ભાન વગર દયાદિના શુભ ભાવો પણ જીવે પૂર્વે અનંતવાર
કર્યાં છે, તે કાંઈ જીવનનું ધ્યેય નથી.
છોડી દેવી અને પોતે પોતાના આત્મસ્વરૂપની સાચી સમજણ
કર્તવ્ય શું છે તેના ભાન વગર, રાગને અને જડની ક્રિયાને પોતાનું કર્તવ્ય માનીને અજ્ઞાની સંસારમાં રખડી રહ્યો
છે. ઘણા લોકો પૂછે છે કે ‘અમારે શું કરવું?’ આજે પણ એક ભાઈ ચિઠ્ઠી લખીને પૂછે છે કે ‘આત્માને ઓળખવા
ઈચ્છનાર માનવીએ સંસારમાં રહીને કેવું જીવન જીવવું?’ અહીં પ્રવચનમાં તેનો બધો ખૂલાસો આવી જાય છે.
જુઓ, આત્માને શું કરવું? તેનો ઉત્તર એ છે કે ભાઈ! પ્રથમ તો આત્મા જડમાં કાંઈ જ કરી શકતો નથી. શરીર
જડ છે, ભાષા જડ છે, એ જડની અવસ્થાનું કાર્ય આત્માની ઈચ્છાને આધીન થતું નથી. હવે પોતામાં શુભ–
અશુભ ઈચ્છારૂપી વિકાર તો જીવ અનાદિથી કરતો જ આવે છે, ને તેને પોતાનું કર્તવ્ય માનીને સંસારમાં રખડી
રહ્યો છે, પરંતુ તેમાં તેનું હિત નથી એટલે તે પણ જીવનું ખરું કર્તવ્ય નથી. જડથી ભિન્ન અને વિકારથી પણ
અધિક એવા પોતાના જ્ઞાનાનંદસ્વભાવની સમજણ કરવી તે મોક્ષમાર્ગ છે, તે જ હિતનો ઉપાય છે, ને તે જ
પ્રથમ કરવા જેવું કર્તવ્ય છે. મનુષ્યપણું પામીને જેને આત્માની ઓળખાણ કરવી હોય ને અપૂર્વ આત્મહિત કરવું
હોય તેણે સત્સમાગમે આત્માના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય કરવો તે જ પ્રથમ કરવાનું છે.