગતના બધા જ્ઞેયોને કેવળજ્ઞાન નિમિત્ત છે.
જુઓ, અહીં આત્માના જ્ઞાનસ્વભાવની ઓળખાણ કરાવે છે. આત્મા જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન સર્વ જ્ઞેયોને
નિમિત્ત, અને સર્વ જ્ઞેયો જ્ઞાનને નિમિત્ત,–આમ જ્ઞાન અને જ્ઞેયના જ નિમિત્તનૈમિત્તિકસંબંધની વાત કરી,–કેમકે તે
તો સ્વભાવ છે, જ્ઞાન–જ્ઞેયનો નિમિત્તનૈમિત્તિક સંબંધ તો સિદ્ધભગવાનનેય છે;
–પણ, વિકાર અને કર્મનો જે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેની વાત અહીં નથી લીધી, કેમ કે તે આત્માનો
સ્વભાવ નથી. વિકારને પણ જાણવાનો આત્માનો સ્વભાવ છે, પણ વિકારને કરવાનો આત્માનો સ્વભાવ નથી.
પૂરું જ્ઞાન તે બધા જ્ઞેયોને નિમિત્ત, ને બધા જ્ઞેયો તે પૂરા જ્ઞાનમાં નિમિત્ત આવો નિર્ણય કરે તો આત્માના
જ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય; કોઈ પરજ્ઞેય ઇષ્ટ ને કોઈ જ્ઞેય અનીષ્ટ એવો ભેદ ન રહે.
પોતાના આવા જ્ઞાનસ્વભાવની પ્રતીત હોવા છતાં સાધકદશામાં રાગ પણ હોય છે, પણ સાધક તો તેનો પણ
ખરેખર જ્ઞાતા જ છે. તે જાણે છે કે જેવો સર્વજ્ઞના જ્ઞાનનો સ્વભાવ છે તેવો જ મારા જ્ઞાનનો સ્વભાવ છે, સર્વજ્ઞનું
જ્ઞાન પૂરું છે ને મારું જ્ઞાન અધૂરું છે એટલો જ ફેર છે; પણ જ્ઞાનની જાત તો એક જ છે, જેમ સર્વજ્ઞનું જ્ઞાન રાગથી
જુદું છે તેમ મારું જ્ઞાન પણ રાગથી જુદું જ છે. મારું જ્ઞાન જ્ઞાનપણે જ પરિણમે છે, રાગપણે નથી પરિણમતું; અને
રાગ જ્ઞેયપણે પરિણમે છે પણ જ્ઞાનપણે નથી પરિણમતો.–આ રીતે જ્ઞાન અને રાગની અત્યંત જુદાઈ છે.