Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
તીર્થંકર પ્રકૃતિના આસ્રવના કારણભૂત સોળ ભાવનાઓ વર્ણવી છે, તેમાં સૌથી પહેલી દર્શનવિશુદ્ધિ છે; તે
દર્શનવિશુદ્ધિ મુખ્ય છે અને સમ્યગ્દર્શન વગર તે દર્શનવિશુદ્ધિભાવના હોતી નથી. સમ્યગ્દર્શન વગર કોઈ જીવ એમ
માને કે હું સોળ કારણની ભાવના કરીને તીર્થંકરપ્રકૃતિ બાંધું,–તો એમ બંધાય નહિ. જેને તીર્થંકર પ્રકૃતિ બાંધવાની
ભાવના છે તેને આસ્રવની ભાવના છે એટલે તે મિથ્યાદ્રષ્ટિ છે ને મિથ્યાદ્રષ્ટિને તીર્થંકરપ્રકૃતિ કદી બંધાતી નથી.
અહીં ખરેખર તીર્થંકરપ્રકૃતિનો મહિમા નથી બતાવવો પણ સમ્યગ્દર્શનનો મહિમા બતાવવો છે. કોઈ
સમ્યગ્દ્રષ્ટિ જીવને સોળ કારણમાંથી સમ્યગ્દર્શનની શુદ્ધિ જ હોય એટલે કે દર્શનવિશુદ્ધિભાવના જ હોય, ને બીજા પંદર
કારણો વિશેષપણે ન હોય તો પણ તેને તીર્થંકરપ્રકૃતિ બંધાઈ શકે છે. પણ દર્શન વિશુદ્ધિ સિવાયના બીજા પંદર કારણો
સામાન્યપણે હોય ને એક દર્શનવિશુદ્ધિ જ ન હોય, તો એવા મિથ્યાદ્રષ્ટિ જીવને કાંઈ તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી.
સમ્યગ્દ્રષ્ટિઓમાં પણ જે દ્રવ્યમાં તે જાતની તીર્થંકર થવાની ખાસ લાયકાત હોય તે જીવને જ તે પ્રકૃતિ બંધાય છે.
બધાય સમ્યગ્દ્રષ્ટિ જીવોને કાંઈ તીર્થંકરપ્રકૃતિ નથી બંધાતી, અમુક જીવદ્રવ્યમાં તે જાતની વિશિષ્ટ યોગ્યતા હોય તેને
જ તે પ્રકૃતિ બંધાય છે; પણ જેને જેને તે અચિંત્ય તીર્થંકરપ્રકૃતિ બંધાય છે તેને તેને સમ્યગ્દર્શનસહિતની ભૂમિકામાં જ
તે બંધાય છે, મિથ્યાદ્રષ્ટિની ભૂમિકામાં તો તે પ્રકૃતિ બંધાતી જ નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિના ભાવનો મહિમા છે. ત્રણ
લોકમાં ઉત્તમ અને સારભૂત એવી અપૂર્વ બોધિરૂપ મોક્ષમાર્ગ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. તેમ ત્રણલોકમાં ઉત્તમ
પુણ્યરૂપ એવી તીર્થંકરપ્રકૃતિ પણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. આ રીતે સમ્યગ્દર્શનનો મહિમા બતાવવો છે. સમકિતીને
કાંઈ કર્મના આસ્રવની (તીર્થંકરપ્રકૃતિની પણ) ભાવના નથી, ભાવના તો શુદ્ધતાની જ છે. સોળ કારણની ભાવના
કહી તેમાં પણ કાંઈ તે પ્રકારના રાગની કે આસ્રવની ભાવના નથી, સ્વભાવની પૂર્ણતાની જ ભાવના છે. તે
ભાવનામાં વચ્ચે તે પ્રકારના વિકલ્પોથી તીર્થંકરપ્રકૃતિ વગેરે પુણ્ય બંધાય છે.
તીર્થંકરપ્રકૃતિ બંધાવાની શરૂઆત સમકિતીને મનુષ્યભવમાં જ થાય છે અને તે પણ કેવળી કે શ્રુતકેવળીની
સમીપમાં જ થાય છે. મહાવીર ભગવાનના વખતમાં આ ભરતક્ષેત્રમાં શ્રેણીક રાજાએ સમ્યગ્દર્શનસહિતની ભૂમિકામાં
તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, ને અત્યારે તે નરકમાં હોવા છતાં ત્યાં પણ ક્ષણે ક્ષણે તીર્થંકરપ્રકૃતિના રજકણો બંધાય છે.
ત્યાંથી નીકળીને તે શ્રેણીકના જીવ આ ભરતક્ષેત્રે આવતી ચોવીસીના પહેલા તીર્થંકર થશે. તે ભવમાં રાગ તોડીને
કેવળજ્ઞાન થયા પછી તે તીર્થંકર પ્રકૃતિનો ઉદયઆવશે ને તેના નિમિત્તે અદ્ભુત સમવસરણની રચના ઈંદ્રો કરશે તથા
દિવ્યધ્વનિ છૂટશે; ને તેના નિમિત્તે અનેક જીવો ધર્મ પામશે. સમ્યગ્દર્શન સહિત શુદ્ધભાવની ભૂમિકામાં જ આવું બને
છે, તેથી અહીં તો તે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવનો મહિમા બતાવવો છે. અને તે શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ
થાય છે તેથી જૈનશાસનનો મહિમા છે.
જૈનશાસનનો ઉપદેશ એમ કહે છે કેઃ અરે, ચૈતન્ય! તું સ્વસન્મુખ થા....સ્વસન્મુખ થા. સ્વસન્મુખ થવું તે જ
જાગૃતિનો ઉપાય છે, સ્વસન્મુખતામાં જ તારું હિત છે. તેમાં જ મોક્ષમાર્ગ છે. ભાઈ રે! આત્મા શું? તેના ભાન
વિના કયાંથી તારી જાગૃતિ થશે! તને આત્માની ભાવના છે કે કર્મના બંધનની? તને છૂટકારાની ભાવના છે કે
બંધનની? તને મોક્ષની ભાવના છે કે સંસારની? જો તને છૂટકારાની ભાવના હોય–મોક્ષની ભાવના હોય તો
જૈનશાસનમાં કહેલા શુદ્ધભાવોનું તું સેવન કર, ને રાગનું સેવન છોડ! ધર્મીને બંધનની ભાવના હોય નહિ, તેને તો
શુદ્ધ આત્માની જ ભાવના હોય છે; આત્માના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગભાવની જ તેને ભાવના
છે. ને વીતરાગભાવ તે જ જૈનધર્મ છે. રાગ તે જૈનધર્મ નથી. જેને રાગની ભાવના છે તેને જૈનધર્મની ખબર નથી.–
આ વાત ૮૩ મી ગાથામાં આચાર્યદેવ એકદમ સ્પષ્ટ કરશે.
(આસો સુદ પઃ ૨૪૮૧)
આ ભાવપ્રાભૃત વંચાય છે; તેમાં આચાર્યદેવ કહે છે કે, આત્મા જ્ઞાન–આનંદ સ્વરૂપ છે, શુદ્ધજ્ઞાનચેતના તેનો
સ્વભાવ છે, ને પુણ્ય–પાપ તે અશુદ્ધભાવ છે તે તેનો સ્વભાવ નથી. આવા આત્માની શ્રદ્ધારૂપ શુદ્ધભાવની ભૂમિકા
ઃ પ૦ઃ
આત્મધર્મઃ ૧૪૭