Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
વાર ફાંસી આપે. પણ જો કોઈ માણસ ઘણાં કાળ સુધી હજારો લાખો માણસોને મારી નાંખવાના પરિણામ કરે તો
અહીં તેને શું સજા કરે? તેને પણ એક વાર ફાંસી આપે.–તો શું એક ખૂન કરનારને અને હજારો ખૂન કરનારને
બંનેને સરખું ફળ? ના, કુદરતના કાયદામાં એમ હોય નહિ. હજારો માણસોની હિંસા કરવાના તીવ્ર પાપ પરિણામનું
ફળ નરકમાં તે જીવ ભોગવે છે. વળી કોઈ જીવ મોટાં કતલખાનાં ચલાવવાના તીવ્ર પાપ કરતો હોવા છતાં અહીં તે
સુખી દેખાય છે,–તો શું પાપના ફળમાં સુખ હોય? ના; ત્યારે તેને જે સુખ દેખાય છે તે તો પૂર્વના પુણ્યનું ફળ છે, ને
વર્તમાનમાં જે ક્રૂર પાપ કરે છે તેનું ફળ તો તે નરકમાં જઈને ભોગવશે; નરકમાં અપાર દુઃખ છે. ચૈતન્યસ્વરૂપના
ભાન વિના તીવ્ર પાપભાવો કરીને નરકનાં દુઃખો પણ જીવ અનંતવાર ભોગવી ચૂક્યો છે. ચારે ગતિના અવતાર
જીવે અનંતવાર કર્યા છે. ભલે વર્તમાનમાં તેને યાદ ન હોય પણ અનાદિથી અત્યાર સુધીનો કાળ ચાર ગતિમાં જ
વીત્યો છે. કદી પણ તેની મુક્તિ થઈ નથી. જેમ છ માસનો બાળક હતો ને માતાના પેટમાં હતો–તે બાલ્યકાળનો પણ
ખ્યાલ નથી આવતો છતાં પણ તે વખતે પોતે હતો તો ખરો ને? તેમ પૂર્વે અનંતકાળમાં ક્યાં હતો તે અત્યારે યાદ
નથી છતાં પણ તે વખતે જીવ કયાંક હતો તો ખરો ને?–તે ક્યાં હતો? મોક્ષ તો પામ્યો નથી એટલે સંસારની ચાર
ગતિમાં જ અત્યાર સુધીનો કાળ ગૂમાવ્યો છે. સંસારમાં શુભભાવ કરીને અનંતવાર મોટો દેવ થયો, ને મહા પાપો
કરીને અનંતવાર નારકી થયો; વળી તીવ્ર માયા–દંભના પરિણામ કરીને અનંતવાર તિર્યંચ થયો અને સરળતા વગેરે
કંઈક મંદ પરિણામથી પુણ્ય કરીને મનુષ્ય પણ અનંતવાર થયો; પણ તે ચારે ગતિના ભવ અને તે ભવના કારણરૂપ–
વિભાવ તે બંનેથી રહિત ચિદાનંદસ્વરૂપ મારો આત્મા છે–એવા ભાન વગર કદી જીવનું કલ્યાણ થયું નહિ. માટે
પહેલાં આત્માની જિજ્ઞાસા પ્રગટવી જોઈએ અને પાત્ર થઈને સત્સમાગમે ચૈતન્યવસ્તુની સમજણ કરીને તેનો
ભરોસો બેસવો જોઈએ.
શું કરવું?
પ્રશ્નઃ– આમાં શું કરવાનું કહ્યું?
ઉત્તરઃ– બહારનું તો કાંઈ કરવાનું કહેતા નથી કેમ કે તે તો આત્માના હાથની વાત નથી. હવે અજ્ઞાની પુણ્ય
પાપ અનાદિથી કરતો જ આવે છે, તેમાં કાંઈ આત્માનું હિત નથી એટલે તે કરવાનું પણ કેમ કહેવાય? જેને આત્માનું
અપૂર્વ હિત કરવું હોય, આત્માને આ ભવભ્રમણના દુઃખથી ઉગારવો હોય તેણે અંતરમાં અજ્ઞાન ટાળીને આત્માનું
વાસ્તવિક જ્ઞાન કરવું, તે જ કરવાનું છે.
ધર્મનું સાધન
આત્મા પરથી તો શૂન્ય છે એટલે કે પરવસ્તુ વગરનો ખાલી છે, આત્મામાં પરવસ્તુ નથી ને પરવસ્તુમાં
આત્મા નથી, તો પરચીજથી આત્માને સુખ થાય કે પરચીજ આત્માને ધર્મમાં કાંઈ સહાયક થાય–એમ કદી બનતું
નથી. અંતરનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ તે એક જ ધર્મનું સાધન છે.
વાત્સલ્ય અને ભક્તિનો ભાવ ધર્મીને આવે છે.
જેને ધર્મનો પ્રેમ હોય તેને બીજા ધર્માત્માઓ પ્રત્યે પણ વાત્સલ્ય અને પ્રીતિનો ભાવ આવે છે, ભગવાન
પ્રત્યે તેમ જ સાધક સંત–ધર્માત્માઓ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે, પણ ત્યાં ભગવાન મને કાંઈ આપી દેશે–એવો
અભિપ્રાય નથી તેમ જ તે ભક્તિના શુભ રાગથી ધર્મ થશે એમ પણ માનતા નથી.
પ્રશ્નઃ– જો સમકિતી રાગથી ધર્મ નથી માનતા તો તેમને ભક્તિ વગેરેનો રાગ કેમ થાય છે?
ઉત્તરઃ– ભાઈ, રાગ થાય તે ચારિત્રનો અપરાધ છે પણ શ્રદ્ધાનો અપરાધ નથી. રાગ વખતે પણ ધર્મીને ‘હું
રાગ રહિત ચિદાનંદસ્વભાવ છું’ એમ સ્વભાવમાં જ હું પણું વર્તે છે–સ્વભાવની પ્રતીત વર્તે છે, એટલે શ્રદ્ધા સુધરી છે,
પરંતુ શ્રદ્ધા સુધરતાં ચારિત્ર પણ તે ક્ષણે જ પૂરું સુધરી જાય–એવો કાંઈ નિયમ નથી; માટે રાગથી ધર્મ ન માનતા હોવા
છતાં, વીતરાગતા નથી થઈ તેથી ધર્મીને રાગ થાય છે, તેમાં સમ્યક્શ્રદ્ધાનો જરા પણ અપરાધ નથી. ધર્માત્માને
પોતાના નિરાલંબી ચૈતન્યસ્વભાવનું સમ્યક્ દર્શન અને જ્ઞાન થયું છે. પરથી લાભ થાય કે રાગથી ધર્મ થાય એવું
સ્વપ્ને પણ તે માનતા નથી, પરંતુ હજી પોતાને પૂર્ણતા પ્રગટી નથી, વીતરાગતા થઈ નથી, પૂર્ણતાની ભાવના વર્તે છે,
ત્યાં પૂર્ણતાને પામી ચૂકેલા સર્વજ્ઞભગવાન પ્રત્યે તેમ જ તેના સાધક સંતો પ્રત્યે ભક્તિના ઉલ્લાસનો શુભ
પોષઃ ૨૪૮૨
ઃ ૪૧ઃ