વર્ષ તેરમું : સમ્પાદક: મહા
અંક ચોથો રામજી માણેકચંદ દોશી સં. ૨૦૧૨
આ છે ગુરુદેવની ઘરગથ્થુ શૈલીનો એક નમૂનો
* જેમ ચણાના સ્વભાવમાં મીઠાશની તાકાત ભરી છે;
* પરંતુ કચાશને લીધે તે તૂરો લાગે છે, ને વાવવાથી ઊગે છે;
* અને શેકતાં તેના સ્વભાવનો મીઠો સ્વાદ પ્રગટે છે, ને પછી તે ઊગતો નથી.
–તેમ–
* આત્મામાં મીઠાશ એટલે અતીન્દ્રિયઆનંદ શક્તિરૂપે ભર્યો છે;
* પણ, તે શક્તિને ભૂલીને ‘રાગાદિ તે હું, શરીર તે હું’ એવી અજ્ઞાનરૂપી
કચાશને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુળતાનો
અનુભવ છે, ને જન્મ–મરણમાં તે અવતાર ધારણ કરે છે.
* પોતાના સ્વરૂપસન્મુખ થઈને તેમાં એકાગ્રતારૂપ અગ્નિ વડે શેકતાં (ચૈતન્યનું
પ્રતપન થતાં) સ્વભાવના અતીન્દ્રિયઆનંદનો સ્વાદ આવે છે ને પછી તેને
અવતાર થતો નથી.
આ ચણાનું દ્રષ્ટાંત સેંકડોવાર પૂ. ગુરુદેવે પ્રવચનોમાં આપ્યું છે... તદ્દન
ઘરગથ્થુ સહેલી પદ્ધતિથી સમજાવવાની પ. ગુરુદેવની કેવી વિશિષ્ટ શૈલી
છે–તે આ ઉપરથી ખ્યાલમાં આવશે.
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)