જોઈએ કે સર્વજ્ઞ પરમેશ્વર જેવું પરિપૂર્ણ સામર્થ્ય મારા સ્વભાવમાં પણ છે, ભગવાનના અને મારા આત્માના
સ્વભાવ સામર્થ્યમાં કાંઈ ફેર નથી. અનાદિથી પોતાના શુદ્ધ ચિદ્ઘનસ્વભાવને ભૂલીને પુણ્ય–પાપથી જ જીવે લાભ
માન્યો છે. પણ પુણ્ય–પાપ રહિત મારા ચિદ્ઘનસ્વભાવનું અવલંબન લઉં તો મને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો લાભ
થાય–એ વાત તેને કદી હૃદયમાં બેઠી નથી.
તો થોડા સંયોગવાળાને થોડું સુખ ને ઝાઝા સંયોગવાળાને ઝાઝું સુખ થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. એક
માણસ પાસે પાંચ લાખની મૂડી હોય તેમાંથી એક લાખ જાય, ત્યાં બાકી ચાર લાખ હોવા છતાં તે દુઃખી થાય છે;
અને બીજો માણસ એક લાખની મૂડીવાળો હોય તેને બીજા એક લાખ મળે, ત્યાં બે લાખ હોવા છતાં તે પોતાને સુખી
માને છે. જુઓ, બે લાખવાળો સુખની કલ્પના કરે છે ને ચાર લાખવાળો દુઃખની કલ્પના કરે છે, માટે સંયોગને લીધે
સુખ–દુઃખ નથી. એ જ પ્રમાણે ચારે કોર અનુકૂળ સામગ્રીના ઢગલા વચ્ચે કોઈ માણસ બેઠો હોય ને તેમાં સુખ
માનતો હોય, પણ જ્યાં મોટો વીંછી કરડે ત્યાં રાડ નાંખે છે કે અરે! હું દુઃખી થઈ ગયો! જો સંયોગમાં સુખ હતું તો તે
જ સંયોગો પડયા હોવા છતાં તે સુખ ક્યાં ગયું? માટે સંયોગમાં સુખ સુખ નથી, તેમ સંયોગમાં દુઃખ પણ નથી, મહા
મુનિરાજ ચૈતન્યસ્વરૂપના ધ્યાનમાં બિરાજતા હોય ને બહારમાં શરીરને સિંહ ખાઈ જતા હોય એવો સંયોગ હોય,
છતાં મુનિરાજને સંયોગનું દુઃખ થતું નથી પણ ચૈતન્યના અપૂર્વ આનંદનો અનુભવ વર્તે છે. આ રીતે સંયોગમાં સુખ
કે દુઃખ નથી. પણ અજ્ઞાની જીવ પોતાની ઊંધી માન્યતાથી પરમાં સુખ–દુઃખ કલ્પે છે. આત્મા સિવાય પરમાં સુખ
નથી પરમાં દુઃખ પણ નથી. જીવને પોતાની ભૂલથી જ દુઃખ છે; દુઃખ તે આત્માના સુખગુણની વિકૃતદશા છે, તે દુઃખ
ક્ષણિક છે ને આત્માનો સુખસ્વભાવ ત્રિકાળ છે. પોતાનો ચિદાનંદ સ્વભાવ જ સુખરૂપ છે–એવું લક્ષ જીવે કદી કર્યું
નથી. જેમ ચણામાં મીઠાસ ભરી છે પણ વર્તમાન કચાસને લીધે તે તૂરો લાગે છે, તેમ ભગવાન આત્માનો સ્વભાવ
પરિપૂર્ણ જ્ઞાન–આનંદ રસથી ભરપૂર છે, પણ તેના ભાન વિના અજ્ઞાનરૂપી કચાસને લીધે વર્તમાનમાં તે આકુળતાનો
સ્વાદ ભોગવે છે, ને ચોરાસીના અવતારમાં રખડે છે; આમ છતાં તેના સ્વભાવમાંથી સુખનો અભાવ થઈ ગયો નથી.
ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ અને એકાગ્રતા કરતાં અપૂર્વ આત્મસુખનો અનુભવ થાય છે. આ
સિવાય બહારના કોઈ ઉપાયથી સુખ પ્રગટતું નથી કેમકે બહારના કોઇ સંયોગમાં આત્માનું સુખ નથી.
આત્માના અંર્તસ્વભાવમાં જ વાસ્તવિક આનંદ છે, પુણ્ય–પાપમાં કે તેના ફળમા આત્માનો આનંદ નથી આત્માના
આનંદની આ વાત જીવે પૂર્વે કદી રુચિપૂર્વક સાંભળી નથી, જ્યારે વાત કાને પડી ત્યારે સમજણ કરીને અંતરમાં
બેસાડી નથી. રાગમાં અટકયો પણ ચૈતન્ય તત્ત્વ રાગથી પાર છે, તે ચૈતન્યની રુચિ કરવામાં રાગનું અવલંબન છે જ
નહિ; રાગથી પાર થઈને આવી ચૈતન્યની રુચિ પૂર્વે અનંતકાળમાં જીવે કદી કરી નથી. રાગમાં ને રાગના ફળમાં
આનંદ માનીને રોકાઈ ગયો પણ અંતર્મુખ થઈને ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જાણ્યો નહિ.
એક ક્ષણમાં એક ખૂન કરનાર જો પકડાય તો સરકાર તેને એક
ઃ ૪૦ઃ