Atmadharma magazine - Ank 150
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page  


PDF/HTML Page 22 of 22

background image
ATMADHARMA Regd. No. B. 4787
સર્વજ્ઞની આજ્ઞાનું પાલન
સર્વજ્ઞ એટલે જેમને પરિપૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે તે; એવા સર્વજ્ઞપરમાત્માની આજ્ઞા શું છે? અને તે
આજ્ઞાનું પાલન કરનાર જીવ કેવો હોય? તે સંબંધી મહત્ત્વનો ન્યાય તદ્ન સંક્ષેપમાં જણાવતાં પૂ. ગુરુદેવે ચર્ચામાં
નીચે મુજબ જણાવ્યું હતું–
×આત્મા જ્ઞાનસ્વભાવ છે;
×જ્ઞાનનો સ્વભાવ માત્ર જ્ઞાતાપણું જ છે.
×આવા જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને તેમાંથી ભગવાને સર્વજ્ઞપણું પ્રગટ કર્યું.
×તે સર્વજ્ઞ ભગવાને ઉપદેશમાં પણ એ જ આજ્ઞા ફરમાવી છે, એટલે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને
તેના આશ્રયે જ્ઞાતાદ્રષ્ટા રહેવાની જ ભગવાનની આજ્ઞા છે.
×જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને જ્ઞાતાદ્રષ્ટાપણે રહેવું તે સાધન;
×અને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે તે સાધ્ય.
×આ રીતે જ્ઞાનમાં જ સાધન અને સાધ્ય સમાય છે.
–આ સર્વજ્ઞ ભગવાનના ઉપદેશનો ટૂંકો સાર છે.
×સર્વજ્ઞ ભગવાનના આવા માર્ગની પ્રતીત કરનાર જીવ જ્ઞાતાપણે રહ્યો એટલે કયાંય ફેરફાર
કરવાનો અભિપ્રાય ન રહ્યો, એ રીતે ક્રમબદ્ધપર્યાયની પ્રતીત તેમાં આવી જ ગઈ.
×જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાતા થયો, પછી કઈ ભૂમિકામાં કેવો વ્યવહાર હોય ને કેવા નિમિત્તો
હોય તેને પણ તે જ્ઞાતાપણે જાણે છે; અને તેને જ તે સર્વનું યથાર્થ જ્ઞાન થાય છે, અને તે જ
સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરે છે. જ્ઞાતાદ્રષ્ટાપણે સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરતાં કરતાં તે પોતે પણ
સર્વજ્ઞ થઈ જશે.
×હું જ્ઞાનસ્વભાવ જ છું–એવો જેને નિર્ણય નથી તેને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાની ખબર નથી, તેથી
સર્વજ્ઞ ભગવાનના આગમના એક અક્ષરનો પણ સાચો અર્થ તેને આવડશે નહીં, ભગવાને કહેલા
વ્યવહારની ને નિમિત્તની ખબર પડશે નહિ.
–ચર્ચા ઉપરથી.
સુવર્ણપુરી સમાચાર
*સોનગઢના જિનમંદિરનું કામ ચાલી રહ્યું છે. તેના બાર શાખ મુકવાનું મુહૂર્ત ફાગણ સુદ બીજે હતું.
બાર શાખ મુકવાની વિધિ પૂ. બેનશ્રી બેનના સુહસ્તે, તેમજ શેઠ શ્રી નાનાલાલભાઈ–બેચરલાલભાઈ–
મોહનલાલભાઈ તથા મુરબ્બી શ્રી રામજીભાઈ વગેરેના સુહસ્તે થઈ હતી. સાથેસાથે સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાનો
૧૬મો વાર્ષિકોત્સવ પણ આ જ દિવસે હતો, તે નિમિત્તે જિનેન્દ્રદેવની રથયાત્રા વગેરે થયેલ હતું.
*પરમ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં સવારે શ્રી પ્રવચનસારનો “ચરણાનુયોગસૂચક ચૂલિકા”
અધિકાર ચાલે છે. અને બપોરે શ્રી અષ્ટપ્રાભૃત વંચાતું હતું તે ફાગણ સુદ તેરસે પૂર્ણ થયું છે; ફાગણ સુદ ચૌદસથી
વ્યાખ્યાનમાં શ્રી સમયસારનું વાંચન શરૂ થયું છે. સમયસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવના આ અગીયારમી વખત
પ્રવચનો ચાલી રહ્યા છે; વક્તા તેમ જ શ્રોતા સૌને તેનો રસ દિનદિન વધતો જ જાય છે. એ સમયસારની કોઈ
અદ્ભુત વિશિષ્ટતા છે.
*શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રના ગુજરાતી ભાષાંતરનું છાપકામ (સંસ્કૃત ટીકા સહિત) ચાલી રહ્યું છે.
*
મુદ્રકઃ– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)