શ્રી ગોમ્મટસારજીમાં ‘યોગ્યતા’ નું સ્પષ્ટ કથન
अत्रीपयोगी श्लोकः–निमित्तमांतरं तत्र योग्यता वस्तुनि स्थिता।
बहिर्निश्चयकालस्तु निश्चितं तत्त्वदर्शिभिः ।।
(હિંદી–) इहां प्रासंगिक श्लोक कहिए है–(ઉપરનો શ્લોક)
(શ્લોકનો અર્થ–) तीहिं वस्तुविषे तिष्ठति परिणमनरूप जो योग्यता सो अंतरंग निमित्त है बहुरि
तिस परिणमन का निश्चयकाल बाह्य निमित्त है ऐसें तत्त्वदर्शीनिकरी निश्चय किया है ।। ५८०।।”
–देखो, श्री गोम्मटसार–जीवकांड गाथा ५८० की टीका, बडा पुस्तक पृष्ठ १०२२–२३
*
(શ્લોકનો ગુજરાતી અર્થઃ–) તે વસ્તુને વિષે રહેલી
પરિણમનરૂપ જે યોગ્યતા તે અંતરંગ નિમિત્ત છે, અને તે
પરિણમનમાં નિશ્ચયકાળ બાહ્ય નિમિત્ત છે–એમ તત્ત્વદર્શીઓ વડે
નિશ્ચય કરવામાં આવ્યો છે.
નોંધઃ–(૧) અહીં અંતરંગ નિમિત્ત કહેતાં ક્ષણિક ઉપાદાન કારણ
સમજવું અને બાહ્યનિમિત્ત એટલે નિમિત્તકારણ સમજવું.
(૨) અહીં ‘પરિણમનરૂપ યોગ્યતા’ કહી તે વસ્તુની
પર્યાયનો સ્વકાળ છે, અને તેમાં બાહ્ય નિમિત્ત કહ્યું તે પરકાળ છે.
(૩) અહીં ‘પરિણમન યોગ્યતા’ એમ કહ્યું છે એટલે
આ વસ્તુની ત્રિકાળી યોગ્યતાની વાત નથી પણ તેની સમય
સમયની પર્યાયની યોગ્યતાની વાત છે, એ ખાસ ધ્યાનમાં લેવા
યોગ્ય છે.
(૪) દરેક વસ્તુની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે,
નિમિત્તને લીધે કંઈ પણ થતું નથી–એવો જે યોગ્યતાનો સ્પષ્ટ
સિદ્ધાંત પૂ. ગુરુદેવ સમજાવે છે, તે સાંભળીને અનેક વિદ્વાનો કહે
છે કે ‘યોગ્યતા માટે કાંઈ શાસ્ત્રાધાર છે?’–તેથી અહીં શ્રી
ગોમ્મટસારશાસ્ત્રમાંથી એક મુખ્ય અને સ્પષ્ટ આધાર આપ્યો છે;
બીજા પણ અનેક શાસ્ત્રોમાં આ સંબંધી સ્પષ્ટ કથન આવે છે.