Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
સમકિતીને તીર્થંકરપ્રકૃતિ પણ બંધાય છે. સામા જીવોને સમાધિ તો તેમને તેમના પોતાના ભાવથી જ છે, પણ આ
સમકિતીને તેવો ભક્તિભાવ પોતાની ભૂમિકાને કારણે આવે છે.
() ત્ત્ મોક્ષના સાધક મુનિઓની–ધર્માત્માઓની વૈયાવૃત્ય એટલે કે સેવા કરવાનો ભાવ
સમકિતીને આવે છે; જો કે ધર્મના જિજ્ઞાસુને પણ તેવો ભાવ આવે છે, પણ અહીં તો સમ્યગ્દર્શન સહિતની જ વાત
છે. કેમ કે–સમ્યગ્દર્શન વગર મિથ્યાદ્રષ્ટિ જીવ એકલા શુભભાવથી જે વૈયાવૃત્યાદિ કરે તે કાંઈ તીર્થંકર પ્રકૃતિના બંધનું
કારણ ન થાય, પણ તે તો સાધારણ પુણ્યબંધનું કારણ છે. અહીં તો સમ્યગ્દર્શન સહિતના વિશેષ ભાવોની વાત છે.
તીર્થંકરપ્રકૃતિના કારણભૂત આ સોળ ભાવનાનો શુભભાવ તો સમકિતીને જ આવે છે.
() ર્ં િક્ત અર્હંત ભગવાનની ભક્તિનો યથાર્થ ભાવ સમકિતીને જેવો હોય તેવો
મિથ્યાદ્રષ્ટિને ન હોય. અંતરમાં સમ્યગ્દર્શનરૂપ શુદ્ધભાવ છે તે તો અર્હંતદેવની નિશ્ચયસ્તુતિ છે, તે કાંઈ બંધનું કારણ
નથી, પણ ત્યાં સાથે અર્હંત ભગવાનની ભક્તિનો ભાવ ઊછળે છે તે શુભભાવથી તીર્થંકરપ્રકૃતિ બંધાઈ જાય છે.
જુઓ, અહીં મહિમા તો સમ્યગ્દર્શનનો બતાવવો છે. પુણ્યનો મહિમા નથી બતાવવો, પણ આ પ્રકારના
ઊંચા પુણ્ય સમ્યગ્દર્શનસહિત જ ભૂમિકામાં બંધાય છે–એમ કહીને સમ્યગ્દર્શનનો મહિમા બતાવવો છે. તીર્થંકરપ્રકૃતિ
બંધાવાથી જીવને (–પોતાને કે પરને) લાભ છે એમ નથી બતાવવું. કેમ કે તે જીવને પોતાને પણ જ્યારે તે પ્રકારના
રાગનો અભાવ થશે ત્યારે જ કેવળજ્ઞાન થશે, ને કેવળજ્ઞાન થશે ત્યારે જ તીર્થંકરપ્રકૃતિનું ફળ આવશે; તેના નિમિત્તે
જે દિવ્યધ્વનિ છૂટશે તે દિવ્યધ્વનિના લક્ષે પણ સામા શ્રોતા–જીવને ધર્મનો લાભ નથી થતો, પણ તે વાણીનું લક્ષ
છોડીને પોતાના જ્ઞાનાનંદસ્વભાવનું લક્ષ કરે ત્યારે જ તેને ધર્મનો લાભ થાય છે ને ત્યારે જ તેને માટે વાણીમાં
ધર્મના નિમિત્તપણાનો આરોપ થાય છે. આ રીતે તીર્થંકરપ્રકૃતિના બંધભાવથી સ્વને કે પરને ધર્મનો લાભ થતો નથી.
છતાં તે ભાવ ધર્મની ભૂમિકામાં જ હોય છે, ને છતાં ધર્મી તેનો ઉપાદેય માનતા નથી.
તીર્થંકરપ્રકૃતિ જેને બંધાણી તે જીવ જરૂર ત્રીજા ભવે કેવળજ્ઞાન પામીને તીર્થંકર થાય જ;–પણ તે કાંઈ
એકલા રાગ વડે નક્કી નથી થયું, પરંતુ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવના પ્રતાપે તે નક્કી થયું છે.
તીર્થંકરપ્રકૃતિના આસ્રવના કારણરૂપ સોળ ભાવના છે, તેમાં આ દસમી અર્હંતભક્તિ છે. સોળભાવનામાંથી
કોઈ જીવને કોઈ ભાવના મુખ્ય હોય ને કોઈને કોઈક મુખ્ય હોય,–પણ સમ્યગ્દર્શન સહિતની દર્શનવિશુદ્ધિ તો
બધાયને હોય જ–એ નિયમ છે.
