સમ્યગ્દર્શન વિના બધું બેકાર છે. સમ્યગ્દર્શન સહિતની ભૂમિકામાં સોળ કારણભાવનાનો ભાવ આવતાં તીર્થંકરપ્રકૃતિ
કોઈ જીવને બંધાય છે, પણ દર્શનવિશુદ્ધિ વિના તો કોઈ જીવને તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી. બીજી પંદર ભાવનાઓ
વિશેષપણે ન હોય તો પણ એકલી દર્શનવિશુદ્ધિ તેમનું કાર્ય કરી લ્યે છે, એને તે દર્શનવિશુદ્ધિ સમ્યગ્દર્શન વિના હોતી
નથી. માટે તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધભાવનું જ માહાત્મ્ય છે. જૈનશાસનમાં રાગનું માહાત્મ્ય નથી પણ શુદ્ધભાવનું જ
માહાત્મ્ય છે.
કારણભાવનાથી તે પ્રકૃતિ બંધાય છે. ત્યાં પણ જે રાગ છે તે કાંઈ ધર્મ નથી, પણ તેની સાથે સમ્યગ્દર્શન આદિ
શુદ્ધભાવ છે તે જ ધર્મ છે અને તેનો ખરો મહિમા છે.
રાગ કે ભોગવવાનો ભાવ નથી, પણ આરાધક પુણ્યના ફળમાં તેવું બની જાય છે. હજી તો તીર્થંકર ભગવાન માતાની
કૂખમાં પણ ન આવ્યા હોય ત્યાર પહેલાં છ મહિના અગાઉ દેવો સોનાની નગરી રચે છે ને રોજ રોજ રત્નોની વૃષ્ટિ
કરે છે; ઇન્દ્ર આવીને માતા–પિતાનું બહુમાન કરે છે કે હે રત્નકૂખધારિણી માતા! ત્રણ લોકના નાથ તારી કૂખેથી
અવતરવાના છે, તેથી તું ત્રણ લોકની માતા છો.....પછી ભગવાનનો જન્મ થતાં ઇન્દ્રો અને દેવો આવીને
મહાવૈભવથી મેરુગિરિ ઉપર જન્માભિષેકનો મહોત્સવ કરે છે.....ભગવાન વૈરાગ્ય પામીને દીક્ષા લ્યે ત્યારે પણ મોટો
મહોત્સવ કરે છે; અને ભગવાનને કેવળજ્ઞાન થતાં દૈવી સમવસરણ રચીને ઈંદ્રો મહોત્સવ કરે છે. ભગવાનના
સમવસરણની એવી તો શોભા હોય કે ઈંદ્રોને પણ તે દેખીને આશ્ચર્ય થાય....કે અહો નાથ! આ તો આપના અચિંત્ય
પુણ્યનો જ પ્રતાપ! પ્રભો! અમારું આવી રચના કરવાનું સામર્થ્ય નથી.–ઇત્યાદિ પંચકલ્યાણકનો યોગ તીર્થંકર
ભગવાનને હોય છે. પૂર્વે સમ્યગ્દર્શન સહિતની સાધકદશામાં વિશિષ્ટ પુણ્ય બંધાયા તેનું તે ફળ છે. દર્શનવિશુદ્ધિ વિના
કોઈ જીવને તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી, માટે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવનો મહિમા છે.
(૧) દર્શનવિશુદ્ધિ એટલે શું? જીવાદિ તત્ત્વોનું જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ શ્રદ્ધાન કરે ને નિર્વિકલ્પ આનંદ
હોય છે. આવી દર્શનવિશુદ્ધિની ભૂમિકામાં જ તીર્થંકરનામકર્મ બંધાય છે. પણ એટલું વિશેષ સમજવું કે ત્યાં
સમ્યગ્દર્શનની શુદ્ધિ પોતે કાંઈ બંધની કારણ નથી, પણ તે સમ્યગ્દર્શન સાથે અમુક વિકલ્પ ઊઠતાં તીર્થંકરપ્રકૃતિ
બંધાય છે. સમ્યગ્દર્શન તો સંવર–નિર્જરાનું કારણ છે, તે કાંઈ બંધનું કારણ નથી; પણ તેની સાથેનો દર્શનવિશુદ્ધિ
વગેરે સંબંધીનો વિકલ્પ તે બંધનું કારણ છે. સોળે ય ભાવનામાં આ પ્રકાર સમજી લેવો. જેટલે અંશે રાગ છે તે જ
બંધનનું કારણ છે, જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે તો મોક્ષનું જ કારણ છે, તે બંધનું કારણ નથી. તેથી આવા
વીતરાગી રત્નત્રયના શુદ્ધભાવને જ જિનશાસનમાં ધર્મ કહ્યો છે ને તેનાથી જ જિનશાસનની મહત્તા છે.
ઘણો વિનય હોય, અંતરથી તે પ્રત્યે અનુમોદના હોય છે. અહીં સમ્યગ્દર્શન સહિતના આવા ભાવની વાત છે.
સમ્યગ્દર્શન વિના એકલા વિનયનો શુભરાગ તે કાંઈ તીર્થંકરપ્રકૃતિનું કારણ થતો નથી, તે તો સાધારણ પુણ્યબંધનું
કારણ છે.
પોષઃ ૨૪૮૨