Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
વર્ષ તેરમુંઃ સમ્પાદકઃ પોષ
અંક ત્રીજો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
* રત્નત્રયનો ભક્ત *
(નિયમસાર કલશ ૨૨૦ ના પ્રવચનમાંથી)
આ ભાગવતશાસ્ત્રમાં પરમ ભક્તિનું વર્ણન કરતાં આચાર્યદેવ કહે છે
કે–પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન અને રમણતા તે
સાચી ભક્તિ છે. પોતાના ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ અને સ્વસંવેદન કરીને
તેમાં લીન થવું તે જ રત્નત્રયની પરમભક્તિ છે, ને તેને જ ભગવાન ધર્મ
કહે છે.
ભવભયના હરનારા એવા સમ્યક્ત્વની, શુદ્ધજ્ઞાનની અને ચારિત્રની
ભવછેદક અતુલ ભક્તિ નિરંતર જે જીવ કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ
પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ–શ્રાવક હો કે સંયમી હો–નિરંતર ભક્ત
છે....ભક્ત છે.
અહો! શ્રમણને કે શ્રાવકને દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતામાં ક્ષણે ને ક્ષણે
રત્નત્રયની આરાધના વર્તે છે....તેના રોમે રોમે રત્નત્રયની ભક્તિ પરિણમી
ગઈ છે....તેથી તે ભક્ત છે–ભક્ત છે.
જુઓ, આ સમકિતીનું ભજન!! પોતાના શુદ્ધપરમાત્માનો આશ્રય
કરીને તેને જ સમકિતી ભજે છે. પરમાત્મતત્ત્વના ભજનથી જે શુદ્ધ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે તે જ ભવભયનો નાશ કરનારી ભક્તિ છે. સર્વજ્ઞના
માર્ગમાં જે શુદ્ધરત્નત્રયને ભજે તેને જ ભક્ત કહ્યો છે. જીવ ‘રત્નત્રયરૂપે
પરિણમ્યો તે રત્નત્રયનો ભક્ત છે. ને એવા જીવને, રત્નત્રયના આરાધક
બીજા જીવો પ્રત્યે વાત્સલ્ય ને બહુમાનનો ભાવ આવે છે.
(–શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમના ઉદ્ઘાટન પ્રસંગના પ્રવચનમાંથી)
વાર્ષિક લવાજમ (૧૪૭) છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)