વાર આવી ઓળખાણ કરીને આત્માનાં પરમ સત્યનો ભણકાર તો લાવો. ચૈતન્યતત્ત્વના ભણકાર વિના બહારમાં
સુખ માની માનીને અનાદિકાળથી જીવ ક્ષણે ક્ષણે ભાવમરણ કરી રહ્યો છે. જો એક ક્ષણ પણ આત્માનું સત્યસ્વરૂપ
સમજે તો ભાવમરણ ટળે ને અલ્પકાળમાં મુક્તિ થાય. અહો! મારી ચીજ તો અંતરના જ્ઞાનસ્વભાવથી ભરેલી છે,
આનંદના નિધાન મારામાં જ ભર્યાં છે, પણ તેને ચૂકીને અત્યાર સુધી હું બહાર રખડયો, છતાં મારાં ચૈતન્યનિધાન
એવાં ને એવા પરિપૂર્ણ છે–આમ અંર્તવસ્તુનો સ્વીકાર કરવો ને તેનો મહિમા કરીને સ્વસન્મુખ થવું તે અપૂર્વ
આત્મકલ્યાણનું મૂળિયું છે.
દોષ વખતે તે દોષ જેટલું જ આત્માનું સ્વરૂપ નથી, પણ દોષના અભાવરૂપ આખું દ્રવ્યસ્વરૂપ છે. એ જ પ્રમાણે
અલ્પજ્ઞતા વખતે તે અલ્પજ્ઞતા જેટલો જ આત્મા નથી પણ દ્રવ્યમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે. પર્યાયમાં વ્યક્ત
ભલે ઓછું હોય પણ દ્રવ્યસ્વભાવમાં પરિપૂર્ણ સામર્થ્ય છે. માટે પર્યાયબુદ્ધિ છોડીને પરિપૂર્ણ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ
કરવી તે મનુષ્યજીવનનું ધ્યેય છે. જેને આત્માની સમજણ કરવી હોય ને હિત કરવું હોય તેણે આવા ધ્યેયને લક્ષમાં
રાખીને જીવન જીવવું. ભલે અમુક હદના રાગાદિ થતા હોય, પણ તે મારું ધ્યેય નથી ને તેમાં મારું હિત નથી–એમ
સમજવું.
નિર્વિકાર સ્વભાવ આત્મામાં પડયો છે, પણ જીવને પોતાના સ્વભાવનો ભરોસો બેસતો નથી. લાકડામાં ક્રોધ નથી
થતો, ને તેનામાં ક્ષમાગુણ પણ નથી; જીવની અવસ્થામાં ક્રોધ થાય છે તો તેની પાછળ ત્રિકાળી ક્ષમાગુણ પડયો છે.
જ્યાં ગુણ હોય ત્યાં તેની વિકૃતિથી દોષ થાય. દોષ ક્ષણિક છે ને ગુણ ત્રિકાળ છે. જ્યાં દોષ થાય છે ત્યાં તે ક્ષણિક
દોષની પાછળ ત્રિકાળ નિર્દોષ ગુણ રહેલો છે. જેમ કે જ્યાં ક્રોધ થાય છે ત્યાં જ ત્રિકાળી ક્ષમાગુણ ભર્યો છે, જ્યાં
દુઃખ છે ત્યાં જ ત્રિકાળી સુખગુણ પડયો છે, જ્યાં અલ્પજ્ઞતા છે ત્યાં જ સ્વભાવમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે. આ
રીતે ક્ષણિક દોષ અને ત્રિકાળી ગુણ બંને એક સાથે જ વર્તી રહ્યા છે પણ તેમાં ગુણને ભૂલીને અજ્ઞાની પોતાને દોષ
જેટલો જ માને છે, એટલે તેના દોષ કોના અવલંબને ટળે? ક્ષણિક વિકૃતિ જેટલો હું નહિ પણ ત્રિકાળી સ્વભાવ તે હું
–એવું ભાન કરીને સ્વભાવનું અવલંબન કરે તો દોષ ટળીને ગુણની નિર્દોષદશા પ્રગટે. એનું નામ ધર્મ છે.
તેમાં એકાગ્ર થવું તે તરવાનો ઉપાય છે. કર્મ મને રખડાવે ને ભગવાન તારે–એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ!
કર્મનો તો તારા આત્મામાં અભાવ છે, તો તે તને કઈ રીતે રખડાવે? કર્મે તને નથી રખડાવ્યો પણ તું તારી ભૂલે જ
રખડયો છે. અને ભગવાન કોઈને તારતા નથી. જો ભગવાન તને તારતા હોય તો અત્યાર સુધી કેમ ન તાર્યો?
ખરેખર ભગવાન મને તારનાર છે
ઃ ૯૨ઃ