: ૫૬ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
સુવર્ણપુરી સમાચાર
* પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં શ્રી પ્રવચનસાર વંચાય છે, તેમાં
હાલમાં ૧૭૨મી ગાથાના ‘અલિંગગ્રહણ’ ના વીસ બોલ ઉપર અદ્ભુત આત્મસ્પર્શી પ્રવચનો થયા... બપોરે શ્રી
મોક્ષપ્રાભૃત વંચાય છે. આ ઉપરાંત ભક્તિ–ચર્ચા વગેરે કાર્યક્રમ નિયમ મુજબ ચાલે છે.
* સોનગઢનું સીમંધર ભગવાનનું જિનમંદિર ભક્તિ વગેરેમાં ટૂંકું પડતું, તેને મોટું કરાવવાનું કામ ચાલી
રહ્યું છે. મોટું જિનમંદિર ઘણું ભવ્ય અને રળિયામણું થશે. જિનમંદિરમાં કામ ચાલતું હોવાથી હાલમાં ભક્તિ
સમવસરણમાં થાય છે.
* ગુજરાતી–પંચાસ્તિકાય છાપવાની શરૂઆત થઈ છે.
* ‘આત્મધર્મ’ માસિક અત્યાર સુધી દર મહિનાની સુદ બીજે પ્રસિદ્ધ થતું, તેને બદલે પોસ્ટખાતાની
વ્યવસ્થા અનુસાર હવેથી દરેક અંગ્રેજી મહિનાની પહેલી તારીખે પ્રસિદ્ધ થશે. એટલે ગ્રાહકોને ત્રીજી તારીખે
લગભગમાં મળશે.
ભારતવર્ષીય દિ. જૈન વિદ્વત્પરિષદની કાર્યકારિણી સભાની વાર્ષિક બેઠક આ વર્ષે સોનગઢમાં પૂ.
ગુરુદેવના સાન્નિધ્યમાં થવાનું નક્કી થએલ છે, અને વિદ્વત્પરિષદના મંત્રીજી તરફથી તેની સ્વીકૃતિ આવી ગએલ
છે, તે માટે મહા વદ ૧૪ થી ફાગણ સુદ એકમ (માર્ચ ૧૧–૧૨–૧૩) સુધીના દિવસો નક્કી કરવામાં આવ્યા છે.
સમાજના વિદ્વાનો પૂ. ગુરુદેવના સીધા પરિચયમાં આવે ને ગુરુદેવના ઉપદેશનું હાર્દ પકડે–તે હેતુથી જૈન
સ્વાધ્યાય મંદિર તરફથી આ બેઠક યોજવામાં આવી છે.
વૈરાગ્ય સમાચાર
સોનગઢના ગોગીદેવી બ્રહ્મચર્યાશ્રમમાં પોષ સુદ એકમના રોજ મોટાબેનનાં નાનાં પુત્રી (મગનલાલ
ત્રિભુવનદાસ ચુડગરનાં પુત્રી) કુમારી બેન શારદા ૨૭ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યાં. પૂ. બેનશ્રીના તથા
વજુભાઈ–હિંમતભાઈના તે ભાણેજી થાય. છેલ્લાં લગભગ ચૌદ વર્ષથી તે સોનગઢમાં જ રહેતાં, પહેલેથી જ
તેમની શરીર પ્રકૃતિ નબળી હોવા છતાં પૂ. ગુરુદેવનાં વ્યાખ્યાન વગેરેનો લાભ તેઓ પ્રેમપૂર્વક લેતાં હતાં,
દેવગુરુની ભક્તિના પ્રસંગોમાં પણ ઉલ્લાસપૂર્વક ભાગ લેતાં હતાં. આશ્રમમાં પૂ. બેનશ્રી–બેનના સહવાસમાં
રહેવાનું તેમને બહુ પ્રિય હતું અને ઘણોખરો વખત તેઓ પૂ. બેનશ્રી–બેનને ત્યાં જ ગાળતાં.
છેલ્લા ત્રણેક દિવસથી તેમની તબિયત વિશેષ નરમ હતી. માગશર વદ અમાસે પૂ. ગુરુદેવ આશ્રમમાં
દર્શન કરાવવા પધાર્યા હતા, ને કહ્યું કે “આત્મા જાણનાર છે... તેનું લક્ષ રાખવું.” સ્વર્ગવાસના દિવસે લગભગ
છેલ્લી ઘડી સુધી શારદાબેન જાગૃત હતાં. સ્વર્ગવાસ સાંજે છ ને દશ મિનિટે થયો ત્યાર પહેલાંં વીસ મિનિટ
અગાઉ તો પૂ. ગુરુદેવ પધારેલા ને હોંશપૂર્વક તેઓશ્રીના દર્શન કર્યાં તથા વાતચીત પણ કરી.. પોણા છ વાગે
ગુરુદેવ પધારતાં જ પ્રમોદથી કહ્યું– ‘પધારો... પધારો... પધારો.’ પૂ. ગુરુદેવે પણ ઘણી કૃપાપૂર્વક કહ્યું: “જો
બેન! આત્મા તો જ્ઞાન છે. આ દેહ... શ્વાસ... ને આકુળતા ત્રણેથી જુદો આત્મા જ્ઞાન... દર્શન... ને આનંદ... એ
ત્રણ સ્વરૂપ છે... એનું લક્ષ રાખવું.” ગુરુદેવની આ વાત સાંભળીને વાતાવરણ
(અનુસંધાન પાના નં. ૭૩ ઉપર)