નિશ્ચયથી તો સમ્યગ્દર્શન વડે ઈંદ્રિયાતીત જ્ઞાનસ્વભાવને પકડવો તે અર્હંતભક્તિ છે; આવી નિશ્ચયભક્તિ
સહિતની વ્યવહારભક્તિની આ વાત છે. મિથ્યાદ્રષ્ટિને એકલી વ્યવહારભક્તિ હોય તેની આ વાત નથી. હજી તો જેને
અર્હંતભગવાન વગેરેની વ્યવહારભક્તિનો ભાવ પણ નથી ઉલ્લસતો તેને પરમાર્થભક્તિ એટલે કે સમ્યગ્દર્શનાદિની
પાત્રતા તો હોય જ કયાંથી?
જેમ વેપારીની દ્રષ્ટિ લાભ ઉપર છે, ઘણો લાભ થતો હોય ને થોડુંક ખર્ચ થતું હોય તો ત્યાં લાભની દ્રષ્ટિમાં
ખર્ચને ગણકારતો નથી. હજારનું ખર્ચ ને લાખનો લાભ થતો હોય ત્યાં ખર્ચને મુખ્ય ગણતો નથી પણ લાભને જ
મુખ્ય ગણીને તે વેપાર કરે છે; તેને લાભનું જ લક્ષ છે. તેમ સમકિતીના ઉપયોગનો વેપાર આત્મા તરફ વળી ગયો
છે–તેમાં આત્મામાં લક્ષનો લાભ થાય છે. સમકિતી–વેપારીની દ્રષ્ટિ લાભ ઉપર જ છે, સ્વભાવની દ્રષ્ટિમાં તેને
શુદ્ધતાનો લાભ જ થતો જાય છે. શુભરાગ હોવા છતાં તેની દ્રષ્ટિ તો શુદ્ધસ્વભાવના લાભ ઉપર જ છે. પોતાના શુદ્ધ
ચિદાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને સમકિતી જીવને જિનેન્દ્ર ભગવાનનું બહુમાન–ભક્તિ–પૂજા, જિનમંદિર તથા
જિનબિંબ પ્રતિષ્ઠાનો ઉત્સવ, તીર્થયાત્રા વગેરેનો શુભભાવ આવે છે, તે રાગના નિમિત્તે કંઈક આરંભસમારંભ પણ
થાય છે,–પણ ધર્મીને તો ધર્મના બહુમાનનું લક્ષ છે, હિંસાનો તેનો ભાવ નથી, તેનો ભાવ તો ધર્મના બહુમાનનો છે
એટલે ત્યાં અલ્પ આરંભને મુખ્ય ગણ્યો નથી, અને સ્વભાવદ્રષ્ટિના ઉલ્લાસમાં અલ્પ રાગને પણ મુખ્ય ગણ્યો નથી.
પોતાના પરિણામમાં ધર્મનો ઉલ્લાસ છે અને તેથી ધર્મનો લાભ થતો જાય છે તેની જ મુખ્યતા છે. ત્યાં અલ્પ રાગ તો
છે, પણ ધર્મીનો ઉલ્લાસ તે રાગ તરફ નથી, ધર્મીનો ઉલ્લાસ તો ધર્મ ઉપર જ છે. આવા ધર્મીને જ અર્હંત ભક્તિ
વગેરેના ભાવથી તીર્થંકરપ્રકૃતિ બંધાય છે.
() ર્ િક્ત અર્હંતભક્તિની જેમ આચાર્યભક્તિમાં પણ ધર્મીને તે પ્રકારનો ભાવ આવે છે
સમ્યક્રત્નત્રયના ધારક આચાર્ય કેવા હોય તે ઓળખીને તેમનું બહુમાન આવે છે. સોળ કારણભાવનામાં તો
સમ્યગ્દર્શન સહિતની આચાર્યભક્તિની વાત છે.
() શ્ર િક્ત શ્રુત કેવળી અથવા ઉપાધ્યાય અથવા વિશેષ શ્રુતજ્ઞાનધારક સંતો–તેમના પ્રત્યે
ધર્મીને ભક્તિ હોય છે–તેનું નામ બહુશ્રુતભક્તિ છે. અંતરમાં પોતાના ભાવશ્રુતજ્ઞાનને ચિદાનંદસ્વભાવમાં એકાકાર કર્યું છે